સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 16th August 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી
- જી.એસ.ટી. પોર્ટલ ઉપર હાલ કરદાતાના લૉગિન ડેશબોર્ડ પર “એગ્રીગેટ ટર્નઓવર” દર્શાવવામાં આવી રહ્યું છે. શું છે આ એગ્રીગેટ ટર્નઓવર? શું આ ટર્નઓવરમાં આપણે વિગત નાંખવી જરૂરી છે? જો “ઓટો પોપ્યુલેટ” ફિગર્સ માં કોઈ ભૂલ હોય તો સુધારવી ફરજિયાત છે? વિજય પ્રજાપતિ
જવાબ: જી.એસ.ટી. પોર્ટલ ઉપર હાલ જે “એગ્રીગેટ ટર્નઓવર” દર્શાવવામાં આવી રહ્યું છે તે કરદાતાનું PAN બેઝ ટર્નઓવર છે. આ ટર્નઓવરમાં એકજ PAN ઉપર લેવામાં આવેલ GSTIN ના સપ્લાયનો સરવાળો કરવામાં આવે છે. આ સિસ્ટમ બેઝ ઓટો જનરેટ થાય છે, કરદાતાએ કોઈ વિગતો નાંખવાની રહેતી નથી. પરંતુ જો આ ઓટો જનરેટ થયેલ આંકડામાં કોઈ ભૂલ હોય તો સુધારવું હિતાવહ છે, ફરજિયાત નથી તેવો અમારો મત છે.
- અમારા અસીલ શ્રીફળ, મોરસ, ઘઉંનો લોટ જેવી મોટાભાગે કરમુક્ત વસ્તુના વેચાણ સાથે સંકળાયેલ છે. આ વસ્તુઓ ખરીદવા જે ટ્રાન્સપોર્ટેશન ફ્રેઇટ લાગે તેના ઉપર (કરમુક્ત) હોવા છતાં RCM ની જવાબદારી આવે? સુરેશભાઇ, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: હા, કરમુક્ત હોવા છતાં ટ્રાન્સપોર્ટેશનની સેવા (GTA) ઉપર RCM ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
- અમારા અસીલ શ્રીફળ, મોરસ, ઘઉંનો લોટ જેવી મોટાભાગે કરમુક્ત વસ્તુના વેચાણ સાથે સંકળાયેલ છે. આ વસ્તુઓ ખરીદવા જે ટ્રાન્સપોર્ટેશન ફ્રેઇટ લાગે છે. અમુક ટ્રાન્સપોર્ટર કનસાઈનમેંટ નોટ આપે છે અને અમુક માત્ર સાદું બિલ જ આપે છે. શું આ બન્ને ઉપર RCM ની જવાબદારી આવે? સુરેશભાઇ, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: ના, જે વ્યવહારમાં કનસાઈનમેંટ નોટ આપવામાં આવી હોય તેવા વ્યવહાર જ જી.એસ.ટી. હેઠળ GTA ગણાય અને તેવા વ્યવહાર ઉપર RCM ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
- શ્રીફળ (નારિયળ) ને એગ્રીકલ્ચર પ્રોડ્યુસ ગણી શકાય? સુરેશભાઈ ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: હા, શ્રીફળ ઉપર કોઈ પણ વધારાની પ્રક્રિયા કરવામાં આવતી નથી અને અમારા મતે શ્રીફળ એ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ ગણાય.
- GSTR 1 માં સુધારા (એમેંડમેંટ) કરવા કાયદામાં યોગ્ય સમય આપવામાં આવ્યો છે. આ પ્રકારે ઇ વે બિલમાં પણ આ સુધારાની અસર આપી શકીએ? જો હા તો કેવી રીતે? મીત ઉપાધ્યાય
જવાબ: ના, ઇ વે બિલની વેલીડિટી પૂરી થાય પછી તેમાં કોઈ સુધારો કરવો શક્ય નથી. આમ, GSTR 1 દ્વારા કરવામાં આવતા એમેંડમેંટની જેમ ઇ વે બિલમાં સુધારો કરવો શક્ય નથી તેવો અમારો મત છે.
