બી.એમ. નાંડોળા સંકૂલ ભાચા ખાતે “વુમન હેલ્થ અવેરનેસ” સેમિનાર યોજાયો: ડો આશિષ વકીલ તથા ડો અલ્કા વકીલ દ્વારા આપવામાં આવ્યું માર્ગદર્શ્ન

Spread the love
Reading Time: 2 minutes

તા. 18.02.2023: શ્રી. બી. એમ. નાંડોળા શૈક્ષણિક સંકુલ ભાચા જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત નવી વિચારધારા અને આગવા આયોજન માટે સમગ્ર વિસ્તારમાં ક્યાત્નમ છે. તેમના દ્વારા ૧૭/૦૨/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ ભાચા, ભડીયાદર, મેન, ધોકડવા, વાજડી, કાંધી, પડા તથા આજુબાજુના વિસ્તારની ધોરણ ૮ થી કોલેજ સુધીની વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સબંધિત “Seminar on Women Health Awareness” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સામાન્ય રીતે આપણા સમાજમાં સ્ત્રીઓના શારીરીક કે અંગત પ્રશ્નો બાબતે ચર્ચા કરવાનું ટાળવામાં આવતું હોય છે તથા તેમના અંગત પ્રશ્નો પ્રત્યે પૂરું ધ્યાન આપવામાં આવતું નથી જેને લઈને આગળ જતા પુખ્તવયની દીકરીઓને અંગત રોગો, માસિકસ્ત્રાવ, ગર્ભધારણમાં તકલીફ તથા અનેક સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. જેના માટે ઘણી વખત માતા અને દીકરી વચ્ચેના મીત્રતા ભર્યા સબંધોનો અભાવ પણ જવાબદાર છે. ત્યારે નાંડોળા સંકુલ દ્વારા આ પ્રસગે વિદ્યાર્થીનીઓને તેમની માતા સાથે આમંત્રીત કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમના માર્ગદર્શક તરીકે ગુજરાતના નામાંકિત સ્ત્રીરોગ નિષ્ણાંત તથા ગાયનેકોલોજિસ્ટ ક્ષેત્રમાં ખુબ મોટું નામ ધરાવતા વાત્સલ્ય હોસ્પિટલના ડોક્ટર અલ્કાબેન વકીલ તથા ડોક્ટર આશીષભાઈ વકીલ દ્વારા સ્ત્રીઓ સબંધિત માસિકસ્ત્રાવ, સ્ત્રાવ દરમ્યાન રાખવાની ચોક્સાઇ તથા ચોક્ખાય, પુખ્તવય દરમ્યાન થતા શારીરિક બદલાવો, ગર્ભધારણને લગતી બાબતો, પોષણ યુક્ત આહારનું મહત્વ જેવા વિવિધ વિષયો પર ખુબ સરળ ભાષામાં માર્ગદર્શન આપવામા આવેલ હતું. આ તકે વિદ્યાર્થીનીઓ અને તેમની માતાઓના વિવિધ પ્રશ્નોનું સંતોષકારક રીતે નિવારણ કરેલ હતું. આ પ્રોગ્રામના અંતે સંસ્થાના પ્રતિનિધિ દ્વારા વિદ્યાર્થીનીઓ તથા માતાઓને “માં-દીકરી” કરતા “માતા એક મીત્ર” ના સબંધથી બંધાય તે બાબત પર વિશેષ ભાર આપવા જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે સંકુલ દ્વારા તજજ્ઞો તથા આમંત્રિત તમામ મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સેમિનારનું આયોજન સંસ્થાના હિતેશભાઈ કિડેચા તથા તેમની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું.

4 thoughts on “બી.એમ. નાંડોળા સંકૂલ ભાચા ખાતે “વુમન હેલ્થ અવેરનેસ” સેમિનાર યોજાયો: ડો આશિષ વકીલ તથા ડો અલ્કા વકીલ દ્વારા આપવામાં આવ્યું માર્ગદર્શ્ન

 1. Yes definitely it was very helpful seminar for women who are suffering from health issue and some woman’s issue . .. speaker dr.ashish vakil & dr.alka vakil is a great personality and great knowledge posses which gives in the seminar .

  Special Thanks give to B.M.Nandola education campus – Bhacha who are conduct this wonderful seminar who help to lots of people …
  I know very well this institute is engaged in many productive works and education is on great level .
  So I request to all people who read my comment once time visit a bhacha institute … you will get definitely a great experience ..

 2. 🙏🏻ટેક્ષ ટુડે ના ચીફ એડીટરશ્રી ભવ્યભાઇ પોપટના સંકલન થકીજ આ કાર્યક્રમને યોગ્ય સ્વરૂપ મળેલ છે. આ તકે ભવ્યભાઇનો પુનઃ હદય પુર્વક ખુબ ખુબ આભાર.💐

  1. Thanks for kind words. It is you and Team Vatsalya coordination that has helped a very good cause

 3. ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે
  સંકુલ દ્વારા દીકરીઓ ના સ્વાસ્થ્ય માટે સારું આયોજન કરાયું છે
  સંસ્થા હંમેશા માટે વિદ્યાર્થી ના વિકાસ માટે કંઇક ને કંઇક નવું આયોજન કરે છે અને આવતા સમય માં પણ કરશે. સંકુલ ના વિશાળ મેદાન અને સુવિધા થી સજ્જ અને અનુભવી શિક્ષકો દ્વારા સારું શિક્ષણ આપવામાં આવે છે
  વિદ્યાર્થી ને મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવે છે.

Comments are closed.

error: Content is protected !!