ઇન્કમ ટેક્સ રિફંડ ઉપર વ્યાજ ખરેખર રિફંડ ચૂકવવામાં આવેલ હોય ત્યાં સુધી લાગુ પડે: ITAT જયપુર

Spread the love
Reading Time: < 1 minute

માત્ર 143(1) હેઠળ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા આદેશ પસાર કરવામાં આવે તો વ્યાજની જવાબદારી પૂરી થાય નહીં:

તા. 05.09.2022: ઇન્કમ ટેક્સ અપેલેટ ટ્રાઈબ્યુનલની જયપુર બેન્ચ દ્વારા એક મહત્વનો આદેશ પસાર કરતાં ઠરાવ્યું છે કે ઇન્કમ ટેક્સ હેઠળ રિફંડ ઉપર વ્યાજ ચૂકવવાની જવાબદારી ખરેખર રિફંડ ચૂકવવામાં આવે ત્યાં સુધી ચાલુ રહે. કરદાતા મંગલમ આર્ટ્સ દ્વારા પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી રિફંડ માંગવામાં આવ્યું હતું. ઇન્કમ ટેક્સની કલમ 143(1) હેઠળ 21.11.2019 ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. કરદાતાને આ રિફંડ 11.06.2020 ના રોજ જમા મળ્યું હતું. ઇન્કમ ટેક્સની કલમ 143(1) હેઠળ ના આદેશમાં 01.04.2018 થી 30.11.2018 સુધી વ્યાજ ગણી કરદાતાને ચૂકવવામાં આવ્યું હતું. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 244A હેઠળ જ્યારે કોઈ કરદાતાને રિફંડ ચૂકવવાનું થાય ત્યારે આકારણી વર્ષના પ્રથમ દિવસથી જે દિવસે રિફંડ ચૂકવવામાં આવે ત્યાં સુધી વ્યાજ ચૂકવવાની જોગવાઈ છે. બન્ને પક્ષોની દલીલ સાંભળી ITAT જયપુર બેન્ચના માનનીય જ્યુડિશિયલ સભ્ય શ્રી સંદીપ ગોસેંઇન તથા એકાઉન્ટ મેમ્બર શ્રી કમલેશ રાઠોડ દ્વારા મહત્વનો આદેશ આપી ઠરાવવામાં આવ્યું હતું કે માત્ર 143(1) હેઠળ ઇંટીમેશન આપવામાં આવે તે મહિના સુધીનું જ વ્યાજ ગણવામાં આવે તે યોગ્ય નથી. ઇન્કમ ટેક્સની કલમ 244A હેઠળ રિફંડ ખરેખર ચૂકવવામાં આવે ત્યાં સુધી વ્યાજ ચૂકવવું જરૂરી બને છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!