એક થી વધુ ઘર ખરીદવામાં આવ્યા હોય તો પણ કરદાતાને ઇન્કમ ટેક્સ હેઠળ કલમ 54 ની કરમુક્તિનો લાભ મળે: દિલ્હી ટ્રિબ્યુનલ (આકારણી વર્ષ 2013 14 માટે)

Spread the love
Reading Time: 2 minutes

ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) ની દિલ્હી બેંચે એક કેસમાં આદેશ કરતાં જણાવવામાં આવ્યું છે કે 3 અલગ-અલગ રહેણાંક મકાનોની ખરીદીના સંદર્ભમાં ઇન્કમ ટેક્સ હેઠળ કલમ 54 હેઠળની મુક્તિ મળવાપાત્ર છે. કરદાતા સુનંદન કુમાર મિનોચાએ 4 એકમો ધરાવતા 4 ફ્લેટ બનાવ્યા હતા. આ ચાર ફ્લેટ પૈકી દરેક માલ ઉપર એક ફ્લેટ આવેલ હતો. નાણાકીય વર્ષ 1995-96માં આ ચાર ફ્લેટ ખરીદવામાં આવ્યા હતા. આ 4 એકમોમાંથી, કરદાતાએ વર્ષ દરમિયાન 3 એકમોનું વેચાણ કર્યું હતું. આ ફ્લેટના વેચાણથી લાંબા ગાળાના મૂડી નફો ઉદભવ્યો હતો.  આ મિલ્કત સામે કરદાતાએ ત્રણ નવી રહેણાંકી મિલ્કત ખરીદી હતી. આ મૂડી નફા સામે કરદાતાએ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 54 હેઠળ કરમુક્તિનો દાવો કર્યો હતો. જેના પરિણામે લાંબા ગાળાનો મૂડી લાભ ‘શૂન્ય’ થયો છે. AO એ અવલોકન કર્યું કે કરદાતાએ શહેરના 3 અલગ અલગ સ્થળોએ તેના 3 એકમોની વેચાણની આવકનું રોકાણ કર્યું છે અને તેથી, 54 હેઠળ કપાત ઉપલબ્ધ થાય નહીં. આ માટે કારણ દર્શાવતા આકારણી અધિકારી “a residential house” શબ્દ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.  તેઓના માટે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 54 એ માત્ર એક રહેણાંક મકાનમાં કરવામાં આવેલ રોકાણ સંદર્ભે ઉપલબ્ધ છે. આકારણી અધિકારી દ્વાર આ નિર્ણય માટે વિવિધ ચુકાદાઓ તથા ફાઇનાન્સ એક્ટ, 2014ની સમજૂતી નોંધને ધ્યાનમાં લેવામાં આવી હતી. આકારણી અધિકારી 1,04,86,714/-ની ત્રણ પૈકી સૌથી ઊંચી કિંમત ધરાવતા માત્ર એક ફ્લેટ સુધી કપાતનો દાવો મર્યાદિત કર્યો અને તે મુજબ, તેમણે રૂ. 49,62,490/- ની રકમની કરમુક્તિ નામંજૂરનું કરવામાં આવી હતી. આ સામે કરદાતા દ્વારા કમિશ્નર અપીલને આપીલ કરવામાં આવી હતી. પ્રથમ અપીલ નામંજૂર થતાં કરદાતા દ્વારા દિલ્હી ટ્રાઈબ્યુનલ સમક્ષ અપીલ કરવામાં આવી હતી.  દિલ્હી ટ્રાઈબ્યુનલે ઠરાવ્યું હતું કે “એક રહેણાંક મકાન” (a residential house) અભિવ્યક્તિને એક અર્થમાં સમજવાની છે કે મકાન રહેણાંક હોવું જોઈએ અને “રહેણાંક” શબ્દને એક વચન તરીકે તેનું અર્થઘટન થવું જોઈએ નહીં. બીજી બાજુ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની દલીલ એ હતી કે “એક રહેણાંક મકાન” ને એક રહેણાંક મકાન તરીકે ગણવામાં આવવું જોઈએ અને કાયદામાં લાવવામાં આવેલો સુધારો w.e.f. 01.04.2015 માત્ર સ્પષ્ટીકરણ છે. ટ્રાઈબ્યુનલના પ્રેસિડેન્ટ, જી.એસ.પાનુ અને ન્યાયિક સભ્ય અમિત શુક્લાએ આ મહત્વની બાબત ઉપર ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે કરદાતા 3 અલગ-અલગ રહેણાંક મકાનોની ખરીદી અને ફાઇનાન્સ એક્ટ, 2014 માં લાવવામાં આવેલા સુધારાના સંદર્ભમાં 54 હેઠળ મુક્તિના દાવા માટે પાત્ર છે. ફાઇનન્સ એક્ટ 2014 થી લાવવામાં આવેલ સુધારો એ 01.04.2015 થી લાગુ પડશે. આકારણી વર્ષ 2013 14 એટ્લે કે કરદાતાના કિસ્સામાં આ સુધારો લાગુ પડશે નહીં. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!