જી.એસ.ટી. પોર્ટલ ઉપર કોઈ સગવડ ઉપલબ્ધ ન હોય તેના લીધે કરદાતા એ ભોગવવું પડે તે યોગ્ય નથી: આલ્હાબાદ હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

વિદ્યુત મજદૂર કલ્યાણ સમિતિ વી. યુ.પી. રાજ્ય અને અન્યો

કોર્ટ: અલ્હાબાદ હાઇકોર્ટ

રિટ પિટિશન નંબર 638/2020, આદેશ તારીખ: 18.01.2021

કેસના તથ્યો:

  • અરજ્કર્તા એક રજિસ્ટર્ડ મંડળી હતી.
  • તેઓએ જી.એસ.ટી. નોંધણી મેળવી હતી.
  • છ મહિનાથી વધુ સમયના જી.એસ.ટી. રિટર્ન (3B) ન ભરવાના કારણે તેમનો નોંધણી દાખલો રદ શા માટે ના કરવો તે અંગેની શો કોઝ નોટિસ 22.08.2019 ના રોજ જી.એસ.ટી. પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવી હતી અને 7 દિવસમાં જવાબ રજૂ કરવા કરદાતાને જણાવવામાં આવ્યું હતું.
  • અરજ્કર્તા આ સાત દિવસ દરમ્યાન પોર્ટલ ઉપર લૉગિન થયા ન હતા.
  • શો કોઝ નોટિસનો કોઈ જવાબ ન આપવામાં આવતા અરજ્કર્તાનો નોંધણી દાખલો રદ્દ કરવામાં આવ્યો હતો.
  • અરજદાર દ્વારા રિવોકેશનના સમય દરમ્યાન પણ કોઈ કાર્યવાહી ના કરી હોય મેન્યુલ અપીલ કરવામાં આવી હતી.
  • આ અપીલમાં નંબર પુનઃ સ્થાપિત કરવા આદેશ કરવામાં આવ્યો હતો.
  • જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા અપીલ આદેશ હોવા છતાં જી.એસ.ટી. પોર્ટલ ઉપર આવી કોઈ સગવડ નથી તે કારણે નોંધણી દાખલો શરૂ કરી આપવામાં આવ્યો ન હતો.
  • આ સામે કરદાતા દ્વારા રિટ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી.

કરદાતા તરફે દલીલ:

  • નોંધણી પુનઃ સ્થાપનાનો આદેશ જી.એસ.ટી. પોર્ટલ ઉપર અમલી બન્યો નથી.
  • અરજ્કર્તા માટે જી.એસ.ટી. પોર્ટલ “ઇન એક્ટિવ” બની ગયેલ છે.
  • જી.એસ.ટી. ડિપાર્ટમેંટને અરજ્કર્તાનો નોંધણી દાખલો “રિસ્ટોર” કરવા “મેંડામસ ઇસસ્યું” કરવામાં આવે.
  • જી.એસ.ટી. નેટવર્કને કરદાતાના તમામ ટેબ “એક્ટિવ” કરવા આદેશ કરવામાં આવે.
  • જી.એસ.ટી. નેટવર્કને પોર્ટલની તમામ ત્રુટિઑ દૂર કરવા તથા પોર્ટલને જી.એસ.ટી. કાયદા તથા નિયમોને અનુરૂપ બનાવવા આદેશ કરવામાં આવે.

 

સરકાર તરફે દલીલ:

  • શરુઆતમાં તો આ કેસના તમામ સમવાળાએ એક બીજા ઉપર રજીસ્ટ્રેશન પુનઃસ્થાપિત કરવાની જવાબદારી છે તેમ જણાવેલ હતું.
  • અંતે કરદાતાને નવો નોંધણી દાખલો લેવા જણાવવામાં આવ્યું હતું.
  • ત્યારબાદ એવી દલીલ કરવામાં આવી કે નોંધણી દાખલો રદ થવા બાદ અરાજકર્તાએ REG-12 માં રિવોકેશનની અરજી ફાઇલ કરવી જોઈએ.
  • આ રિવોકેશન અરજી સાથે કરદાતાએ જૂના બાકી રિટર્ન ભર્યાની વિગતો, ટેક્સ-વ્યાજ ભર્યાની વિગતો પણ મૂકવી જોઈએ જે કરવામાં આવ્યું નથી.
  • “મેન્યુલ રિસ્ટોરેશન” થઈ શકે નહીં અને આ કારણે “રિટ પિટિશન” ડિસમિસ કરવામાં આવે.
  • અરજ્કર્તા દ્વારા ખોટી રીતે “એડિશનલ કમિશ્નર” પાસે આ નોંધણી દાખલો રદ થયા અંગેની ઉગ્ર ફરિયાદ કરેલ.

 

હાઇકોર્ટનો આદેશ:

  • ઉપરોક્ત દલીલ છતાં કોર્ટના એક પ્રશ્ન કે “કે કમિશ્નર દ્વારા નોંધણી દાખલો પુનઃ સ્થાપિત કરવાનો આદેશ કેવી રીતે અયોગ્ય કે ગેરકાયદેસર છે?” તે અંગે કોઈ ખુલાસો આ કેસના સામેવાળા આપી શક્ય ન હતા.
  • યોગ્ય સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલ ચુકાદો એ ન્યાયિક આદેશ ગણાય અને તે માનવમાં ન આવી શકે તેવી દલીલ સ્વીકારી કરી શકાય નહીં.
  • જો જી.એસ.ટી. ડિપાર્ટમેંટ અને જી.એસ.ટી.એન. ની દલીલ માનવમાં આવે તો એ ન્યાય માટે ઉચિત નહીં ગણાય.
  • જો પોર્ટલ ઉપર આ પ્રકારે નોંધણી દાખલો રિસ્ટોર કરવાની સગવડના આપવામાં આવી હોય તે કરદાતાનો વાંક નથી.
  • આ પ્રકારની સગવડ ચાલુ કરવાની જવાબદારી જી.એસ.ટી. પોર્ટલ તથા જી.એસ.ટી. ડિપાર્ટમેંટની છે.
  • આ સગવડ ન હોવાના કારણે કરદાતાને મુશ્કેલી પડે તે ના ચાલે.
  • આમ, આ રિટ પિટિશન મંજૂર રાખી જી.એસ.ટી. ડિપાર્ટમેંટને અપીલ આદેશ ધ્યાને લઈ અરજ્કર્તાનો જી.એસ.ટી. નંબર આ આદેશની પ્રમાણિત નકલ મળ્યાના 10 દિવસમાં રિસ્ટોર કરવા આદેશ કરવામાં આવે છે.
  • આ બાબતે તમામ સમવાળા એક બીજાને સહકાર આપે તેવી પણ સૂચના આપવામાં આવેલ છે.

(સંપાદક નોંધ: જી.એસ.ટી પોર્ટલની ખામીના કારણે ઘણીવાર કરદાતા હેરાન થતાં હોય છે. આ પ્રકારના કેસોમાં આ ચુકાદો ખૂબ ઉપયોગી બનશે)

error: Content is protected !!