જી.એસ.ટી. ઓડિટ દૂર કરવાથી સરકારી તિજોરીને થઈ શકે છે નુકસાન: BVSS. તમે શું આ બાબત સાથે સહમત છો??

Spread the love
Reading Time: 2 minutes

ભારતીય વિત્ત સલાહકાર સમિતિ દ્વારા જી.એસ.ટી. ઓડિટની જોગવાઈ દૂર કરવામાં આવશે તો સરકારી તિજોરી ઉપર નકારાત્મક અસર થશે તે અંગે બહાર પાડવામાં આવી પ્રેસ વિજ્ઞપ્તિ!!

તા. 04.02.2021: “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” વધે તે માટે મોદી સરકાર સતત પ્રયત્નશીલ છે. જી.એસ.ટી. ઓડિટ કરાવવાની જોગવાઈ દૂર કરવાનો પ્રસ્તાવ પણ આ તરફનો એક પગલું માનવમાં આવી રહ્યું છે. આ પ્રસ્તાવથી સરકારને નુકસાન થશે તેમ દર્શાવતી એક પ્રેસ વિજ્ઞપ્તિ ભારતીય વિત્ત સલાહકાર સમિતિ (BVSS) દ્વારા બહાર પાડવામાં આવી છે. આ પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે GSTR 9 C માં દર્શાવવામાં આવતા તફાવતના કારણે DRC-03 વડે મોટા પ્રમાણમા ટેક્સ ભરવામાં આવ્યો છે. જો જી.એસ.ટી. ઓડિટની જોગવાઈ રદ્દ કરી નાંખવામાં આવે તો આ પ્રમાણે કરદાતાને ટેક્સ યોગ્ય રીતે ચકાસણી કરવાનું કોઈ મધ્યમ રહેશે નહીં તેવું પણ જણાવવામાં આવ્યું છે.

પરંતુ જમીની સ્તરે આ બાબત કેટલી સાચી છે તે ચર્ચાનો વિષય છે. એક મત પ્રમાણે મોટાભાગના DRC-03 માત્ર GSTR 9 માં તફાવત આવે તેના કારણે ભરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય એક વેધક પ્રશ્નો પણ કરદાતાઓમાં ઉઠવા પામ્યો છે કે જો GSTR 9 C માં જે તફાવત મળી શકે તેમ હોય તેજ તફાવત જો યોગ્ય ચકાસણી બાદ GSTR 9 ભરવામાં આવે તો પણ શું નીકળી ન શકે? આ બાબતે વાત કરતાં નેશનલ એસોશીએશન ઓફ ટેક્સ પ્રોફેશનલ્સના સહ સ્થાપક અને અમદાવાદના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ નિગમ શાહ જણાવે છે કે GSTR 9 C એક રિકનસીલીએશન સ્ટેટમેંટ છે. આ સ્ટેટમેન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કોસ્ટ એકાઉન્ટન્ટ જ સર્ટીફાય કરે તે જોગવાઈના કારણે અનેક સમસ્યાઑ સામે આવી હતી. ઓડિટ કરાવવા જવાબદાર કરદાતા દેશના નાના નાના ગામમાં પણ વસે છે. એવા ઘણા ગામ હશે કે જ્યાં આ પ્રકારના પ્રોફેશનલ્સ ઉપલબ્ધના હોય અને કરદાતાએ તકલીફ ભોગવવી પડતી હોય છે. આ તકલીફો અંગે અમારા એસોશીએશન દ્વારા પણ અનેક રજૂઆત કરવામાં આવી હતી. GSTR 9 દૂર કરવાના નિર્ણયને હું “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” તરફ મહત્વના પગલાં તરીકે જોઈ રહ્યો છું અને આ નિર્ણયને મારા તથા દેશભરમાં ફેલાયેલા અમારા એસોશીએશન ના સભ્યો વતી પણ આવકરું છું. આ અંગે વાત કરતાં CA એશોશીએશન અમદાવાદના વાઇસ પ્રેસિડંટ CA મોનીષ શાહ જણાવે છે કે જી.એસ.ટી.એન. દ્વારા ઘણી ભૂલો કરવામાં આવી છે. સરકારની માન્યતા કે GSTR 9 ના કારણે DRC-03 ભરવામાં આવે છે તે મારા મત મુજબ ખોટી છે. આ રેવન્યુ મોટાભાગે GSTR 9C માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીના કારણે આવે છે. CA કે CMA દ્વારા ઓડિટ કરવામાં આવે તે જી.એસ.ટી. ડિપાર્ટમેંટના ઓડિટ કરતાં કરદાતાઓ માટે વધુ સારું રહેશે. જો આ ઓડિટની જરૂરિયાત કાઢી નાંખવામાં આવશે તો કદાચ ડિપાર્ટમેંટ ઓડિટની સંખ્યા વધી શકે છે. હું તો ત્યાં સુધી કહીશ કે ફરજિયાત ન હોવા છતાં કંપનીઑ તથા મોટા કરદાતાઓએ આ જી.એસ.ટી. ઓડિટ કરાવવું જોઈએ જે થી ભવિષ્યમાં આકારણીમાં મુશ્કેલી ઓછી આવે. જી.એસ.ટી. ઓડિટની જોગવાઈના કારણે સરકારી તિજોરીનું હિત સાચવતું હતું. આ ફેરફાર કરવાના કારણે પોતાના પગ ઉપર કુહાડો માર્યો હોય તેવું હું માનું છું. હજુ આ બિલમાં આ પ્રકાર નો સુધારો રદ થાય તેવી અપેક્ષા હું સેવી રહ્યો છું.

GSTR 9C ની જોગવાઈ રદ કરવાના નિયમને સામાન્ય કરદાતા આવકારી રહ્યા છે. જી.એસ.ટી. ઓડિટ દૂર થવાના કારણે GSTR 9 ભરવામાં વધુ કાળજી રાખવી પડશે તે બાબત પણ ચોક્કસ છે. મારા અંગત મત મુજબ GSTR 9 C હટાવવા અંગેનો નિર્ણય “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” માટે જરૂરી છે. જો કે આ અંગે અલગ અલગ વ્યક્તિઑના મંતવ્યો અલગ અલગ હોય શકે છે. આ જોગવાઈથી સરકરી તિજોરીને નુકસાન થાય છે કે ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ વધે છે તે તો આવનાર સમયજ કહી શકશે. આ અંગે આપના અભિપ્રાય આપ કોમેન્ટમાં લખી શકો છો.  ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

 

error: Content is protected !!