સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 08th FEBRUARY 2021

Spread the love
Reading Time: 3 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

08th FEBRUARY 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. અમારા અસીલ ગુજરાત રાજ્યમાં ખેડૂત પાસેથી મગફળી ખરીદી અન્ય રાજયમાં વેચાણ કરવા માંગે છે. શું આ પ્રકારના વ્યવહારમાં તેઓએ ઇ વે બિલ બનાવવું પડે?                                                                                                                                                    હિત લિંબાણી, કચ્છ

જવાબ: હા, તમારા અસીલને અન્ય રાજ્યમાં મગફળી વેચાણ બાબતે ઇ વે બિલ બનાવવું પડે.

 

  1. અમારા અસીલ મ્યુનિસિપાલિટી છે. મ્યુનિસિપાલિટીની દુકાનો જે ભાડે આપવામાં આવે તેના પાઘડી પેટે રકમ લેવામાં આવે છે. શું આ પાઘડી પેટે લીધેલ રકમ ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે? અમુક કિસ્સામાં ભાડે રાખનાર જી.એસ.ટી. રજિસ્ટર્ડ હોય છે અમુક કિસ્સામાં અનરજીસ્ટર્ડ, તો આનાથી કોઈ ફર્ક પડે?                                                                                                                     હેમાંગીબેન શેઠ, હળવદ                                                 

જવાબ: આ પાઘડીની રકમ સામાન્ય રીતે પરત કરવાની થતી હોતી નથી. આમ, આ એક પ્રકારનું ભાડું ગણાય અને આ પાઘડીની રકમ ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે તેવો અમારો મત છે. જો ભાડે રાખનાર એ જી.એસ.ટી. રજિસ્ટર્ડ વ્યક્તિ હોય તો RCM (રિવર્સ ચાર્જ) ભરવા પાત્ર બને અને જો અનરજીસ્ટર્ડ હોય તો ફોરવર્ડ ચાર્જ લેખે ટેક્સ ભરવા પાત્ર બને. જો આ રકમ ડીપોઝીટ સ્વરૂપે હોય અને ભવિષ્યમાં પરત કરવા પાત્ર હોય તો જી.એસ.ટી. ના લાગુ પડે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ મ્યુનિસિપાલિટી છે. તેઓ મોબાઈલ ટાવરનું ભાડું મેળવે છે. આ મોબાઈલ ટાવરનું ભાડા ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે?                                                                                                                                                       હેમાંગીબેન શેઠ, હળવદ

જવાબ: હા, આ મોબાઈલ ટાવરના ભાડા ઉપર જી.એસ.ટી. લાગુ પડે. કંપની જી.એસ.ટી. હેઠળ રજિસ્ટર્ડ હોય એટ્લે રિવર્સ ચાર્જ સ્વરૂપે જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે.

 

  1. અમારા અસીલ ફળ તથા શાકભાજી ખેડૂતો પાસેથી ખરીદી જથ્થાબંધ વેચાણ કરે છે. તેઓનું ટર્નઓવર 40 લાખ કરતાં વધુ છે. શું તેમણે જી.એસ.ટી. નંબર લેવો પડે? ઇ વે બીલ બનાવવાની જવાબદારી આવે?                                                                         પિયુષ લીંબાણી, કચ્છ.

જવાબ: ફળ તથા શાકભાજી એ કરમુક્ત હોય જી.એસ.ટી. કાયદાની કલમ 23(1) હેઠળ નોંધણી દાખલો લેવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે. સામાન્ય રીતે ઇ વે બિલ બનાવવાની જવાબદારી આવે નહીં. પરંતુ ઇ વે બિલ બનાવવામાં થી મુક્તિ આપતા જી.એસ.ટી. હેઠળ નિયમ 138 હેઠળના નોટિફિકેશન જોઈ જવા વિનંતી.

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છેઆ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!