- અમારા અસીલ ફોરેન બાયરને ભારત માંથી માલ સપ્લાયની તમામ સુવિધા પૂરી પાડે છે. આ સેવામાં માલની ખરીદી કરવી, એક્સપોર્ટ માટે વિધિઓ કરવી, અન્ય દેશમાં માલ મોકલવા સહાયભૂત થવાની પ્રવૃતિ કરવામાં આવે છે. શું આ પ્રકારની અમારી વાર્ષિક રિસીપ્ટ 20 લાખથી વધુ હોય તો જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત બને? આ પ્રકારની સર્વિસ એક્સપોર્ટ ઓફ સર્વિસ ગણી શકાય? જો જી.એસ.ટી. લાગુ પડે તો કેટલા ટકા દરે લાગુ પડે? મોહિત જાદવ, રાજકોટ
જવાબ: આપના અસીલની આ સેવા “ઇન્ટરમીડીયરી” સેવા ગણાય, એક્સપોર્ટ ઓફ સર્વિસ ગણાય નહીં. આ પ્રકારની સેવા પૂરા પાડનાર વ્યક્તિ “એજન્ટ” ગણાય અને જીએસ.ટી. કાયદાની કલમ 24(vii) હેઠળ કોઈ પણ ટર્નઓવરની મર્યાદા વગર નોંધણી દાખલો મેળવવા જવાબદાર બને. IGST કાયદાની કલમ 13(8) નીચે આવી સેવામાં સપ્લાયરનું લોકેશન જ પ્લેસ ઓફ સપ્લાય બને અને CGST 9% તથા SGST 9% લાગુ પડે.
- અમારા અસીલ કપાસ તથા કપાસિયાની ખરીદી કરે છે. આ પૈકી તેઓ કપાસિયાનું પીલાણ કરી તેમાંથી વોશ તેલ(કરપાત્ર) અને કપાસિયા ખોળ (કરમુક્ત) નું ઉત્પાદન કરે છે. અમારા અસીલ ક્યારેક સાથે કપાસ ખરીદી તેનું વેચાણ(કરપાત્ર) પણ કરે છે. તો જ્યારે ઈન્પુટ ટેક્સ ક્રેડિટની રિવર્સલની ગણતરી કરવાની થાય ત્યારે કુલ વેચાણ તરીકે કપાસ સહિતનું વેચાણ ધ્યાને લેવું જોઈએ કે માત્ર વોશ તેલ તથા કપાસિયા ખોળનું વેચાણ ધ્યાને લેવું જોઈએ? મોહિત જાદવ, રાજકોટ
જવાબ: આ પ્રકારના કિસ્સામાં જી.એસ.ટી. નિયમ 42(1) મુજબ કુલ ટર્નઓવર તરીકે કપાસ સહિતનું ટર્નઓવર ગણવાનું રહે તેવો અમારો મત છે.
- અમારા અસીલ માલની ડિલિવરી કરવા પોતાના વાહનનો ઉપયોગ કરતાં હોય છે. તેઓ પાસે જે માલ છે તે અલગ અલગ વેપારીઓનો હોય છે અને જે તે વેપારીના બિલની રકમ 50000 થી ઓછી થતી હોય છે. પરંતુ એકંદરે કુલ માલની રકમ 2 લાખ જેવી થતી હોય છે. શું તેઓએ ઇ વે બિલ બનાવવું ફરજિયાત બને? મોહિત જાદવ, રાજકોટ
જવાબ: આવા વ્યવહાર માટે જી.એસ.ટી. નિયમ 138(7) હાલ નોટિફાય ના થઈ હોય ઇ વે બિલ બનાવવું ફરજિયાત ના રહે પરંતુ કોઈ પણ વિવાદમાં ના પડવા, શક્ય હોય તો ઇ વે બિલ બનાવવું ચોક્કસ હિતાવહ રહે તેવો અમારો મત છે.
:ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિતિ થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.