સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 15th February 2021

Spread the love
Reading Time: 3 minutes

15th FEBRUARY 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

 

જી.એસ.ટી

  1. અમારા અસીલને ટુ વિલર કંપનીની ડિલરશિપ છે. વેચાણ બાદ ગ્રાહકને કંપની દ્વારા ફ્રી સર્વિસ કૂપન આપવામાં આવે છે. આ કૂપન દ્વારા ગ્રાહક અપરા સર્વિસ સેન્ટર ઉપર ફ્રી સર્વિસ કરાવે છે. આ અંગેનું ચૂકવણું અમને કંપની કરે છે. શું આ વ્યવહાર ઉપર જી.એસ.ટી. લાગુ પડે?                                                                                                                                                                                                                             મંથન સરવૈયા

જવાબ: હા, તમારા અસીલને કંપની પાસેથી જે રકમ આ ફ્રી સર્વિસ પેટે મળે તેના ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.

 

  1. અમારા અસીલ નાણાં ધીરધાર છે. તેઓ આ અંગેનું લાઇસન્સ પણ ધરાવે છે. તેઓ ને થતી વ્યાજ આવક, લેઇટ ફી આવક તથા ફાઇલ પ્રોસેસિંગ ફી ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે? મંથન સરવૈયા                                                                                                      

જવાબ: નાણાં ધીરધાર અસીલ માટે વ્યાજ આવક CGST નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 27 હેઠળ પડે અને કરમુક્ત આવક બને. લેઇટ ફી જો “પિનલ” વ્યાજના સ્વરૂપે હોય તો કરમુક્ત બને, પરંતુ “પેનલ્ટી” તરીકે હોય તો કરપાત્ર બને. ફાઇલ પ્રોસેસિંગ ફી ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે તેવો અમારો મત છે.

 

  1. ઇ ઇંવોઇસ ઉપર બનાવવાની થતી ક્રેડિટ તથા ડેબિટ નોટ પણ ઇલેક્ટ્રોનિક બનાવવાની થાય કે મેન્યુલ બનાવવાની થાય?                                                                                                                                                                                                                             હેમાંગીબેન શેઠ, હળવદ

જવાબ: હા, ઇ ઇંવોઇસ ઉપર આપેલ ક્રેડિટ તથા ડેબિટ નોટ પણ ઇલેક્ટ્રોનિક જ બનાવવાની રહે તેવો અમારો મત છે. ક્રેડિટ-ડેબિટ નોટ માટે પણ IRN જનરેટ કરવાનો રહે.

  1. અમારા અસીલ ફ્લિપકાર્ટ તથા એમેઝોન જેવી ઓનલાઇન કંપની દ્વારા વેચાણ કરે છે. જી.એસ.ટી.આર. 1 માં આને માત્ર B2C માંજ બતાવવાનું રહે કે અન્ય કોઈ જગ્યા એ પણ બતાવવું પડે?                                             જય રાયચૂરા, એડવોકેટ

જવાબ: ઇ કોમર્સ દ્વારા વેચાણ કરતાં કરદાતાએ નિયમો મુજબ GSTR 1 માં “B2C” માં ઇ કોમર્સ ઓપરેટર માં “Yes” વિકલ્પ પસંદ કરવાનું રહે. પરંતુ પોર્ટલ ઉપર આ સેવા હજુ એક્ટિવેટ થઈ ના હોય ઓનલાઈન વેચાણ પણ સામાન્ય B2C ની જેમ બતાવવાના રહે છે.

 

  1. અમારા અસીલ રજિસ્ટર્ડ જી.ટી.એ. પાસેથી ટ્રાન્સપોર્ટ સેવા મેળવે છે. આ જી.ટી.એ ફોરવર્ડ ચાર્જ મુજબ વેરો ઉઘરાવે છે. શું આ કિસ્સામાં પણ અમારા અસીલ દ્વારા RCM મુજબ વેરો ભરવો પડે? જય રાયચૂરા, એડવોકેટ

જવાબ: ના, જે કિસ્સામાં રજિસ્ટર્ડ જી.ટી.એ. દ્વારા ફોરવર્ડ ચાર્જ (12% લેખે) ભરવામાં આવેલ હોય તેવા કિસ્સાઑમાં RCM ભરવાની જવાબદારી આવે નહીં. આ માટે નોટિફિકેશન 22/2017 જોઈ જવા વિનંતી.

 

  1. અમારા અસીલ GTA છે. તેઓ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ છે. શું રજિસ્ટર્ડ GTA દ્વારા અનરજીસ્ટર્ડ વ્યક્તિને સેવા પૂરી પાડવામાં આવે તો ફોરવર્ડ ચાર્જ ભરવો ફરજિયાત છે? જય રાયચૂરા, એડવોકેટ

જવાબ: ના, રજિસ્ટર્ડ GTA ઉપર અનરજીસ્ટર્ડ વ્યક્તિને આપેલ ટ્રાન્સપોર્ટેશન સેવા ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી ન આવે તેવો અમારો મત છે.

 

:ઇન્કમ ટેક્સ:

  1. અમારા અસીલ દ્વારા એક મિલકત બેન્ક પાસેથી 2011 માં હરાજી દ્વારા ખરીદેલ હતી. આ અંગેનું સંપૂર્ણ ચૂકવણું પણ 2011 માં કરેલ હતું. કાયદાકીય મુશ્કેલીના કારણે સેલ લેટર હવે આવ્યો હોય, દસ્તાવેજ 2021 માં કરવાનો થાય છે. દસ્તાવેજ 50 લાખ ઉપરનો હોય TDS અંગે પ્રશ્ન ઉદભવે છે. કોઈ રકમ હાલ ચૂકવવાની ન હોય TDS ની જવાબદારી આવે?                 ઉમેશ ગુજજર, રેવન્યુ એડવોકેટ, વલસાડ

જવાબ: ના, ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 194IA હેઠળ TDS કરવાની જવાબદારી પેમેન્ટ સાથે જોડાયેલ હોય, પેમેન્ટ જ્યારે 2011 માંજ થઈ ગયું હોય TDS ની કોઈ જવાબદારી આવે નહીં તેવો મારો મત છે.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છેઆ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!