ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરદાતાઓને પડી રહી છે આ મુશ્કેલીઓ!! આ મુશ્કેલીઓ દૂર કરવી છે જરૂરી…

Spread the love
Reading Time: 3 minutes

By Bhavya Popat 

દેશની પ્રગતિમાં કરદાતાઓનો ફાળો રહેલો છે. એ ઇન્કમ ટેક્સ ભરતા કરદાતાઓ હોય કે ગ્રાહકો પાસેથી જી.એસ.ટી. વસૂલ કરી સરકાર સુધી પહોચડતા કરદાતા હોય, આ કરદાતાઓ દ્વારા ભરવામાં આવતા વેરાના કારણે જ દેશ સમાજઉપયોગી યોજના લાગુ કરી શકે છે. પ્રધાનમંત્રી મોદી સાહેબની એક મહત્વની ઝુંબેશ પૈકી એક ઝુંબેશ “Honouring the Honest” ગણવામાં આવે છે. પ્રમાણિક કરદાતાઓને યોગ્ય સન્માન આપવા માટે તેઓ દ્વારા સરકારી તંત્રને તાકીદ કરવામાં આવી છે. પરંતુ હાલ અમુક સમસ્યા એવી છે જે સમસ્યાઆ કારણે કરદાતાનું સન્માન તો દૂર તેઓ ઘણા પરેશાન થઈ રહ્યા છે. આજે આ લેખમાં સામાન્ય કરદાતાઓની સમસ્યાનો મુદ્દો ઉજાગર કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  1. Aadhar-PAN લીકમાં પડી રહેલી મુશ્કેલીઓ:

કરદાતાઓ માટે Aadhar-PAN લિન્ક કરવું ફરજિયાત બની ગયું છે,. મોટાભાગના કરદાતાઓ દ્વારા પોતાના Aadhar, PAN સાથે લીક કરી આપવામાં આવ્યા છે. પરંતુ અમુક કરદાતાઓ કે જેઓના નામ ફેરના કારણે, જન્મ તારીખ ફેરના કારણે કે અન્ય કોઈ કારણે Aadhar-PAN સાથે લિન્ક નથી થઈ રહ્યા તેઓ હાલ ખૂબ પરેશના થઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે. અમુક ખાસ પુરાવાઓના અભાવના કારણે Aadhar અથવા PAN માં સુધારો કરવો શક્ય બની રહ્યો નથી. ઉદાહરણ તરીકે ઘણા કરદાતાઓને Aadhar-PAN લિન્કના થવાનું કારણ એ છે કે તેઓની Aadhar કાર્ડમાં જન્મતારીખ ખોટી આવે છે. Aadhar કાર્ડમાં જન્મ તારીખ સુધારવા જન્મનો દાખલો જરૂરી છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આ સુધારા માટે માન્ય ગણાતું નથી. આવા સંજોગોમાં ઘણા કરદાતા એવા છે કે જેઓ પાસે જન્મતારીખનો દાખલો નથી. આ દાખલો કઢાવવા લાંબી વિધિ કરવી પડે તેમ છે. આ કારણે તેઓ Aadhar-PAN લિન્ક કરવી શકતા નથી.

આ મુશ્કેલી નિવારવા, આવા કરદાતાઓને ઇન્કમ ટેક્સ ઓફિસમાં રૂબરૂ હજાર થઈ “બાયોમેટ્રિક” પદ્ધતિ દ્વારા PAN-Aadhar લિન્કની સગવડ આપવામાં આવે તે જરૂરી છે. આ સિવાય PAN કે Aadhar માં સુધારા કરવા વિશેષ કેમ્પ કરવામાં આવે તે પણ જરૂરી છે. આ સિવાય PAN કે આધારના સુધારામાં અમુક પુરાવાઓની સૂચિમાં સુધારો કરવામાં આવે તો પણ આ સમસ્યા દૂર થઈ શકે છે.

          2.કરદાતાના રિફંડમાં Aadhar-PAN લિન્કના કારણે પડી રહી છે તકલીફો:

Aadhar-PAN લિન્ક ના હોવાના કારણે કરદાતાઓના રિફંડ બેન્ક ખાતામાં જમા થઈ શકતા નથી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા આ રિટર્ન પ્રોસેસ થઈ જાય છે પરંતુ આ રિફંડ કરદાતાઓના બેન્ક ખાતામાં જમા થઈ શકતો નથી. રિટર્ન પ્રોસેસ થઈ ગયું હોવાથી કરદાતાને રિફંડ ઉપર વ્યાજ મળતું બંધ થઈ જાય છે.

