દીવ નજીક ફ્લેમિંગો રિસોર્ટ ખાતે ટેક્સ ટુડે “ગ્રૂપ ડિસકશન” યોજાયું

Spread the love
Reading Time: 2 minutes

તા. 17.02.2023: દીવ નજીક આવેલ ફ્લેમિંગો ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે બે દિવસીય ટેક્સ ટુડે ગ્રૂપ ડિશકશનનું આયોજન તારીખ 4 તથા 5 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યેક્રમના ગાઈડ તરીકે અમદાવાદના જાણીતા CA અને ટેક્સ ટુડે એક્સપર્ટ મોનીષ શાહ, જેતપુરના જાણીતા એડવોકેટ લલિત ગણાત્રા દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત પોરબંદરના જાણીતા CA દિવ્યેશ સોઢા દ્વારા “વર્ચ્યુલ મોડ” ઉપર ગાઈડ તરીકે સેવા આપી હતી. આ ગ્રૂપ ડિસકશનમાં ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. માં બજેટમાં સૂચવેલ સુધારા અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાગ લેનાર સભ્યો દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નો ઉપર આ ગ્રૂપ ડિસકશનમાં સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રશ્નો ઉપર ગાઈડ દ્વારા પોતાના આખરી મંતવ્યો આપવામાં આવ્યા હતા. આ કાર્યેક્રમમાં  જુનાગઢ, વેરાવળ, જેતપુર, રાજકોટ,  વલસાડ તથા ઉનાના ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.

error: Content is protected !!