વેટ હેઠળ થઈ રહેલી રિકવરી અંગે ઉઠી રહ્યા છે પ્રશ્નો!!! ઉપરથી કરવામાં આવી રહ્યું છે દબાણ??
તા. 18.06.2021: જી.એસ.ટી.ના અમલ સાથે પેટ્રોલ-ડીઝલ જેવી નોન જી.એસ.ટી. ચીજ વસ્તુ સિવાય વેટ દૂર થઈ ગયો છે. પણ નાણાકીય વર્ષ 2016-17 તથા 2017-18 માટેના વર્ષોના જે આકારણી આદેશ પસાર કરવામાં આવ્યા છે તેમાં જે માંગણા ઊભા થયા છે તેની વસૂલાતની કામગીરી ઉપર પ્રશ્નો ઉઠી રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી મળતી માહિતી પ્રમાણે ઘણા મોટા પ્રમાણમા વેપારીઓના બેન્ક ખાતાઓ વેટ ડિપાર્ટમેંટ દ્વારા “એટેચ” કરવામાં આવ્યા છે. ઘણા વેપારીઓને આકારણી આદેશ બજયાના હોય તેવા કેસોમાં પણ બેન્ક એટેચમેન્ટ થયા હોયના પણ કિસ્સા ધ્યાને આવી રહ્યા છે. આ ઉપરાંત વેટ કાયદા હેઠળ રિફંડ હોય અને કેન્દ્રિય કાયદા હેઠળ રકમ બાકી નીકળી હોય તો પણ બંને કાયદા સામે રકમ એડજસ્ટ કર્યા વગર પણ બેન્ક એટેચમેન્ટ થયાના પણ કિસ્સા સામે આવી રહ્યા છે. એક ખાસ કિસ્સામાં તો આકારણી આદેશ સામે અપીલ કરી વેપારીએ સ્ટે મળી ગયો હોવા છતાં પણ બેન્ક એટેચમેન્ટ કરવામાં આવ્યાના સમાચારો મળી રહ્યા છે. જોકે આ સમાચાર લખાઈ છે ત્યાં સુધીમાં આ કિસ્સામાં વેપારીના વકીલ દ્વારા યોગ્ય રજૂઆત કરી આ એટેચમેંટ દૂર કરવવામાં સફળતા મેળવી લીધી છે.
કોરોના મહામારીમાં જ્યારે વેપાર ઉદ્યોગ ખૂબ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે ત્યારે આ પ્રકારે કરવામાં આવી રહેલા બેન્ક એટેચમેન્ટ ઘણા વેપારીઓને ખૂબ મટી મુશ્કેલ સ્થિતિમાં મૂકી શકે છે. જોકે તમામ અધિકારીઓ આ પ્રમાણે કરી રહ્યા છે એવું કહી ના શકાય. આ અંગે પોતાનું નામ ના છાપવાની શરત સાથે એક અધિકારી જણાવે છે કે આકારણીમાં ઊભી કરવામાં આવેલ રકમની ઉઘરાણી કરવી એ અમારી ફરજ છે અને અમે કાયદાની મર્યાદામાં જ રહીને ઉઘરાણી કરી રહ્યા છે. અધિકારી આ પ્રકારની ઉઘરાણીનો બચાવ ભલે કરી રહ્યા હોય પણ જે પ્રમાણે જમિની સ્તરે સમાચાર મળી રહ્યા છે ત્યાં વેપારીઓમાં એ ચર્ચા એ વેગ પકડ્યો છે કે આ પ્રકારે ઉઘરાણી કરવામાં છે ઉપરથી દબાણ?? ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.