હાલોલ ખાતે ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ના વિષયો ઉપર સેમીનાર યોજાયો

Spread the love
Reading Time: 2 minutes

27.02.24: તારીખ 26/02/2024 ના રોજ ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલટન્ટ, ટેક્સ પ્રેકટીશનર્સ એસોસિએશન હાલોલ તેમજ લઘુ ઉદ્યોગ ભારતી હાલોલ એકમ ના સંયુક્ત ઉપક્રમે ડાયરેક્ટ અને ઇન્ડિરેક્ટ ટેક્સિસ માટેનો સેમિનાર હાલોલ મુકામે ઘ્વનિત બેંક્વિટ હોલમાં થયેલ જેમાં બહોળી માત્રામાં હાલોલ તેમજ હાલોલની આસપાસ ના વેપારી વર્ગ તેમજ ઉદ્યોગકારોએ ભાગ લીધેલ. એ.જી.એફ.ટી.સી. ના ચેરમેન શ્રી રવી શાહ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સીએ વિશ્વેશ શાહ, એજીએફટીસી સેક્રેટરી અમિત સોની તથા અન્ય હોદ્દેદારો, લઘુ ઉદ્યોગ ભરતીના હોદ્દેદારો તેમજ ટેક્સ પ્રેકટીશનર્સ એસોસિએશન હાલોલના આયોજકો વતી સીએ કેતન શાહ, સીએ રાજેશ જૈન, સીએ નયન શાહ, શશીકાંત શાહ તેમજ અન્ય હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. આ સેમિનારમાં અમદાવાદથી આવેલ બાહોશ વક્તાઓ શ્રી સમીરભાઈ સિદ્ધપુરીયા તેમજ શ્રી રૂપેશભાઈ શાહ દ્વારા વિષયની તલશ્પર્શી સરળ શબ્દો માં રજુઆત કરી દરેક ભાગ લેનાર સભ્યોને છેક સુધી જકડી રાખ્યા હતા. સવિશેષ આ પ્રકારના ટેક્ષેશન સેમીનાર નું Youtube પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જે હાલોલ માટે પ્રથમ વાર હતું. અમિત સોની, ટેક્સ ટુડે

error: Content is protected !!