સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) DATED : 14.10.2023

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

_____________________________________________________________________________________________

Goods & Services Tax

  1. અમારા અસીલનું અવસાન થયેલ છે. તેઓના અવસાન બાદ તેઓને જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફથી શો કોઝ નોટિસ મળેલ છે. સર્વિસ ટેક્સ હેઠળ એવા ચૂકદાઓ છે જ્યાં એવું ઠરાવવામાં આવ્યું છે કે કરદાતાના મૃત્યુ પછી આપવામાં આવેલ નોટિસ રદ્દ ગણાય. શું જી.એસ.ટી. હેઠળ આવા કોઈ ચૂકદાઓ છે? જગદીશ વ્યાસ એન્ડ એસોસીએટ્સ, ડીસા

જવાબ: આ બાબતે આપ જી.એસ.ટી. કાયદાની કલમ 93 નો રેફરન્સ લઈ શકો છો. જો શો કોઝ નોટિસ મૃત વ્યક્તિના નામ પર હોય, તો આ નોટિસ અયોગ્ય કહેવાય, પરંતુ જો આ શો કોઝ નોટિસ મૃત વ્યક્તિના વારસદાર પર હોય તો નોટિસ માન્ય ગણાય તેવો અમારો મત છે. આ બાબતે જી.એસ.ટી. કાયદા હેઠળના ચૂકદા ધ્યાનમાં નથી.    

_____________________________________________________________________________________________

2. અમારા અસીલ નાણાકીય વર્ષ 2018-19 ના વર્ષમાં જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશન સ્કીમ હેઠળ વેરો ભરવા જવાબદાર હતા. તેઓનું ટર્નઓવર 1 કરોડ ઉપર થઈ જતાં વધારાના ટર્નઓવર ઉપર રેગ્યુલર સ્કીમ મુજબ તફાવતનો વેરો ભરી આપેલ છે. આ વેરો ભરવા અંગે તેઓને DRC 01 માં નોટિસ આપવામાં આવેલ હતી. શું અમારા અસીલ આ DRC 1 ને હવે અપીલમાં પડકારી શકે? શું તેઓએ આ સામે અપીલ કરવી હોય તો કોઈ આદેશ લેવો જરૂરી બને કે DRC 1 સામે જ અપીલ થઈ શકે. વિધિ વ્યાસ, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: સામાન્ય રીતે DRC 03 એ મરજિયાત ભરણું ગણાય અને તેની સામે અપીલ થઈ શકે નહીં. પરંતુ જ્યારે DRC 03 “અંડર પ્રોટેસ્ટ” ભરેલ હોય તો અપીલ થઈ શકે તેવો અમારો મત છે. આ બાબતે M/s. Samyak Metals Pvt. Ltd. v. Union of India and Others [CWP No.26529 of 2022 dated May 24, 2023 નો ચુકાદો ઉપયોગી થઈ શકે છે.

_____________________________________________________________________________________________

3. અમારા અસીલ વેટ કાયદા હેઠળ 06.2017 ના રોજ ક્રેડિટ ધરાવતા હતા. આ ક્રેડિટ અંદાજે 1 લાખ જેવી હતી. અમારા અસીલ Tran 1 ફોર્મ ભરવામાં નિષ્ફળ ગયા હતા. આમ, છતાં અમારા અસીલ દ્વારા આ ક્રેડિટ ક્રેડિટ લેજરમાં 3B દ્વારા લઈ લેવામાં આવી હતી. હવે આ રકમ બાબતે અમારા અસીલને DRC 01 ની નોટિસ આવેલ છે. શું આ બાબતે અપીલ કરી લડત આપવી હિતાવહ લાગે છે?      વિધિ વ્યાસ, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: સામાન્ય રીતે Tran 01 ભરેલ ના હોય આ અંગે હાલ અપીલ કરવામાં જીતવાની તકો ઓછી રહેલી છે. કોઈ “ટેકનિકલ ગલિચ” ના કારણે Tran 1 ભરવામાં તકલીફ થયેલ હોય અને આ “ટેકનિકલ ગલિચ” થઈ હોવાના પુરાવા ઉપલબ્ધ હોય તો અપીલ કરવામાં રાહત મળવાની સંભાવના રહેલી છે. આ બાબતે Nodal Officer, Jt. Commissioner Vs Das Auto Centre (Calcutta High Court), નો ચુકાદો ઉપયોગી બની શકે છે. 

_____________________________________________________________________________________________

4. અમારા અસીલ સિમેન્ટ વેચાણની એજન્સી ધરાવે છે. તેઓ ઘણીવાર જે ભાવે ખરીદી કરે છે તે જ ભાવે વેચાણ કરી આપે છે. ત્યારબાદ તેઓને કંપની દ્વારા ક્રેડિટ નોટ આપવામાં આવે છે. આ ક્રેડિટ નોટની રકમ ઉપર શું જી.એસ.ટી. ભરવાની જવાબદારી અમારા અસીલની આવે? કંપની દ્વારા આપવામાં આવતી ક્રેડિટ નોટમાં કોઈ જી.એસ.ટી. લગાડવામાં આવતો નથી.                    નિમેશ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: આપના અસીલના કિસ્સામાં એવું લાગી રહ્યું છે કે સિમેન્ટ કંપની દ્વારા આપના અસીલને જી.એસ.ટી. કાયદાની કલમ 34 હેઠળ ક્રેડિટ નોટ આપવાના સ્થાને કોમર્શિયલ ક્રેડિટ નોટ આપેલ છે. આ કિસ્સામાં કંપની દ્વારા પોતાની જી.એસ.ટી. જવાબદારી ઘટાડેલ ના હોય આપના અસીલની વેરો ભરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

_____________________________________________________________________________________________

5. જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 73 હેઠા નાણાકીય વર્ષ 2017 18 ની આકારણી કરવાની સમય મર્યાદા તથા નોટિસ આપવાની મર્યાદા કઈ ગણી શકાય? ધ્રુવી શાહ, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: નાણાકીય વર્ષ 2017 18 માટે કલમ 73 હેઠળ આકારણી આદેશ પસાર કરવાની મર્યાદા 31.12.2023 ગણવાની રહે જ્યારે શો કોઝ આપવા માટે 30.09.2023 સમય મર્યાદા ગણવાની રહે તેવો અમારો મત છે.

_____________________________________________________________________________________________

6. અમારા અસીલનું ટર્નઓવર 20 લાખ કરતાં ઓછું છે. તેઓ ફરજિયાત જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર નથી. તેઓના દ્વારા પોતાનો વેચાણ કરેલ માલ પોતાની ગાડી માંજ મોકલવામાં આવતો હોય છે. આ માલના વાહન સાથે ક્યાં દસ્તાવેજો રાખવા જરૂરી છે. ભાવેશકુમાર પી. ડાંગી,

જવાબ: આપના અસીલ જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો લેવા પાત્ર ના હોય ત્યારે તેઓના માલ વહન સાથે પાકું બિલ ( જી.એસ.ટી. નંબર વગરનું) તથા જો ખરીદનાર નોંધાયેલ વેપારી હોય તો તેઓ દ્વારા જનરેટ કરવામાં આવેલ E Way બિલ રાખવું જરૂરી છે.

_____________________________________________________________________________________________

ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!
18108