સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 24th July 2021

Spread the love
Reading Time: 4 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ


જી.એસ.ટી

  1. અમારા અસીલ દ્વારા તેમનો જી.એસ.ટી. નંબર સ્વૈચ્છીક રીતે નંબર રદ કરાવેલ હતો. હવે તેમને ફરી જી.એસ.ટી. નંબરની જરૂર છે. શું આ રદ કરાવેલ નંબર ફરી શરૂ કરાવી શકાય કે નવો નંબર લેવો એ જ વિકલ્પ રહે? મયુર બારોટ, એકાઉન્ટન્ટ

જવાબ: ના, સ્વૈચ્છીક રીતે રદ કરાવેલ નંબર ફરી શરૂ કરવાની કોઈ પદ્ધતિ હાલ છે નહીં. માટે આપના અસીલ માટે નવો નંબર લેવો એ જ વિકલ્પ રહે.

  1. અમારા અસીલ 70 વર્ષના છે અને માલિકી ધોરણે જી.એસ.ટી. નંબર ધરાવે છે. તેઓ જી.એસ.ટી. હેઠળ 55000/- જેવી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ છે. તેઓ પોતાનો નંબર પોતાના પુત્રને તમામ જવાબદારી સાથે ધંધો તબદીલ કરવા ઈચ્છે છે. તો આ માટે શું વિધિ કરવાની રહે? આ ઉપરાંત જો એમના પુત્રના નામ હાલ અન્ય જી.એસ.ટી. નંબર હોય જ તો શું વિધિ કરવાની રહે?                 ધર્મેશ એન પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: આપના અસીલ તમામ જવાબદારી સાથે જો માલ તબદીલ કરવા ઇચ્છતા હોય તો પુત્રના નામે નવો જી.એસ.ટી. નંબર મેળવી, ITC-02 ફોર્મ ભરી યોગ્ય વિધિ કરી ક્રેડિટ ટ્રાન્સફર કરી શકો છો. આ માટે જી.એસ.ટી. કાયદાની કલામ 18(4) તથા નિયમ 41 જોઈ જવું. આ ઉપરાંતજો તેમના પુત્રના નામે અન્ય જી.એસ.ટી. નંબર હોય તો B2B ઇંવોઇસ દ્વારા પણ તબદીલ કરવાનો વિકલ્પ પણ રહે.    

 

  1. અમારા અસીલ અનાજ-કઠોળ ટ્રેડિંગ તથા કમિશનનો ધંધો કરે છે. તેઓ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે. શું તેઓ એર કન્ડિશનરની ખરીદી કરે તો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર છે? વિજયભાઈ આર પટેલ, ટેક્સ એડવોકેટ, વિસનગર

જવાબ: હા, સામાન્ય રીતે એર કન્ડિશનરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે. પરંતુ જ્યારે કરમુક્ત માલના વેપાર સાથે સલગ્ન હોય ત્યારે આ ક્રેડિટ લેતા પહેલા જી.એસ.ટી. નિયમ હેઠળના નિયમ 43 જોઈ જવા વિનંતી.

  1. અમારા અસીલને મગફળી પીલાણ કામકાજનો ધંધો છે. તેઓ જી.એસ.ટી. નંબર ધરાવે છે. ગ્રાહકની મગફળીનું તેલનું પીલાણ કરી તેઓને તેલ આપી દેવાનું રહેતું હોય છે. સામે મગફળીનો જે ખોળ વધે તે અમારે મજૂરી પેટે અમારા અસિલે રાખવાનો હોય છે. આ ખોળનું વેચાણ અમારા અસીલ દ્વારા કરવામાં આવતું હોય છે. આ ખોળ બાબતે અમારી શું જી.એસ.ટી. જવાબદારી આવે? વિજયભાઈ આર પટેલ, ટેક્સ એડવોકેટ, વિસનગર

જવાબ: આપના અસીલ દ્વારા ખોળ વેચી જે રકમ મેળવવામાં આવે તેના ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે. આ પીલાણમાં જી.એસ.ટી.ની એસેસેબલ રકમ નક્કી કરવા જી.એસ.ટી. કાયદાની કલમ 15 જોવાની રહે અને આ પ્રકારની સેવા માટે સામાન્ય રીતે જે વેલ્યૂ થતી હોય તે વેલ્યૂ એ આ સેવા માટેની એસેસિબલ રકમ ગણાય.  `       

  1. અમારા અસીલનું નાણાકીય વર્ષ 2019-20 નું વાર્ષિક રિટર્ન ભરાય ગયું છે. જેમાં 20 લાખ જેવી રકમ 2A સામે મિસમેચ આવે છે. હાલ પણ આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્રેડિટ લેજરમાં જમા બોલે છે. શું આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ DRC-03 દ્વારા રિવર્સ કરી આપીએ એ હિતાવહ છે? જો આ રીતે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરીએ તો વ્યાજની જવાબદારી આવે? અરવિંદ પટેલ.

જવાબ: ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જે કલમ 16 હેઠળ મળવા પાત્ર છે તે માત્ર GSTR 2 A માં નથી એના કારણે રિવર્સ કરવી જરૂરી નથી તેવો અમારો મત છે. આમ છતાં આ કેસમાં પ્રોફેશનલ મદદ લેવી જરૂરી બને છે. જો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર નથી અને લેવામાં આવેલ હોય તો ચોક્કસ રિવર્સ કરવી જરૂરી બને. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ યુટીલાઇઝના કરેલ હોય વ્યાજની જવાબદારી ના આવે એવો અમારો મત છે. પરંતુ આકારણીમાં આ વ્યાજ બાબતે તકરાર આવે તેવી સંભાવના રહેલી છે. 

  1. અમારા અસીલના જૂન 2021ના GSTR 1 માં એક ખરીદનારના 25 બિલો હતા જેના સ્થાને શરતચૂક થી અન્ય ખરીદનારના 29 બિલો B2B માં અપલોડ થઈ ગયા છે. હવે જ્યારે હું હવે પછીનું GSTR 1 ભરીશ ત્યારે 25 બિલો માં તો એમેન્ડમેંટ કરીશ પરંતુ બાકીના 4 બિલો છે તેને ડિલીટ કેવી રીતે કરવાના રહે?         ઝરીનબેન સૈયદ, એડવોકેટ, સાવરકુંડલા

જવાબ: તમારા અસીલના હવે પછીના GSTR 1 માં આ સુધારા માટેના 25 બિલો એમેન્ડ કરવા સાથે બાકીના 4 બિલો શૂન્ય રકમ સાથે એમેન્ડ કરવાના રહે તેવો અમારો મત છે. 

 

           

:ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિતિ થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!