નડિયાદ ખાતે ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ના વિષયો ઉપર ઓલ ગુજરાત ફેડરેશન તથા ટેક્સ પ્રેકટિશનર્સ એસો. નડિયાદના સંયુક્ત ઉપક્રમે સેમિનારનું આયોજન
તા. 10.07.2023: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ અને ધ ટેક્ષ પ્રેક્ટિશનર એસોસિએશન નડિયાદ ના સંયુક્ત ઉપક્રમે ઈન્ક્મટેક્સ અને જીએસટી કાયદા અન્વયે હોટલ મેંગો કોટયાર્ડ ખાતે બીજો મોફીસીયલ સેમિનાર યોજાયો. આ સેમિનારના મોફીસીયલ કમિટી ચેરમેન પ્રફુલભાઇ શાહ,એજીએફટીસી પ્રમુખ સીએ રવી શાહ, ટીપીએ પ્રમુખ અમિત પંચાલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ર્ડો સીએ વિશ્વેશ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ સુનિલભાઈ શાહ એજીએફટીસી મંત્રી શ્રીધર શાહ, ટીપીએ મંત્રી પ્રેમલ શાહ, વક્તાશ્રી હારિત ધારીવાલ, સમીર સિદ્ધપુરિયા ના વરદ હસ્તે ઉદઘાટિત કરેલ. આ પ્રસંગે ટેક્ષ વ્યવસાયિઓ રોજિંદા અપડેટ માટે ચેરમેન પ્રફુલ શાહ અને પ્રમુખ સીએ રવી શાહ, મંચ સજ્જ મહાનુભાવો હસ્તે માસિક બુલેટીન ” ટેક્ષ પલ્સ ” પ્રકાશિત કરવામાં આવેલ..
ઇન્કમટેક્સ વિષય અન્વયે નવા ટેક્ષ ઓડિટ રિપોર્ટ અને નવા રિટર્ન ફોર્મ ફાઇલિંગ કરવા બાબત વક્તા શ્રી હરિત ધારીવાલ અને જીએસટી વિષય અન્વયે હાલમાં જીએસટી ઓડિટ નોટિસ ની પૂર્તતા બાબત પર શ્રી સમીર સિદ્ધપુરિયા એ ઉમદા અને રસપ્રદ વક્તવ્ય આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે એજીએફટીસી પાસ્ટ પ્રેસિડેન્ટ એડવોકેટ ર્ડો ધ્રુવેન શાહ, સહમંત્રી અમિત સોની, ટ્રેઝરર મૌલિક પટેલ, મિતીશ મોદી, ચેતન ગજ્જર આમ બંને એસોસિએશનના કારોબારી સભ્યો, જનરલ સભ્યો અમદાવાદ, સુરત, આણંદ, નડિયાદ, ગોધરા, કપડવંજથી ૧૦૦ થી વધુ ટેક્ષ વ્યવસાયિઓ મોટી સંખ્યામાં જોડાઈને આ સેમિનાર ને સફળ બનાવેલ. અમિત સોની, ટેક્સ ટુડે, નડિયાદ