શું PAN કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક નહીં કરવું તો લાગશે 1000 નો દંડ??? શું આ વાત સાચી છે???? વાંચો આ વિશેષ લેખ
PAN સાથે આધાર લિન્ક કરાવવાની મુદત હાલ 31 માર્ચ 2021 છે. ત્યાર બાદ CBDT 1000 સુધીની લેઇટ ફી લેવા અંગે સૂચના બહાર પાડી શકે છે!!
તા. 31. 03.2021: 31 માર્ચે સુધીમાં આધાર કાર્ડને PAN કાર્ડ સાથે લિન્ક કરવા ફરજિયાત છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલામ 139AA મુજબ જ્યારે કોઈ કરદાતા જે આધાર કાર્ડ મેળવવા હક્કદાર છે તેઓએ પોતાનો આધાર નંબર પોતાના PAN સાથે નિયત તારીખ સુધીમાં લિન્ક કરવો જરૂરી છે. આ નિયત તારીખ હાલ 31 માર્ચ 2021 છે. આ ઉપરાંત નવા PAN માટેની અરજી કરતાં વ્યક્તિએ પોતાના PAN અરજી ફોર્મમાં આધારની વિગતો દર્શાવવી ફરજિયાત છે. જે વ્યક્તિએ આધાર માટે અરજી કરી હોય પણ તેમને આધાર નંબર કોઈ કારણોસર મળ્યો ના હોય તેમણે PAN અરજીમાં પોતાની 28 આંકડાની આધાર એનરોલમેંટ ID દર્શાવવી જરૂરી છે.
બજેટ 2021 માં કરવામાં આવેલ નવી જોગવાઈ પ્રણામે નિયત તારીખ સુધીમાં PAN સાથે આધાર લિન્કના કરવામાં આવે તો 1000 સુધીની લેઇટ ફી સૂચિત કરવા સેંટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ (CBDT) ને સત્તા આપવામાં આવી છે. આ તકે એ જાણવું જરૂરી છે કે 01 એપ્રિલથી આ લેઇટ ફી આપોઆપ લાગુ પડી જતી નથી. આ માટે CBDT એ નોટિફિકેશન બહાર પાડવાનું રહેશે. આ ઉપરાંત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ PAN સાથે આધાર લિન્ક કરવાની નિયત તારીખ 31 માર્ચ 2021 છે તેમાં પણ COVID-19 ની આ પરિસ્થિતિમાં વધારો કરવા અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ નોટિફિકેશન આજે આવે તેવી પ્રબળ શક્યતા છે. CBDT દ્વારા નોટિફાય થાય પછી જ્યારે કરદાતા પોતાનું આધાર PAN સાથે લિન્ક કરશે ત્યારે આ લેઇટ ફી લાગશે તેવું માનવમાં આવી રહ્યું છે. વિવિધ સમાચાર માધ્યમોમાં આવેલ સમાચારના કારણે લોકોમાં PAN સાથે આધાર લિન્ક કરવાની પેનલ્ટી અંગે ડર વ્યાપી ગયા હોવાના સમાચારો મળી રહ્યા છે. હાલ કરદાતાએ આ બાબતે ડર રાખવાની જરૂર નથી. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.