ગુજરાત સેલ્સ ટેક્સ બાર તથા ભાવનગર સેલ્સ ટેક્સ બારના સંયુક્ત ઉપક્રમે ટેક્સેશન વિષય ઉપર ભાવનગર ખાતે સેમિનારનું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો. તથા ધ ભાવનગર સેલ્સ ટેક્સ બાર એસો. દ્વારા ભાવનગર ખાતે 2017 18 ની નોટિસ તથા વાર્ષિક રિટર્ન અંગે રમેશ એન શાહ જ્ઞાનોદય કાર્યેક્રમ યોજાયો:

તા. 18.12.2023: ગુજરાતના સૌથી મોટા જી.એસ.ટી. પ્રેકટિશનર્સના એસોસીએશન ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો દ્વારા ભાવનગર સેલ્સ ટેક્સ બાર એસો. ના સંયુક્ત ઉપક્રમે રમેશ એન. શાહ જ્ઞાનોદય કાર્યેક્રમનું આયોજન 16 ડિસેમ્બર 2023 ના રોજ શ્રીજી ગાર્ડન રેસ્ટોરન્ટ, ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અમદાવાદના જાણીતા ટેક્સ એડવોકેટ સમીરભાઈ સિદ્ધપુરીયાએ નાણાકીય વર્ષ 2017 18 માટે કરદાતાઓ ને આપવામાં આવેલ નોટિસના જવાબ આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2022 23 ના GSTR 9 માં ભરવાના થતાં વાર્ષિક રિટર્ન તથા 9C અંગે ઉપસ્થિત સભ્યોને માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો. ના પ્રમુખ જયેશભાઇ શાહ, ઉપપ્રમુખ શૈલેષભાઈ મકવાણા, સેક્રેટરી પ્રિતેશભાઇ ગાંધી, ખજાનચી નિખિલભાઈ શાહ, સંસ્થાના એજ્યુકેશન કમિટીના કનવેનર બાલમુકુન્દભાઈ શાહ, શશાંકભાઈ મીઠાઈવાલા, ભાવનગર સેલ્સ ટેક્સ બાર એસો ના પ્રમુખ અનિલભાઈ ટેકવાની સહિતના આગેવાનો તથા સમગ્ર રાજ્યમાંથી ટેક્સ પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારના કનવેનર તરીકે ભાવનગરના જાણીતા ટેક્સ એડવોકેટ ભરતભાઈ શેઠએ રહ્યા હતા. ભવ્ય પોપટ, ટેસ્ક ટુડે.

error: Content is protected !!
18108