PAN Aadhar લીંકિંગ કરવું ફરી થયું છે શરૂ, ભરવી પડશે લેઇટ ફી

Spread the love
Reading Time: 4 minutes

તા. 14.06.2022

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ વ્યક્તિની ઓળખ PAN એટ્લે કે પરમેનંટ એકાઉન્ટ નંબર દ્વારા કરવામાં આવે છે. ઇન્કમ ટેક્સ હેઠળ મહત્વનો સુધારો કરી 01 એપ્રિલ 2017 થી દરેક PAN કાર્ડને Aadhar કાર્ડ સાથે લિન્ક કરવા ફરજિયાત બનાવી આપવામાં આવ્યા છે. ઇન્કમ ટેક્સ હેઠળ આ PAN-Aadhar લિન્ક કરવાની મુદતમાં વારંવાર વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લે દરેક કરદાતાએ 31 માર્ચ 2022 સુધીમાં પોતાના PAN ને Aadhar સાથે લિન્ક કરવા જરૂરી હતા. કોઈ કરદાતા PAN-Aadhar લિન્કના કરે તો તેનું PAN અમાન્ય થઈ જાઈ તેવી જોગવાઈ ઇન્કમ ટેક્સ કાયદામાં કરવામાં આવેલ છે.

PAN-Aadhar લિન્ક ના હોય તો પડી શકે છે આ મુશ્કેલી:

  • કરદાતાનો PAN જો Aadhar સાથે લિન્ક ના હોય તો કરદાતાને નીચેની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
  • કરદાતા પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે નહીં.
  • કરદાતાએ ફાઇલ કરેલ ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રોસેસ થઈ શકે નહીં.
  • કરદાતાના બાકી રિફંડ મળી શકે નહીં.
  • કરદાતાનો TDS, માન્ય PAN ના હોવાથી ઊચા દરે થઇ જાય છે.

Aadhar સાથે લિન્ક ના થયા હોય તેવા અનેક PAN

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે Aadhar સાથે લિન્ક ના થયા હોય તેવા PAN ની સંખ્યા ખૂબ મોટી હતી. આ તમામ PAN જો અમાન્ય કરી આપવામાં આવે તો ઘણા કરદાતા આ કારણે હેરાન થઈ જાઇ તેવી શક્યતા રહેલી હતી. દર વર્ષે સરકાર દ્વારા PAN ને Aadhar સાથે લિન્ક કરવાની મુદતમાં વધારો કરવામાં આવતો હોય ઘણા કરદાતા PAN-Aadhar લિન્ક કરાવવા બાબતે જોઈએ તેટલા ગંભીર ના હતા. આ કારણે 31 માર્ચ 22 ના રોજ PAN-Aadhar લિન્કની મુદત વધારવા સાથે સરકાર દ્વારા કરદાતાઓ ઉપર લેઇટ ફી લાગુ કરવામાં આવી.

હવે PAN-Aadhar મોડુ લિન્ક કરાવવાથી ભરવી પડશે Late Fee

છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા એક નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે. કોઈ કરદાતા કોઈ પ્રશાશનિક બાબતોમાં વિલંબ કરે, કાયદા હેઠળ કરવાપાત્ર કોઈ વિધિઑ કરવામાં વિલંબ કરે ત્યારે કરદાતા ઉપર લેઇટ ફી તરીકે દંડ નાંખવામાં આવતો હોય છે. આ લેઇટ ફી બચાવવા કરદાતા કાયદા હેઠળ સૂચવવામાં આવેલ વિધિ સમયસર પૂરી કરતાં હોય છે અથવા તો મોડા થાય ત્યારે લેઇટ ફી ભરવા જવાબદાર થતાં હોય છે. TDS રિટર્ન મોડુ ભરવામાં આવે, ઇન્કમ ટેક્સ રિટર્ન મોડુ ભરવામાં આવે ત્યારે અગાઉ પણ લેઇટ ફી વસૂલવામાં આવતી હતી. હવે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ PAN Aadhar લિન્ક કરવામાં મોડુ કરવામાં આવે ત્યારે પણ લેઇટ ફી લાગુ કરવામાં આવી છે. પ્રવર્તમાન જોગવાઈ અનુસાર કોઈ કરદાતા 31 માર્ચ 2022 સુધી પોતાનું PAN, Aadhar સાથે લિન્ક ના કરાવે ત્યારે તેઓ લેઇટ ફી ભરવા જવાબદાર બની જશે. 31 માર્ચ પછી પણ 30 જૂન પહેલા જો PAN-Aadhar લિન્ક કરાવવામાં આવે તો કરદાતા 500 રૂ ની લેઇટ ફી ભરવા જવાબદાર બનશે. 30 જૂન 2022 પછી જો આ PAN-Aadhar લિન્ક કરવવામાં આવશે તો કરદાતા 1000 રૂ ની લેઇટ ફી ભરવા જવાબદાર બનશે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની પ્રવર્તમાન જાહેરાત મુજબ કોઈ PAN 31 માર્ચ 2023 સુધી Aadhar સાથે લિન્ક કરાવવામાં નહીં આવ્યા હોય તો તેવા PAN અમાન્ય થઈ જશે.

