સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 16th એપ્રિલ 2022

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી.

  1. અમારા અસીલ GTA સર્વિસ પૂરી પાડે છે. તેઓના ગ્રાહકો દ્વારા 31.3.2022 સુધી RCM પ્રમાણે ટેક્સ ભરતા હતા. 01.04. 2022 થી હવે ફોરવર્ડ ચાર્જ મુજબ 12% વેરો ભરવા માંગે છે. હવે આ બાબતે શું ધ્યાન રખવાનું રહે. આ અંગે કોઈ સર્ક્યુલર, નોટિફિકેશન, ચુકાદો હોય તો જણાવવા વિનંતી.                                                                                                                                       સમીર શાહ, ટેક્સ કન્સલ્ટન્ટ, ગાંધીધામ

જવાબ: આપના અસીલ GTA તરીકે નવા નાણાકીય વર્ષથી ફોરવર્ડ ચાર્જ મુજબ વેરો ભરી શકે છે. ધ્યાન રાખવા જેવી મહત્વની બાબતએ ગણી શકાય કે આપના અસિલે નાણાકીય વર્ષ દરમ્યાન તમામ GTA સેવા માટે ફોરવર્ડ ચાર્જ લેખે વેરો ભરવાનો રહે, તેવો અમારો મત છે. આ બાબતે CGST રેઇટ નોટિફિકેશન 20/2017, તા 22.08.2017 ની એન્ટ્રી (iii) જોઈ જવા વિનંતી.       

  1. અમારા અસીલ ઉત્પાદક છે અને ફેક્ટરી ધરાવે છે. તેઓ દ્વારા પોતાના ફેક્ટરીના રૂફ ટોપ ઉપર સોલર પેનલ નાંખવેલ છે. આ વીજળીનો ઉપયોગ ઉત્પાદન અંગેની વીજળી પૂરી પાડવા કરવામાં આવે છે. શું આ રઉફ ટોપ પેનલ તથા તે લગાડવા થયેલ સર્વિસ ચાર્જ ઉપર લાગેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાદ મળે?                                                                                                                       જિગ્નેશ દેત્રોજા, ધોરાજી  

જવાબ: સોલર પેનલ એ સ્થાવર મિલ્કત ગણાય અને આની ક્રેડિટ મળે નહીં તેવું અર્થઘટન સામાન્ય રીતે કરવામાં આવે છે. જો કે Pristine Industries Ltd. (2021) ના કેસમાં AAR, રાજસ્થાન દ્વારા કેસના તથ્યોને ધ્યાને લઈ ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં આવે તેવા સોલર પ્લાન્ટની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવું ઠરાવ્યું છે. આકારણી તબક્કે આ અંગે તકરાર થઈ શકે છે તે અંગે અસીલને જણાવી આ ક્રેડિટ લેવા અંગે વિચાર કરવો જોઈએ તેવો અમારો મત છે.

  1. અમારા અસીલનો જી.એસ.ટી. નંબર કેન્સલ થઈ ગયો છે. તેઓને આ નંબર રિસ્ટોર કરવો નથી. તેઓ દ્વારા GSTR 1 ભરેલ છે પરંતુ GSTR 3B ભરેલ નથી. તેઓના એક ગ્રાહકનું પેમેન્ટ બાકી છે. તેમના ગ્રાહક આગ્રહ કરે છે કે “બાકી ટેક્સ ભરી આપો એટ્લે તમારું પેમેન્ટ અમો ચૂકવી આપશુ”. મારા અસીલ ટેક્સ ભારે તો પણ GSTR 3B ભરી શકશે નહીં. તો શું આ શક્ય છે?     અમરિશકુમાર શાહ, ટેક્સ કન્સલ્ટન્ટ, વડોદરા

જવાબ: તમારા અસીલ દ્વારા GSTR 1 ભરી GSTR 3B ના ભરવું એ ભૂલ ગણાય. હવે તેઓ પાસે એક વિકલ્પ રહે. તેઓ દ્વારા રિવોકેશન અરજી કરી સાથે GSTR 3B તથા ચલણની નકલ રજૂ કરી શકે છે. ગ્રાહક પાસેથી લેખિતમાં આ અંગે બાહેધરી લેવી જરૂરી છે કે તેઓ ટેક્સ ભરવા બાદ તમારા અસીલનું બાકી પેમેન્ટ ચૂકવી આપશે.

  1. અમારા અસીલને ખરીદનાર દ્વારા માલના મોડા પેમેન્ટ કરવા બદલ વ્યાજ મળેલ છે. શું આ વ્યાજની રકમ ઉપર જી.એસ.ટી. લાગુ પડે?                                                                                                                                                                                                                     મનોજ પાનસુરીયા

જવાબ:  હા, મોડી ચુકવણી પર ચૂકવવામાં આવેલ વ્યાજ ઉપર જી.એસ.ટી. લાગુ પડે. આ વ્યાજ ઉપર માલનો જે દર છે તે દરે જી.એસ.ટી. ની જવાબદારી આવે તેવો અમારો મત છે.

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!