કરચોરીનો ઇરાદો ના હોય ત્યારે માત્ર ટેકનિકલ ખામી બદલ ઇ વે બિલના નિયમોના ભંગ ગણી દંડ લગાડી શકાય નહીં: મદ્રાસ હાઇકોર્ટ
Reading Time: 2 minutes
ઇમ્પોર્ટન્ટ જજમેંટ વિથ ટેક્સ ટુડે:
સ્માર્ટ રૂફિંગ પ્રા. લી વી. સ્ટેટ ટેક્સ ઓફિસર, મદુરાઇ
સલગ્ન કાયદો: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, 2017
ચુકાદો આપનાર ફોરમ: મદ્રાસ હાઇકોર્ટ (મદુરાઇ બેન્ચ)
માનનીય જજ: સી. સરાવનન
કરદાતા વતી વકીલ: એન. સુદુલાઈ મુત્થૂ
સરકાર વતી: કે.એસ. સ્લેવા ગણેશન
ચુકાદા તારીખ: 30 માર્ચ 2022
કેસની હકીકતો:
- કરદાતાની ધંધાની મુખ્ય જગ્યા ઉપરાંત ગોડાઉન (ધંધાનું વધારનું સ્થળ) ધરાવતા હતા.
- તેઓના ધંધાના ચેન્નઈ ખાતેના મુખ્ય સ્થળ પરથી મદુરાઇ ખાતે આવેલ વધારાના સ્થળ ઉપર માલનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું હતું.
- કરદાતા દ્વારા આ વધારાના સ્થળની નોંધ જી.એસ.ટી. રજીસ્ટ્રેશનમાં કરવામાં આવી ના હતી.
- ઇ વે બિલ ઉપર કરદાતા દ્વારા માલ મેળવનાર તરીકે આ વધારાના સ્થળનું સરનામું દર્શાવવામાં આવ્યું હતું.
- ઇ વે બિલમાં “સ્ટ્રોક ટ્રાન્સફર” નો ઉલ્લેખ હોવા છતાં મોબાઈલ ચેકપોસ્ટ દ્વારા આ માલ રોકવામાં આવ્યો હતો.
- કરદાતાને MOV 9 આપવામાં આવી હતી અને CGST તથા SGST સહિત 500774/- ની પેનલ્ટી લગાડવામાં આવી હતી.
- આ પેનલ્ટીના આદેશને રિટ પિટિશનમાં પડકારવામાં આવ્યો હતો.
કરદાતા તરફે રજૂઆત:
- કરદાતા દ્વારા સ્ટોક ટ્રાન્સફરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- સ્ટોક ટ્રાન્સફર હોય કરદાતાના ઉપર ટેક્સની કોઈ જવાબદારી ના હતી અને આમ કરચોરીની કોઈ ઇરાદો હોય ના શકે.
- માલ રોકવામાં આવ્યો છે ત્યારબાદ કરદાતા દ્વારા વધારાના સ્થળની જગ્યા જી.એસ.ટી. નોંધણીમાં ઉમેરવા અરજી કરી આપવામાં આવી છે.
- કરદાતા ઉપર 129(3) ઉપર કોઈ પેનલ્ટી લગાડી શકાય નહીં.
સરકાર તરફે રાજુઆત:
- કરદાતા પાસે જી.એસ.ટી. ની કલમ 107 હેઠળ અપીલનો વિકલ્પ હોય રિટ પિટિશન સ્વીકારવામાં ના આવે.
- આ રિટ પિટિશનમાં રિટ પિટિશનને લાયક તથ્યો નથી.
કોર્ટનો ચુકાદો:
- કરદાતાના ઇ વે બિલમાં ખામી હોય, જી.એસ.ટી. અધિકારીઓ દ્વારા માલ જપ્ત કરવામાં આવ્યો તે કામગીરી યોગ્ય હતી.
- પરંતુ તથ્યો ઉપરથી સ્પષ્ટ છે કે “કંસાઇનર” તથા “કંસાઈની” હેડ ઓફિસ અને બ્રાન્ચ છે અને તેથી કાયદાની દ્રસ્ટીએ એક જ વ્યક્તિ છે.
- કરદાતાએ ધંધાના વધારાની જગ્યાની નોંધ કરાવેલ નથી તે હકીકત છે પરંતુ માલ જપ્ત થયા બાદ તેઓએ આ ભૂલ સુધારેલ છે.
- અધિકારી દ્વારા નોંધણી દાખલામાં સુધારો પણ કરી આપવામાં આવ્યો છે.
- આમ, ઇ વે બિલની ક્ષતિને ટેકનિકલ ક્ષતિ ગણી, કરચોરીનો કોઈ ઇરાદો ના હોય, કરદાતા ઉપર દંડ લાદતો આદેશ રદ કરવા ઠરાવવામાં આવે છે.
- કરદાતાનો માલ તથા વાહન મુક્ત કરવા આદેશ કરવામાં આવે છે.
(સંપાદક નોંધ: ઇ વે બિલમાં થતી ચૂક માટે આ ચુકાદો કરદાતાઓને ઉપયોગી બની શકે છે. ધંધાના વધારાના સ્થળનો જી.એસ.ટી. રજીસ્ટ્રેશનમાં ઉલ્લેખ ના હોવા છતાં કોર્ટ દ્વારા આ ભૂલને ટેકનિકલ ક્ષતિ ગણેલ છે જેની ખાસ વાંચકોએ નોંધ લેવી)
(આ ચૂકદાઓનું અર્થઘટન ભવ્ય પોપટ (એડવોકેટ તથા એડિટર-ટેક્સ ટુડે) ના અંગત અર્થઘટન છે)