કરદાતાને કારણ દર્શાવતો ડિટેઇલ આદેશ આપવામાં આવે: ગુજરાત હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

Important Judgements with Tax Today

Anish Infracon India Pvt. Ltd Vs. Union of India & Others

Writ Petition no. 6677/2021 Gujarat High Court

Order Dt. 22.04.2021


કેસના તથ્યો:

  • કરદાતાને 06.01.2021 ના રોજ જ.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફથી નોટિસ આપવામાં આવી હતી જેનો જવાબ કરદાતાએ 21.01.2021 ના રોજ આપેલ હતો.
  • આ નોટિસમાં 01.07.2017 થી 31.3.2018 સુધીમાં ખોટી રીતે લેવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગે કરદાતાને કારણ આપવા જણાવવામાં આવ્યું હતું.
  • કરદાતાની ફરિયાદ હતી કે તેઓનો જવાબ ધ્યાને લેવામાં આવ્યો ના હતો અને તેમને 18.02.2021 ના રોજ DRC 07 માં આદેશ બજાવવામાં આવ્યો હતો જેમાં 81,72,530/- નું માંગણું ઊભું કરી દેવામાં આવ્યું હતું.
  • આ આદેશમાં કરદાતાની રજૂઆત અંગે કોઈ વિગતો દર્શાવવામાં આવી ના હતી.
  • આ રકમ 30 દિવસમાં ભરવાં જણાવવામાં આવ્યું હતું.
  • કરદાતા દ્વારા 26.03.2021 ના રોજ વિગતવાર રજૂઆત કરી રિકવરી ના કરવાં પણ વિનંતી કરવામાં આવી હતી.
  • કરદાતા દ્વારા આ કોર્ટ સામે રિટ પિટિશન એ કારણોસર કરી છે કે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા “ડિટેલ્ડ ઓર્ડર” કરવામાં આવેલ નથી.
  • આ કારણે આ આદેશ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ ગણાય અને તે રદ્દ કરવામાં આવે તેવી માંગ આ રીટ પિટિશનમાં કરવામાં આવી હતી.

કરદાતા તરફે દલીલ:

  • શો કોઝ નોટિસ સામે નિયત સમયમાં જવાબ આપ્યો હોવા છતાં તેમનો જવાબ ધ્યાને લીધા સિવાય આદેશ પસાર કરવામાં આવ્યો છે.
  • આ આદેશમાં વિગતવાર કોઈ માહિતી આપેલ નથી, ઓર્ડર “ડીટેઇલ્ડ ઓર્ડર” નથી અને આથી કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ ગણાય.
  • કરદાતા જી.એસ.ટી. કાયદા હેઠળ 90 દિવસમાં અપીલ કરવા હક્કદાર છે પરંતુ આદેશ યોગ્યના હોય આ આદેશ રદ્દ કરવામાં આવે.

કોર્ટનો આદેશ:

  • કરદાતા દ્વારા કરાયેલ રિટ પિટિશન મંજૂર કરી જી.એસ.ટી. ડિપાર્ટમેંટને આ કોર્ટનો આદેશ બજયાના 7 દિવસની અંદર “ડિટેઇલ્ડ ઓર્ડર” આપવા જણાવવામાં આવે છે. આ આદેશ કરદાતાને ઇ મેઈલ દ્વારા પણ મોકલવામાં આવે.
  • આ કોર્ટ આ કેસના તથ્યો અંગે કોઈ નિર્ણય કરતી નથી. જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં આવેલ આદેશ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ હોય આ આદેશ રદ્દ કરવામાં આવે છે.
  • “અલ્ટરનેટ રેમીડી” સિવાય અન્ય કોઈ બાબતે કોર્ટ આ તકે કોઈ ટિપ્પણી કરતી નથી.

(સંપાદક નોંધ: આ કેસમાં મેરીટ ઉપર કોઈ ચર્ચા થયેલ નથી. પરંતુ કુદરતી ન્યાયના સિદ્ધાંત માટે આ કેસ ઉપયોગી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા માનનીય જસ્ટિસ સોનિયા ગોકણી તથા માનનીય જસ્ટિસ વૈભવી નાણાવટીની બેન્ચ દ્વારા આ ચુકાદામાં પ્રતિપાદિત કર્યું છે કે કોઈ પણ આદેશમાં આદેશ થવા પાછળના કારણોની નોંધ વિગતવાર રીતે કરવામાં આવવી જોઈએ. “ડિટેઇલ્ડ ઓર્ડર” ના હોય તેવા આદેશ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ ગણાય.)

ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

 

error: Content is protected !!