          3. TDSTCS કરવા જવાબદાર કરદાતાઓને પડી રહી છે મુશ્કેલીઓ : 

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અમુક નિયત ચુકવણી કરનાર કરદાતા TDS (ટેક્સ ડીડકટેડ એટ સોર્સ) કરવા જવાબદાર બને છે. આવી રીતે અમુક નિયત રકમ મેળવનાર કરદાતા TCS (ટેક્સ કલેકટેડ એટ સોર્સ) કરવા જવાબદાર કરદાતાઓને હાલ ખૂબ મુશ્કેલી પડી રહી છે. આવા કરદાતાઓ જ્યારે કોઈ વ્યક્તિના સામાન્ય દરે TDS કે TCS કરે છે ત્યારે જે તે વ્યક્તિના Aadhar-PAN લિન્કના હોવાના કારણે TDS-TCS  સિસ્ટમ દ્વારા ઊચા દરે વેરો ગણી નાખવામાં આવે છે. આ કારણે આવા TDS-TCS કરદાતાઓના કેસમાં મોટી ડિમાન્ડ ઊભી થઈ હોવાના અનેક દાખલા છે. ભવિષ્યમાં જ્યારે જે તે વ્યક્તિ પોતાનો PAN-Aadhar લિન્ક કરવી લે ત્યારે પણ જ્યાં સુધી TDS-TCS કરદાતા આ રિટર્ન કરેકશન રિટર્ન ફાઇલ નથી કરતાં ત્યાં સુધી આ ડિમાન્ડ ઘટાડવામાં આવતી નથી. જમીનીસ્તરે આ મુશ્કેલીઆ કારણે અનેક TDS-TCS કરદાતાઓમાં ખોટી ડિમાન્ડ રહી જવાની શક્યતાઓ લાગી રહી છે. આ બાબતે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી સરળ ભાષામાં એડવાઈઝરી બહાર પાડવામાં આવે તે જરૂરી છે.   

         4. કરદાતાના રિફંડમાં બેન્ક વેલીડેશન કરવામાં પડી રહી છે મુશ્કેલીઓ:

ઇન્કમ ટેક્સ હેઠળ જે કરદાતાઓએ રિફંડ લેવાનું થાય છે તેઓ દ્વારા પોતાનું બેન્ક એકાઉન્ટ ઇન્કમ ટેક્સના પોર્ટલ ઉપર વેલિડેટ કરવાનું રહેતું હોય છે. આ બેન્ક વેલિડેશન કરાવવામાં અનેક તકલીફો પડી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. નાનામોટા અનેક કારણોસર આ બેન્ક વેલિડેશનમાં તકલીફો પડી રહી છે. ખાસ કરીને સહકારી બેન્ક (કો. ઓપ. બેન્કો) માં વેલીડેશન કરાવવું વધુ મુશ્કેલ રહેતું હોય છે. આ બાબતે જરૂર છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા આ અંગે સરળ ભાષામાં એડવાઈઝરી બહાર પાડવામાં આવે.    

Honouring the Honest ના બદલે ક્યારેક પ્રમાણિક કરદાતાઓ વિધિગ્ત મુશ્કેલીઓના કારણે “Torturing the Honest” થતું હોય તેવી માન્યતા ઊભી થતી હોય છે. છેલ્લા અમુક વર્ષોમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટના વિધિગ્ત માળખામાં ચોક્કસ સુધારો થયો છે. પરંતુ ઘણા એવા મુદ્દાઓ છે જેમાં હજુ કરદાતાને રાહત આપવી જરૂરી બને છે.

( આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 27.11.2023 ના રોજ પ્રકાશિત થયેલ છે . ) 

1 thought on “ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરદાતાઓને પડી રહી છે આ મુશ્કેલીઓ!! આ મુશ્કેલીઓ દૂર કરવી છે જરૂરી…

  1. Income Tax Department do not validate even account with nationalize Bank. One of my client is having SB account with PNB. PAN and Aadhar are already linked with the SB account. Assessee is trying to validate and nominate this SB account by logging to e filling portal since last 2 years but every time Income tax e filling portal instead of validating put it as failed bank account. assessee is not able to apply for refund reissue due to the reason that account is not validated account. Reason why a valid bank account with even nationalized bank is not validated is not known to assessee. Department should disclose the reason to the concerned assessee for considering his bank account as failed for validation

Comments are closed.

error: Content is protected !!