સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 01st January 2022

Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.

જી.એસ.ટી.
1. અમારા અસીલનું જી.એસ.ટી. રિટર્ન શરતચૂક્થી “ઓટો પોપ્યુલેટ” આંકડા મુજબ અપલોડ થઈ ગયું છે. આ વાર્ષિક રિટર્નમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની રહી ગઈ છે. હવે અમારી પાસે શું વિકલ્પ રહે? શું અમારા અસીલને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં કોઈ પ્રશ્ન ઊભો થઈ શકે?
જવાબ: જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન રિવાઈઝ કરવાનો કોઈ વિકલ્પ નથી. હવે આ બાબતે “પ્રેક્ટિકલી” માત્ર એક સાચું રિટર્ન ભરી “જયુરીસડીકશન ઓફિસ” માં ઇનવર્ડ કરવવાનો વિકલ્પ રહેલો છે. જો કે GSTR 3B દ્વારા ક્લેઇમ કરવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વાર્ષિક ખોટું ભરવાના કારણે રોકી શકે નહીં તેવો અમારો મત છે.

 

2. અમારા અસીલ માલિકી ધોરણે બાંધકામનો ધંધા ધરાવે છે. તેઓ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે. બાંધકામ પૂર્ણ થતાં હજુ તેઓ પાસે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બચી રહે છે. શું આ ક્રેડિટ પોતાના નવા ધંધામાં તબદીલ કરી શકે? શું આ રકમ નું રિફંડ મળી શકે?                                    શાહિદભાઈ એકાઉન્ટન્ટ, પાલનપુર
જવાબ: ના, હાલના બાંધકામના ધંધાની બચી રહેલી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓએ રિવર્સ કરવાની રહે. અન્ય ધંધામાં તબદીલ થાય નહીં. Re Aristo Bullion Pvt Ltd (GST AAR Gujarat) માં ઠરાવ્યા મુજબ જુદો “બિઝનેસ વર્ટીકલ” હોય ત્યારે તથા બન્ને ધંધા વચ્ચે સામ્યતા પુરવાર ના કરવામાં આવે ત્યારે અન્ય ધંધામાં આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તબદીલ થઈ શકાય નહીં. આ ઉપરાંત આ જમા ક્રેડિટનું રિફંડ પણ મળે નહીં તેવો અમારો મત છે.

 

3. જી.એસ.ટી. હેઠળ કોઈ કરદાતાને રિટર્ન સ્કૃટીની તથા આકારણીની નોટિસ ડિપાર્ટમેંટ દ્વારા કેટલા સમયમાં આપવાની રહે?         જિગ્નેશભાઈ ધ્રુવ, ધોરાજી
જવાબ: જી.એસ.ટી. કાયદાની કલમ 73(10) હેઠળ વાર્ષિક રિટર્નની મુદતથી ત્રણ વર્ષ સુધીમાં આકારણી આદેશ પસાર કરવાનો થાય છે. આ આદેશ પસાર કરવાની મુદતથી 3 મહિના પહેલા નોટિસ આપવી ફરજિયાત છે, એટ્લે કે વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની મુદતના 2 વર્ષ અને 9 માહિનામાં નોટિસ આપવી ફરજિયાત બને. દરમ્યાન તથા કરચોરીના કિસ્સામાં જી.એસ.ટી. કાયદાની કલમ 74(10) હેઠળ વાર્ષિક રિટર્નની મુદતથી પાંચ વર્ષ સુધી આકારણીનો આદેશ પસાર કરવો ફરજિયાત બને. આ માટેની નોટિસ છ મહિના પહેલા એટલે કે વાર્ષિક રિટર્નની મુદતથી 4 વર્ષ અને 6 માહિનામાં આપવી ફરજિયાત છે.

ખાસ નોંધ:
મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.

error: Content is protected !!