કોઈ તપાસ દરમ્યાન મેળવેલ વિગતો ઉપરથી કેસ રી-ઓપન કરી શકાય છે: ગુજરાત હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

Important Case Law with Tax Today (Income Tax)

હિતેશકુમાર બાબુલાલ રામાણી વી. આસી. કમી. ઓફ ઇન્કમ ટેક્સ

સ્પે. સિવિલ એપ્લીકેશન નંબર 20392/2019, ગુજરાત હાઇકોર્ટ

ઓર્ડર તારીખ: 04.02.2021


કેસના તથ્યો

  • કરદાતા દ્વારા આકારણી વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હતું જે ઇન્કમ ટેક્સની કલમ 143(1) હેઠળ (સ્કૃટીની વગર) પ્રોસેસ થયું હતું.
  • એક સલગ્ન પ્રાઈવેટ લિમિટેડ કંપની ઉપર થયેલ સર્વે દરમ્યાન કરદાતાનું સ્ટેટમેન્ટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું.
  • આ સ્ટેટમેન્ટમાં કરદાતા દ્વારા એક બેન્ક એકાઉન્ટ પોતાનું હોવાનું જણાવેલ હતું.
  • ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા આ એકાઉન્ટ અંગેની માહિતી આ રિટ પિટિશનના અરાજકર્તાના ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારીને આપવામાં આવી હતી.
  • આ ઉપરથી અધિકારી દ્વારા રી એસેસમેંટની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
  • રી ઓપનિંગ કરતાં પહેલા અધિકારીએ કારણોની પણ નોંધ યોગ્ય રીતે કરી હતી.
  • કરદાતા દ્વારા આ રી ઓપનિંગની નોટિસ સામે પણ એ જ રિટર્ન ભરવામાં આવ્યું હતું જે તેમણે ઓરિજિનલી ભર્યું હતું.
  • કરદાતા દ્વારા આ રિટર્ન ભરવા સાથે એ મુદ્દા ઉપર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કે આ બેન્ક એકાઉન્ટ તેમના રિટર્નમાં/ચોપડામાં દર્શાવેલ છે જ.
  • આ એકાઉન્ટ નાણાકીય વર્ષ દરમ્યાન બંધ થઈ ગયેલ હોય માટે એ 31.03. ના રોજ નથી દર્શાવવામાં આવ્યું જે યોગ્ય કહેવાય.
  • આ ઉપરાંત કરદાતા દ્વારા એ પણ વાંધો ઉપડવામાં આવ્યો હતો કે અધિકારીએ કોઈ ઇંક્વાયરિ પોતે કરેલ નથી અને માત્ર ઇન્વેસ્ટિગેશન વિંગની માહિતી ઉપરથી કેસ રી ઓપન કરેલ છે.
  • અધિકારીએ આ વાંધાઓનો અસ્વીકાર કર્યો હતો.
  • અધિકારીના આ આદેશ સામે અરજ્કર્તા દ્વારા આ રિટ પિટિશન કરવામાં આવેલ છે.

કરદાતા તરફે દલીલ: 

  • અધિકારી દ્વારા કેસ રી-ઓપન કરવામાં પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરેલ નથી કે કોઈ સ્વતંત્ર તપાસ કરેલ નથી.
  • આ બેન્ક એકાઉન્ટની વિગતો ચોપડા ઉપર હતી જ અને આમ કોઈ નવી સામગ્રી અધિકારીને મળેલ નથી છતાં રી ઓપનિંગ કરવામાં આવ્યું છે.
  • કરદાતા દ્વારા તમામ તથ્યો રિટર્નમાં દર્શાવેલ હતા અને કોઈ વિગતો છુપાવેલ ના હતી.
  • આ પ્રકારે બંધ બેન્ક  એકાઉન્ટ દર્શાવવાની કોઈ કૉલમ ઇન્કમ ટેક્સ રિટર્નમાં નથી અને આમ કરદાતા દ્વારા કોઈ વિગત છુપાવવામાં આવેલ નથી.
  • આ દલીલના સમર્થનમાં ભાવિક ભરતભાઇ પંડ્યા વી. ઇન્કમ ટેક્સ ઓફિસર (2019, TIOL 2298-HC-Ahm-IT) નો ચુકાદો ટાકેલ છે.

સરકાર તરફે દલીલ:

  • અધિકારી દ્વારા ઇન્વેસ્ટિગેટિવ વિંગ દ્વારા જે વિગતો મળી ત્યાર બાદ ઇન્કમ ટેક્સ રિટર્નની વિગત વાર ચકાસણી કરેલ છે.
  • એક બેન્ક ખાતું નાણાકીય વર્ષ દરમ્યાન જ ખોલી અને ત્યાર બાદ મોટા વ્યવહારો કરી બંધ કરી નાંખવામાં આવે તે પણ શંકા ઉપજાવે તે ચોક્કસ છે.
  • અધિકારી દ્વારા કરવામાં આવેલ રી-ઓપેનિંગ યોગ્ય છે.

કોર્ટનો ચુકાદો:

  • કોઈ પણ કેસ રી ઓપન કરતાં પહેલા અધિકારી માટે નીચેની શરતો પૂર્ણ કરવી જરૂરી બને છે
  • 1. આકારણી અધિકારીને એ માનવનું કારણ હોય કે કોઈ આવક આકારણીમાંથી બચી ગઈ છે.
  • 2. આ આવક આકારણીમાંથી કરદાતાની વિગતો દર્શાવવામાં થયેલ ભૂલ કે ચૂક ના કારણે બચી ગઈ છે.
  •  આ કેસના રી-ઓપનિંગના કારણો જોઈ અમે એ નિર્ણય ઉપર આવીએ છીએ કે અધિકારી દ્વારા કરવામાં આવેલ રી-ઓપનિંગ યોગ્ય છે.
  • આ કેસમાં કોઈ સ્કૃટીની હાથ ધરવામાં આવેલ નથી. કરદાતા દ્વારા આ પ્રકારના ઊંચા મૂલ્યોના વ્યવહારો બાબતે ડિપાર્ટમેંટનું ધ્યાન દોરવું જરૂરી હતું.
  • કરદાતાની દલીલ કે તેમણે કોંપ્યુટેશનમાં બેન્ક એકાઉન્ટ દર્શાવેલ હતું તે માની શકાય નહીં.
  • અધિકારી પાસે કરદાતાનો કેસ રી-ઓપન કરવા પૂરતી વિગતો છે અને રી ઓપેનિંગ યોગ્ય રીતે કરવામાં આવેલ છે.
  • આ રિટ પિટિશન આથી ડિસમિસ કરવામાં આવે છે.
error: Content is protected !!