ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે ટેકસેશન અંગે યોજાયો સેમિનાર

Spread the love
Reading Time: < 1 minute

એસોસિએશનના પૂર્વ પ્રમુખોને કરવામાં આવ્યા સન્માનિત. ગુજરાત હાઈકોર્ટે ના જજ શ્રી વિનીત કોઠારી રહ્યા ખાસ હાજર

તા.16.08.2021: ગુજરાતના ટેક્સ એડવોકેટના એકમાત્ર એસોસિએશન ટ્વિક્સ એડવોકેટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ફેર આકારણી ના વિષય ઉપર એક ખાસ સેમિનારનું આયોજન ડબલ ટ્રી હિલ્ટન હોટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મુંબઈના જાણીતા એડવોકેટ દેવેન્દ્ર એચ. જૈન દ્વારા સેવા આપવામાં આવી હતી. ફેર આકારનીના નિયમોમાં આવેલ સુધારાઓ અંગે ડેલીગેટ્સને માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં સંસ્થાના તમામ પૂર્વ પ્રમુખો તથા વરિષ્ઠ સભ્યો ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સેમિનારનો લાભ 120 જેટલા સભ્યો દ્વારા લેવામાં આવ્યો હતો. સેમિનારનો સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પ્રતીક પટેલ, કોન્ફરન્સ ચેરમેન વારીશ ઈશાની તથા તેમની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!
18108