સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 23rd November 2020

Spread the love
Reading Time: 3 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

23rd  November 2020

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

 

Expert

 

1. મારા અસીલ પશુ આહારનું વેચાણ કરે છે જેનું ટર્નઓવર 40 લાખ જેટલું છે. પશુ આહાર જી.એસ.ટી. હેઠળ ટેક્સ ફ્રી છે. હવે તેજ માલિક LIC એજન્ટ બને છે. હવે શું તેઓ જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર બને?                                                                                                                                       સંદીપ પટેલ

જવાબ : ના, અમારા મતે LIC એજન્ટની આવક ઉપર કંપની દ્વારા જી.એસ.ટી. RCM ભરવા પાત્ર હોય, જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત નથી.

  1. અમારા અસીલ એક સાર્વજનિક ટ્રસ્ટ કાયદા હેઠળ નોંધાયેલા ટ્રસ્ટ છે. જેમાં સંસ્થામાં થયેલ નફો સંસ્થામાં જ રાખવાનો છે. આ સંસ્થા જુદા તાલીમ કેન્દ્રો જેવા કે શિવણ ક્લાસ ,વણાટ તાલીમકેંદ્ર ,સ્પર્ધાત્મક તાલીમ કેન્દ્ર ,કોમ્પ્યુટર તાલીમ કેન્દ્ર ,  વી. તાલીમકેંદ્ર હેઠળ તાલીમ આપીએ છીએ.અને તાલીમ આપવા માટે જરૂરી શિક્ષકો ને અપોઇન્ટ કરી તેઓને પગાર ચૂકવીએ છીએ .તો અમારો સવાલ આ છે કે અમો વિદ્યાર્થી પાસેથી ફી લઈએ છે એના પર જીએસટી લાગે કે કેમ ? અને લાગે તો કેટલા ટકા લાગે ?                                                                                                                                ધ્રુવી શાહ                                                                                                         

જવાબ : આ બાબતે સૌથી મહત્વનુ છે કે તમારે જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017, તા. 28 જૂન 2020 ની એન્ટ્રી 69 જોઈ લેવી જરૂરી છે. જો તમારા અસીલ એ એન્ટ્રીમાં પડતી હોય તો જી.એસ.ટી. NIL રેઇટ પર લાગે.

  1. મારા અસીલ રેતીના સપ્લાયર છે. રેતી ટ્રેક્ટરમાં ભરવા માટે JCB ખરીદેલ છે. આ JCB ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે કે કેમ?                       સંદીપ પટેલ

જવાબ: હા, અમારા મતે JCB નો ઉપયોગ રેતી ભરવામાં થતો હોય ટ્રાન્સપોર્ટેશનમાં ના ભાગ રૂપે ગણાય. જી.એસ.ટી. કાયદા હેઠળ આ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.

  1. અમો બિલથી માલ ખરીદતા હૉય અને અમારું ટર્નઑવર દસલાખથી ઑછુ હૉય અને ધંધૉ ફેરીનૉ હૉય તૉ જી.એસ.ટી. નંબર લીધેલ ના હૉય તૉ બિલ આપી શકાય?? માલ આપવા જતી વખતે રસ્તામાં માંગે તૉ શુ બિલ આપી શકાય?                                                        મુકેશભાઇ પટેલ, એક વેપારી

જવાબ: તમે જી.એસ.ટી. નંબર ધરાવતા નથી. ખરીદી બિલથી કરેલ હોય એકાઉન્ટની યોગ્ય જાળવણી કરવી જરૂરી છે. ખરીદનાર દ્વારા બિલ માંગવામાં આવે તો જી.એસ.ટી. નંબર વગરનું બિલ આપવું ફરજિયાત બને.

 

ઇન્કમ ટેક્સ

 

  1. મારા અસીલ ના કેસમાં નાણાકીય વર્ષ 2019-20 માં એક ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરનો ટી.ડી.એસ. કપાત કરવાનો રહી ગયેલ છે. તો અત્યારે ટી.ડી.એસ. નું ત્રણ મહિનાનું એક જ ચલણ ભરીએ તો ચાલેકે દરેક મહિના નું અલગ અલગ ચલણ ભરીને ટી.ડી.એસ.નું રિટર્ન રીવાઇઝ કરવું જોઈએ?    હિત લિંબાણી  

જવાબ: હા, ત્રણે માહિનાનું એક ચલણ ભરવામાં આવે તો ચાલે. ત્રણે મહિનાના અલગ અલગ ચલણ ભરવા જરૂરી નથી.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને https://taxtoday.co.in/ask-your-question ઉપર મોકલી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

 

2 thoughts on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 23rd November 2020

Comments are closed.

error: Content is protected !!