નડિયાદ ખાતે બજેટ 2021 ઉપર યોજાયો સેમિનાર

તા. 08.02.2021: આજરોજ ધ ટેક્ષ પ્રેકટીશનર એસોસિએશન નડીઆદ અને નડિયાદ સીએ સીપી સ્ટડી ના સંયુક્ત ઉપક્રમે જલાશ્રય રિસોર્ટ ખાતે ડાયરેક્ટ ટેક્ષ પર સીએ પલક પાવાગઢી આવકવેરા કાયદા માં સુપર સિનિયર સીટીઝન ને રિટર્ન ભરવાની મુક્તિ , કેપિટલ ગેઇન અંગે, ચેરિટેબલ ટ્રસ્ટો માં થયેલ ફેરફાર ની માહિતી અંગે અવગત કર્યા હતા. ઈનડાયરેક્ટ પર સીએ પિયુષભાઇ પંચાલ જીએસટી માં ક્રેડિટ લેવાના બદલાવ, ઈ વે બીલમાં ભૂલને કારણે માલ જપ્તી અને દંડ ના આકરા પગલા અંગે, વિવિધ ક્લબ દ્વારા મેમ્બર્સને પુરી પાડવામાં આવતી સેવા પર જીએસટી લાદવામાં જોગવાઈની વિસ્તૃત ચર્ચા અંગે પરીસંવાદ યોજાયો હતો. જેમાં ટેક્ષ એસોસિએશન પ્રમુખ તારક પટેલ, સીએ એસોસિએશન ના પ્રકાશભાઈ શાહ, કારોબારી સભ્યો, અમિત સોની વી. ખાસ હાજર રહ્યા હતા. બન્નેસંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવેલ હતો. અમિત સોની, ટેક્સ ટુડે, નડિયાદ