નિયમ 37A. સપ્લાયર દ્વારા ટેક્સની ચુકવણી સરકારી તિજોરીમાં ન કરવાના કિસ્સામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનું રિવર્સલ 30 નવેમ્બર સુધીમાં કરવું જરૂરી
BY – DARSHIT SHAH
GST કાયદો આવ્યો ત્યાર થી સરકાર કાયદામાં અવારનવાર ફેરફાર કરતી રહે છે. જેમાં થી એક મોટો સુધારો જે નોટિફિકેશન No.26/2022 Central Tax Dated 26Th December ૨૦૨૨ ના નોટિફિકેશન વતી કરવામાં આવ્યો છે. ઓક્ટોબર 2023 થી વેચનાર વેપારી વેચાણ પરનો વેરો GSTR 3B પત્રક વતી ભર્યો નહિ હોય તો ખરીદનાર વેપારીએ તેના પર લીધેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવી પડશે. જ્યાં વેચનાર વેપારી દ્વારા જે તે મહિના નું GSTR 1 તો ફાઈલ કરી દીધું છે પણ તેના પર નો વેરો ભરવા માટે GSTR ૩B પત્રક નાણાકીય વર્ષના અંત પછી સપ્ટેમ્બરના 30મા દિવસ સુધી ફાઈલ નહિ કર્યું હોય તેવા કિસ્સા માં ખરીદનાર વેપારીએ મજરે માંગેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવાની જવાબદારી આવશે.
ચાલો એક ઉદાહરણની મદદથી આને સમજીએ: તમારા સપ્લાયરએ તમને માર્ચ – 2023 દરમિયાન વેચાણ કર્યું છે જેના માટે એક ઇન્વૉઇસ (INV -01) બિલ નંબર ઇસ્યુ કરેલ છે. તેઓએ 11મી-એપ્રિલ -૨૦૨૩ ના રોજ માર્ચ 2023 મહિના માટે તેમનો GSTR 1 ફાઇલ કરેલ હતું . આ ઈન્વોઈસ તમારા GSTR 2B માં પ્રતિબિંબિત થાય છે. તદનુસાર, તમે માર્ચ – 2023 ના મહિના માટે GSTR 3B માં ઇનપુટ ટેક્સ ક્રેડિટ આ બિલ માટે મજરે માંગી હતી. હવે દરેક વેપારી કે તેમના એકોઉંનટંટ વેચનાર વેપારી એ GSTR 3B પત્રક ભર્યું છે કે નહિ તે ચકાશતા નથી હોતા. ઉલ્લેખનીય છે કે આટલી બધી ચકાશણી કોણ કરે ? ઉપરાંત, આ વ્યવહારિક રીતે શક્ય નથી. હવે આ સપ્લાયરએ પોતાનું GSTR 3B પત્રક આજ ની તારીખ સુધી માં ભરેલ નથી.
હવે સમજીયે કાયદા ની કલમ ૧૬(૨)(સી)
Section 16(2) – Notwithstanding anything contained in this section, no registered person shall be entitled to the credit of any input tax in respect of any supply of goods or services or both to him unless-
(c) subject to the provisions of section 41, the tax charged in respect of such supply has been actually paid to the Government, either in cash or through utilisation of input tax credit admissible in respect of the said supply.
એટલેકે વેચનાર વેપારી દ્વારા વસૂલવામાં આવેલ કર ખરેખર સરકારને ચૂકવવામાં આવ્યો છે, કાં તો રોકડમાં અથવા પુરવઠાના સંદર્ભમાં યોગ્ય ઇનપુટ ટેક્સ ક્રેડિટના ઉપયોગ દ્વારા. હવે ખરીદનાર વેપારી માટે તોહ તે ખરેખર રીતે શક્ય નથી કે કોઈ વેપારી એ વેચેલા માલ પર વેરો ભર્યો છે કે નહિ તે ચકાશવું, હા હાલ પૂરતું જી.એસ.ટી. ના પોર્ટલ પર જઈ ને એ ચેક કરી શકે છે કે વેચનાર વેપારી એ GSTR 3B ભરેલ છે કે નહિ, જે ઘણું સમય માંગી લે તેવું કામ છે. જી.એસ.ટી ના પોર્ટલ પર આ માટે કોઈ પણ સરળ ફેસિલિટી આપવામાં આવી નથી કે જેના થકી વેપારી વર્ગ કે ટેક્સ કોન્સલટન્ટ આને સરળતા થી ચકાશી શકે.
વધુમાં જો ખરીદનાર વેપારી એ આવી લીધેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ 30મી નવેમ્બર 2023 પેહલા GSTR 3B પત્રક વતી રિવર્સ કરી દીધી હશે તોહ તેના પર કાયદા ની કલામ ૫૦ અંતર્ગત ઇન્ટરેસ્ટ ભરવાની જવાબદારી નહિ આવે. આ ઉપરાંત વેચનાર વેપારી દ્વારા આવું GSTR 3B પત્રક ફાઈલ કરી દેવામાં આવશે તોહ ખરીદનાર વેપારી આવી રિવર્સ કરેલી ઇનપુટ ક્રેડિટ ફરી કલેઇમ કરી શકશે.