સર્ટીફાઇડ આકારણી આદેશના જોડવા જેવી સામાન્ય ટેકનિકલ ક્ષતિના કારણે અપીલ રદ્દ કરી શકાય નહીં: ઓરિસ્સા હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

Important Judgements with Tax Today

Shree Jagannath Traders             Vs          Commissioner of State Tax, Orrissa & Others

Writ Petition No. 15061/2021

Order Dt. 7th June 2021


કેસના તથ્યો:

  • આકારણી અધિકારી દ્વારા 18 ઓગસ્ટ 2020 ના રોજ એક આદેશ પસાર કરવામાં આવ્યો હતો.
  • આ આદેશ ઓનલાઈન એ જ દિવસે અપલોડ કરવામાં આવ્યો હતો.
  • આમ, કરદાતા માટે 18 ઓગસ્ટ 2020 ના આદેશ સામે અપીલ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર 2020 હતી.
  • કરદાતા દ્વારા 13 નવેમ્બર 2020 ના રોજ અપીલ ફાઇલ કરી આપવામાં આવી હતી.
  • આ અપીલ ફાઇલ કરવામાં કરદાતા દ્વારા અધિકારીએ જે ઓનલાઈન આદેશ અપલોડ કર્યો હતો તે જોડવામાં આવ્યો હતો. અધિકારી દ્વારા કરવામાં આવેલ આદેશની સર્ટીફાઇડ કોપી આ અપીલમાં જોડવામાં આવેલ ના હતી.
  • જી.એસ.ટી. નિયમોના નિયમ 108(3) હેઠળ આકારણી આદેશની સર્ટીફાઇડ કોપી જોડવી જરૂરી છે.
  • કરદાતા દ્વારા આ સર્ટિફાઇડ આકારણી આદેશ ચેક 21 માર્ચ 2021 ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો.
  • આ સર્ટીફાઇડ આદેશ રજૂ કરવામાં અપીલ દાખલ કરવાની મુદતથી 3 મહિના અને 21 દિવસનું મોડુ થયેલ હોય અપીલ અધિકારી (એડી કમી. સ્ટેટ ટેક્સ-અપીલ) દ્વારા આ ડીલે કોંડોન કરવામાં આવ્યો ના હતો અને કરદાતાની અપીલ દફતરે કરી નાંખવામાં આવી હતી.

કરદાતા તરફે દલીલ:

  • કરદાતાના વકીલ કે જેમના દ્વારા અપીલ ફાઇલ કરવામાં આવી હતી તેઓ અપીલ ફાઇલ કર્યા પછી સેલ્ફ ક્વારંટાઈન હતા.
  • કરદાતા દ્વારા સર્ટીફાઇડ નહીં પરંતુ આકારણી આદેશ જોડવામાં તો આવ્યો જ હતો.
  • કોરોનાના કપરા કાળમાં આ પ્રમાણે ટેકનિકલ કારણોસર અપીલ રદ કરી શકાય નહીં.
  • આ પ્રકારે જેન્યુઇન કારણો હોય, કોવિડની મુશ્કેલી હોય, અપીલ અધિકારી દ્વારા જી.એસ.ટી. કાયદાની કલામ 107(4) ની સમયમર્યાદાથી મોડી હોવા છતાં અપીલ ચલાવવી જોઈએ.

કોર્ટનો ચુકાદો:

  • કરદાતા દ્વારા રજૂ કરવામાં આવેલ કારણો માનવમાં આવે તેવા છે.
  • કોરોનાના આ કપરા કાળમાં આ પ્રકારેણ નાની વિધિગત ક્ષતિના કારણે અપીલ ચલાવવામાં ના આવે તો એ યોગ્ય ન્યાયના ગણાય.
  • હાલ જ્યારે કોર્ટો અને ટ્રાઈબ્યુનલ મર્યાદિત રીતે કામ કરતી હોય ત્યારે અપીલ અધિકારીની જવાબદારી આ અંગે ઔર વધુ થઈ જાય છે.
  • અપીલ અધિકારી દ્વારા 10 માર્ચ 2021 ના રોજ અપીલની સમય મર્યાદાના કારણે રદ કરવામાં આવેલ આદેશ આથી રદ કરવામાં આવે છે.
  • આ અપીલ ફરી તથ્યોના આધારે સાંભળી આદેશ કરવા અપીલ અધિકારીને જણાવવામાં આવે છે અને આ બાબતે 04 ઓક્ટોબર સુધીમાં આદેશ કરવા પણ ઠરાવવામાં આવે છે.
  • કોર્ટનું ધ્યાન એ તરફ પણ દોરવામાં આવ્યું હતું કે આ પ્રકારે ઘણા કેસોમાં સર્ટીફાઇડ કોપીના કારણે ઘણા કેસોની અપીલ નામંજૂર કરવામાં આવી છે.
  • આ બાબતે પણ અપીલ અધિકારીઓને આ સાથે જણાવવામાં આવે છે કે જ્યાં સુધી ટ્રાઇબ્યુનલ અને હાઇ કોર્ટ કોરોનાના કારણે મર્યાદિત રીતે કાર્ય કરી રહી હોય ત્યારે સર્ટિફાઇડ કોપીના સ્થાને જે તે પક્ષકારોના વકીલના વેરિફિકેશન વાળી ડાઉનલોડેડ કોપી ચલાવવામાં આવે.

(સંપાદક નોંધ: આ ચુકાદો આમ તો આ કેસના તથ્યો આધારિત છે. પરંતુ આ ચુકાદામાં જી.એસ.ટી. કાયદામાં પ્રસ્થાપિત સમય મર્યાદા કરતાં વધારે “ડીલે કોંડોન કરવામાં આવ્યો છે. હાલ એ માન્યતા મોટાપ્રમાણમાં પ્રવર્તે છે કે કોઈ ટ્રાઈબ્યુનલ હોય કે કોર્ટ જી.એસ.ટી. કાયદાની કલમ 107 હેઠળ આપેલ સમય મર્યાદા તથા વધારાની સમય મર્યાદાથી વધુ “ડીલે કોંડોનેશન શક્ય નથી. પરંતુ આ કેસમાં માનનીય ઓરિસ્સા હાઇકોર્ટ દ્વારા યોગ્ય કારણો હોવાના કારણે અપીલ કરવામાં ડીલે કોંડોન કરવામાં આવ્યો છે. આ ચુકાદો ડીલે કોંડોનેશન વાળા કેસો માટે ઉપયોગી બનશે.)   

ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!
18108