SME ચેમ્બર ઓફ ઈન્ડિયા દ્વારા નાના તથા મધ્યમ ધંધાકીય એકમોને માર્ગદર્શન આપતો સેમિનારનું રાજકોટ ખાતે આયોજન
રાજકોટના ઉદ્યોગકારોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો જાપાન જેવી પ્રગતિ થઈ શકે છે: કે. ટી. પટેલ, રાષ્ટ્રીય વાઇસ પ્રેસિડંટ, SME ચેમ્બર
તા. 05.02.2022: સમગ્ર ભારતમાં અસ્તિત્વ ધરાવતા SME ચેમ્બર ઓફ ઈન્ડિયા દ્વારા રાજકોટ ખાતે નાના (SME) તથા મધ્યમ (MSME) ધંધાકીય એકમોને માર્ગદર્શન આપવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજનમાં સરકારના વિવિધ વિભાગોના ટોચના અધિકારીઓ, વિવિધ બેન્કના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉપસ્થિત ઉધોગકારો તથા ધંધાદારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉત્પાદકો, એક્સપોર્ટર, વેપારીઓના વિવિધ પ્રશ્નના સમાધાન અધિકારીઓ, બેન્કના અધિકારીઑ, ઈન્સ્યોરન્સ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
SME ચેમ્બરના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રકાંત સાલુંન્ખે દ્વારા સેમિનારમાં જણાવવામાં આવ્યું હતું કે SME ચેમ્બર એ સમગ્ર ભારતમાં SME તથા MSME ને મદદ કરવાની નેમ ધરાવે છે. ગુજરાતના તમામ ઉદ્યોગકરો તથા વેપારીઓને SME ચેમ્બર સાથે જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સંસ્થાના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી જયેન્દ્ર તન્ના દ્વારા તમામ વેપારીઓને સાથે મળી રાજનૈતિક તથા વૈચારિક મતભેદ વગર વેપાર ઉદ્યોગની પ્રગતિ માટે સાથે કામ કરવા અપીલ કરવામાં આવી હતી. સેમિનારમાં અંદાજે 175 થી વધુ ઉદ્યોગકરો-વેપારીઓ એ ભાગ લીધો હતો. રોનક પલાણ, કો-એડિટર, ટેક્સ ટુડે