રિવોકેશનની અરજી અગાઉ રિજેક્ટ થઈ હોય તેવા કરદાતા પણ ફરી કરી શકે છે અરજી: જી.એસ.ટી.એન. નો મહત્વનો ખુલાસો

Spread the love
Reading Time: < 1 minute

પોર્ટલ ઉપર રિવોકેશન અરજી કરવામાં આવી શરૂ

તા. 31.08.2021:  જી.એસ.ટી. હેઠળ નોટિફીકેશન 34/2021 દ્વારા નોંધણી દાખલો રદ થયો હોય તેવા કિસ્સામાં રિવોકેશન અરજી કરવાની મુદત 01 માર્ચ 2020 થી 31 ઓગસ્ટ 2021 સુધીમાં પડતી હોય તેના માટેની રિવોકેશન કરવાની મુદતમાં વધારો કરી  30 સપ્ટેમ્બર 2021 કરી આપવામાં આવી છે. આ વધારેલી મુદત માટેની અરજી કરવાની સગવડ હાલ જી.એસ.ટી. પોર્ટલ ઉપર શરૂ કરી આપવામાં આવી છે. આજે જી.એસ.ટી.એન. દ્વારા આ રિવોકેશન અરજી અંગે મહત્વનો ખુલાસો આપવામાં આવ્યો છે. આ ખુલાસા મુજબ નોટિફિકેશન દ્વારા વધારાની મુદતનો લાભ હાલ અધિકારી પાસે પેન્ડિંગ હોય તેવી અરજીઓ તથા અગાઉ અધિકારી દ્વારા રદ્દ થઈ હોય તેવી રિવોકેશનની અરજીઓને પણ લાગુ પડશે. આમ, કોઈ કરદાતા દ્વારા અગાઉ રિવોકેશનની અરજી કરવામાં આવી હોય અને કોઈ કારણોસર આ અરજી અધિકારી દ્વારા રદ્દ કરવામાં આવી હોય તો પણ કરદાતા ફરી રિવોકેશન માટેની અરજી કરી શકશે. જો કે આ રિવોકેશન માટેની વધારાની મુદતનો લાભ માત્ર એવા કરદાતાઑને મળશે જેમનો જી.એસ.ટી. નંબર સતત ત્રણ હપ્તાના રિટર્ન કસૂરદાર હોવાના કારણે કારણે રદ કરવામાં આવ્યા હોય અથવા નોંધણી દાખલો ધરાવવા જવાબદાર ના હોવાના કારણે અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા હોય. રિવોકેશન માટે વધારાની મુદતના કારણે ઘણા કરદાતાઓને ફાયદો થશે અને એકંદરે જી.એસ.ટી. રેવન્યુમાં પણ વધારો થઈ શકે છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!
18108