લેઇટ ફી બચાવો, આજે જ PAN ને Aadhar સાથે લિન્ક કરો:

છેલ્લા ઘણા સમયથી PAN-Aadhar લિન્ક કરવાની કાર્યવાહી ટેકનિકલ કારણોસર બંધ હતી. હાલ થોડા દિવસો પહેલા આ લીંકિંગની કાર્યવાહી ફરી શરૂ થઈ છે. હાલ કોઈ કરદાતા દ્વારા પોતાનું PAN લિન્ક કરવવામાં આવે છે તો તેઓ 500 રૂ ની લેઇટ ફી ભરી આ કામગીરી કરી શકે છે. 30 જૂન 2022 પછી આ કામગીરી માટે 1000 ની લેઈટ ફી ભરવાની જવાબદારી આવશે. આ વધારાની લેઇટ બચાવવા આજે જ કરદાતા પોતાનું PAN-Aadhar સાથે લિન્ક કરાવે તે જરૂરી છે.

PAN Aadhar લિન્ક કરવામાં અમુક કરદાતાઓને પડી રહી છે મુશ્કેલી

PAN ને Aadhar સાથે લિન્ક કરવામાં ઘણા કરદાતાઑને ખાસ મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને મહિલા કરદાતા આ બાબતે વધુ મુશ્કેલી ભોગવી રહ્યા હોવાની માહિતી બહાર આવી રહી છે. આ માટેના કારણની વાત કરીએ તો મહિલા કરદાતા જ્યારે લગ્ન પહેલાના Aadhar કાર્ડ ધરાવતા હોય અને PAN લગ્ન બાદ મેળવેલ હોય તેવા સંજોગોમાં PAN અને Aadhar માં નામમાં ફેર આવે છે. આ ફેરના કારણે Aadhar સાથે PAN લિન્ક કરી શકતું હોતું નથી. આવી રીતે નોકરી કરતાં મહિલાઓના અભ્યાસના દસ્તાવેજી પુરાવા પોતાના પિતાના નામ સાથેના હોય છે. આ કારણે તેઓની નોકરીમાં નામ પિતાના નામ સાથેના નામ ધરાવતું હોય છે. જ્યારે લગ્ન બાદ પોતાના પતિ સાથેના નામ સાથે Aadhar ધરાવતા હોય છે. આ કારણે પણ લિન્ક કરવામાં તકલીફ પડતી હોય છે. આ સિવાય પણ નાની નાની સ્પેલિંગની ભૂલોના કારણે પણ  પોતાના PAN-Aadhar લીંકિંગમાં તકલીફ પડતી હોય.

PAN-Aadhar લીંકિંગ 01 એપ્રિલ થી 31 મે સુધી હતું સંપૂર્ણપણે બંધ

મળતી માહિતી પ્રમાણે 01 એપ્રિલ 2022 થી PAN Aadhar લિન્ક કરવાની વિધિ સ્થગિત કરી આપવામાં આવી હતી. આ વિધિ 01 જૂન 2022 થી વિધિવત રીતે ચાલુ કરવામાં આવી છે. હાલ, જે કરદાતાઑને માત્ર Aadhar માં તેઓ દ્વારા ફેરફાર કરાવવાના કારણે PAN-Aadhar લિન્ક કરવાના થતાં હોય તે માત્ર લિન્ક થઈ શકે છે. જે કરદાતાઓ માટે PAN માં સુધારા કરવાના થઈ છે તેના માટે હજુ આ સુધારા કરવાના વિકલ્પ શરૂ કરવામાં આવ્યો નથી.

PAN સુધારવા માટેનો વિકલ્પ ક્યારે થશે શરૂ??

અમુક સંજોગોમાં કરદાતાએ PAN કાર્ડમાં બદલાવ કરાવવો જરૂરી હોય છે. તેઓના Aadhar કાર્ડની વિગતો યોગ્ય હોય છે. PAN સાથે Aadhar લિન્ક ના હોય તેવા કિસ્સામાં PAN સુધારવા પાત્ર હોય તેવા કરદાતા હાલ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેઓ માટે PAN સુધારવા માટેનો વિકલ્પ હાલ બંધ છે તેવી માહિતી મળી રહી છે. હાલ NSDL (ઓનલાઈન PAN અંગે અરજી કરવા અધિકૃત કંપની) ની વેબસાઇટ ઉપર એવો સંદેશો પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે કે હાલ PAN-Aadhar લિન્કના હોય તેવા કિસ્સામાં PAN સુધારા અંગે અરજી કરી શકાય નહીં. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી ખુલાસો આવશે ત્યારબાદ આ વિકલ્પ શરૂ કરવામાં આવશે તેવી માહિતી પણ આ વેબસાઇટમાં આપવામાં આવી રહી છે. હવે, આ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટનો ખુલાસો ક્યારે આવશે, ક્યારે કરદાતા આ PANમાં સુધારો કરશે અને ક્યારે કરદાતા પોતાના સુધારેલા PAN સાથે Aadhar’ લીક કરશે તે વિચારવા જેવી બાબત છે.

30 જૂન 2022 ના રોજ પૂરી થતી મુદત વધારવી છે જરૂરી:

500 રૂની લેઇટ ફી સાથે PAN-Aadhar લિન્ક કરવાની મુદત 30.06.2022 છે. આ મુદતમાં વધારો થાય તે અત્યંત જરૂરી છે. આ સાથે એ પણ જરૂરી છે કે PAN-Aadhar લિન્ક ના હોય તેવા PAN સુધારવાની વિધિ પણ ત્વરિત શરૂ કરવામાં આવે તેવી આશા પણ કરદાતાઓ સેવી રહ્યા છે. જો આ PAN સુધારવાનો વિકલ્પ શરૂ કરવામાં નહીં આવે તો આ ચોક્કસ “પાડાના વાંકે પખાલીને ડામ” આપવા જેવી બાબત થશે.

PAN-Aadhar લિન્ક છે તે ચકાસવા કરદાતા આ લિન્ક https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar નો ઉપયોગ કરી શકે છે.         

error: Content is protected !!