સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવરે પ્રસિદ્ધ થશે) 27 TH December 2021

Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના



ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે.

જી.એસ.ટી.

  1. જી.એસ.ટી. હેઠળ કલમ 73(9) માં CGST હેઠળ પેનલ્ટી 10% લાગે કે CGST,SGST તથા IGST ત્રણે થઈને 10% લાગે? આ જ કલમ માં આવેલ 10000/- ની મર્યાદા ત્રણે કાયદાની થઈ ને 10000/- ગણવાની રહે કે ત્રણે કાયદા હેઠળ 10,000/- એટ્લે કે કુલ 30,000/- ગણવાની રહે?                                                                               જિગ્નેશ ધ્રુવ, ધોરાજી

જવાબ:જી.એસ.ટી. હેઠળ કલમ 73(9) હેઠળ આપવામાં આવેલ 10% ની મર્યાદા એ કાયદા દીઠ ગણાય. જે કાયદા હેઠળ ટેક્સનું માંગણું ઉપસ્થિત થાય તે ટેક્સ દીઠ ગણવાનું રહે. આમ,CGST+SGST બન્ને હેઠળ અથવા IGST હેઠળ 10% અથવા 10000/- પ્રતિ કાયદાની મર્યાદા લાગુ પડે.

      2. ઇ ઇંવોઇસ બનાવ્યા પછી કોઈ કારણોસર જે તે ઇ ઇંવોઇસ 24 કલાક બાદ રદ કરવાનું થાય તો શું કોઈ વિકલ્પ કરદાતા                 પાસે રહેલ છે?            જિગ્નેશ ધ્રુવ, ધોરાજી

જવાબ: ઇ ઇંવોઇસ બનાવ્યા પછી 24 કલાક બાદ “કેન્સલ” કરવાનો કોઈ વિકલ્પ રહે નહીં. આ માટે ક્રેડિટ નોટ આપવાનો વિકલ્પ જ વેચનાર પાસે રહે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલનો ધંધો કાલા-કપાસનો વેપાર કરવાનો છે. સ્ટેશનરી, ચા પાણી ખર્ચ જેવા ખર્ચ અમો બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી વાઉચર દ્વારા કરીએ છીએ. શું આ ખર્ચ પર RCM ભરવાની જવાબદારી આવે?            હેમંગીનીબેન શેઠ, હળવદ

જવાબ: ના, સ્ટેશનરી, ચા પાણી ઉપર બિન નોંધાયેલ વ્યક્તિને કરવામાં આવેલ ચુકવણી ઉપર RCM ની જવાબદારી આવે નહીં.

  1. અમારા અસીલ વેટમાંથી જી.એસ.ટી માં માઈગ્રેટ થયેલ છે. તેઓ દ્વારા સ્ટોક બાબતે ક્રેડિટનું TRANS 1 ફોર્મ ભરેલ નથી પરંતુ GSTR 3B માં સ્ટોકની ઈન્પુટ ટેક્સ ક્રેડિટની રકમ દર્શાવેલ છે. શું તેઓને વેટ હેઠળ આ જમા રકમનું રિફંડ મળે?                                                                                                                                       નિમેશ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: હા,Trans 1 ના ભરેલ હોય તેવા સંજોગોમાં વેટ દરમ્યાન જમા રકમનું રિફંડ વેટ હેઠળ મળી શકે. પરંતુ GSTR 3B દ્વારા માંગવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ DRC 03 દ્વારા વ્યાજ સાથે રિવર્સ કરવાની રહે તેવો અમારો મત છે.

ખાસનોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગેના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવાનો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરાના દર અંગેના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છેઆ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણીશકોછો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડેને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકોને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડેને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકોને વિનંતી કે એક્સપર્ટ્સનો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. ગુરુવાર સુધી આવેલા પ્રશ્નોના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના શનિવારે પ્રસિદ્ધ કરવામાંઆવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

ખાસ નોંધ: વાંચકોની માંગને ધ્યાને રાખીને 01 જાન્યુઆરી 2022 થી ટેક્સ ટુડેની આ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે” ની આ કૉલમ દર સોમવારના બદલે દર શનિવારે પ્રસિદ્ધ થશે. આ માટેના પ્રશ્નો ગુરુવાર સુધી મોકલી આપવા. 

error: Content is protected !!