સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)26th October 2020

Spread the love
Reading Time: 3 minutes

Experts

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

26th October 2020 Monthly Edition

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

 

  1. અમે ફેરી કરવા નિકળીએ ત્યારે અમારી પાસે ઓર્ડર નક્કી હોય અને એક વેપારીનું બિલ 50000 થી ઓછું હોય તો શું ઇ વે બિલ બનાવવું ફરજિયાત બને? માલમાં વાહન થતો કુલ માલ 50000 થી વધુ હોય છે. 
    આવી રીતે અમે જ્યારે ફેરી માટે નિકળીએ ત્યારે ક્યારેક ઓર્ડર નક્કી હોતો નથી. જ્યારે ઓર્ડર મળે ત્યારે બિલ બનાવતા હોઈએ છીએ. માલની રકમ 50000 થી વધુ હોય તો ઇ વે બિલ બનાવવું પડે?                                        એક વેપારી, ઉના

જવાબ: હા, જો વાહનમાં વહન થતાં માલનું મૂલ્ય 50000 થી વધુ હોય તો જી.એસ.ટી. હેઠળ ઇ વે બિલ બનાવવું ફરજિયાત નથી. પણ શક્ય હોય તો આ પ્રમાણે બિલ બનાવવું હિતાવહ છે. જ્યારે ખરીદનાર નક્કી હોય ત્યારે ખરીદનાર પ્રમાણે અને નક્કી ના હોય ત્યારે ફેરી દરમ્યાન લાઇન સેલનું બિલ બનાવવાનું રહે તેવો અમારો મત છે.

 

  1. જીએસટી નું વેચાણ નાણાકીય વર્ષમાં ફકત ૨૦,૦૦૦ નુ જ છે તો શું જીએસટી નંબર કેન્સલ કરવામાં માં બંધ સ્ટોક પર જીએસટી ભરવો પડે? ૩૧/૦૩/૨૦૨૦ ના રોજ ૩૦,૧૨,૧૫૦ બંધ સ્ટોક છે.                  જયેશ વનેલ, એકાઉન્ટન્ટ, સુરત

જવાબ: હા, જી.એસ.ટી. કાયદાની કલમ 29(5) હેઠળ સ્ટોકમાં રહેલ માલ ઉપર જી.એસ.ટી. ભરવો પડે. પરંતુ જો સ્ટોકમાં રહેલ માલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં ના આવેલ હોય તો આ ટેક્સ ભરવામાં મુક્તિ મળી શકે. આ જોગવાઈને વેચાણની મર્યાદા સાથે કોઈ સબંધ નથી.

 

  1. અમારો નોંધણી નંબર દીવમાં હતો. આ નંબર દાદરા નાગર હવેલી સાથે દીવ “મર્જ” થતાં 31 જુલાઇ 2020 થી સુઓ મોટો રજીસ્ટ્રેશન કેન્સલ કરી આપ્યો છે. શું આ સુઓ મોટો કેન્સલ નંબર માટે પણ શું GSTR 10 ફાઇલ કરવું પડે?                                                                                                                                                                                           કૌશલ પારેખ, દીવ

જવાબ: હા, જી.એસ.ટી. કાયદાની કલમ 45 હેઠળ જી.એસ.ટી.આર. 10 ભરવું ફરજિયાત છે.

 

  1. ટેક્સટાઇલ કાપડના વેપાર કરતી પેઢીમાં અમોએ સપ્ટેમ્બર 2018 થી માર્ચ 2019 માં રિફંડ અરજી કરી છે. ઓગસ્ટના રિફંડ માટેની અરજી કરી નથી. શું અમારે સપ્ટેમ્બર 2018 થી માર્ચ 2019 નું રિફંડ મેળવવા જુલાઇ 2018 સુધીની ક્રેડિટ રિવર્સ કરવાની રહે?                                                                                                                                  શૈલેષભાઈ જોશી, જેતપુર

 

જવાબ: જુલાઇ સુધીની ક્રેડિટ રિવર્સ કરવાની અમારા મતે રહે નહીં. આ માટે શબનમ પેટ્રોફીલ્સ પ્રા. લી (TS-575-HC-2019-NT) નો ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો જોઈ લેવા વિનંતી.

 

  1. લાઇન સેલ્સ માટે શું ડિલિવરી ચલણ આપી શકાય? શું લાઇન સેલ્સનો સમાવેશ જી.એસ.ટી. નિયમના 55(c) ના અપવાદમાં થાય છે?                                                                                                   ઇમરાન ચોરવાડા, એડવોકેટ, ઉના

જવાબ: હા, અમારા મતે જ્યારે લાઇન સેલ્સ માટે વેપારી નીકળે ત્યારે જો ખરીદનાર નક્કી ના હોય તો જી.એસ.ટી. નિયમોના નિયમ 55(1)(c) માં પડે અને ડિલિવરી ચલણ આપી શકાય છે.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!