ટેક્સ ટુડે દ્વારા આવતા શનિવારે યોજાશે “ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ રોજબરોજની પ્રેક્ટિસમાં ઉપયોગી ચુકાદાઓ” અંગે વેબીનાર. ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ વિવેક ચાવડા આપશે માર્ગદર્શન

Spread the love
Reading Time: < 1 minute

શનિવારે 28 નવેમ્બર 2020 ના રોજ સાંજે 6 કલાકે ઝૂમ પર યોજાશે વેબીનાર

તા. 23.11.2020: ટેક્સ ટુડે દ્વારા ઇન્કમ ટેક્સ કાયદા હેઠળના રોજ બરોજની પ્રેક્ટિસમાં ઉપયોગી ચુકાદાઓ અંગે વેબીનાર યોજાશે. આ વેબીનારમાં સ્પીકર તરીકે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ અને જાણીતા સ્પીકર એડવોકેટ વિવેક ચાવડા ઉપસ્થિત રહેશે. ઇન્કમ ટેક્સ હેઠળ જ્યારે સ્કૃટીનીની પદ્ધતિમાં ફેસલેસ એસેસમેંટ દ્વારા અમુલ પરીવર્તન આવવાનું છે ત્યારે આ પ્રકારે વિષય વાર ચૂકડાઓનો અભ્યાસ ખૂબ ઉપયોગી બનશે. વક્તા દ્વારા વેબીનારમાં ઇન્કમ ટેક્સ ના વિવિધ વિષયો જેવાકે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કલમ 68-69 હેઠળના ચુકાદાઓ, ખેતી આવક માટે મહત્વના ચુકાદાઓ, કેપિટલ ગેઇન હેઠળ મહત્વના ચુકાદાઓ વગેરે અંગે ચર્ચા કરવા પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત કોઈ એક હાઇકોર્ટનું જજમેંટ અન્ય હાઇકોર્ટ ઉપર ક્યારે બાધ્ય બને અને ક્યારે ના બને, કેન્દ્રિય કાયદા હેઠળ અન્ય રાજ્યોની ટ્રાઈબ્યુનલ દ્વારા આપવામાં આવેલ ચુકાદો અન્ય રાજ્યોની ટ્રાબ્યુનલને બાધ્ય ગણાય કે નહીં? આ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. આ વેબીનાર ઝૂમ મિટિંગ ઉપર કરવામાં આવશે. ઝુમ ઉપર માત્ર 100 વ્યક્તિઓ વહેલા તે પહેલાના ધોરણે જોડાઈ શકશે. આ વેબીનારનું લાઈવ પ્રસારણ યુટ્યુબની “ટેક્સ ટુડે ન્યૂઝ ચેનલ” ઉપર પણ કરવામાં આવશે. આ વિષય ઉપર આપના કોઈ પ્રશ્નો હોય તો તે taxtodayuna@gmail.com ઉપર મોકલી શકો છો. આ વેબીનારમાં મોડરેટર તરીકે CA ચિંતન પોપટ સેવા આપશે. ટેક્સ ટુડે એક્સપર્ટ્સ CA મોનીષ શાહ, CA દિવ્યેશ સોઢા, એડવોકેટ લલિત ગણાત્રા તથા એડવોકેટ ભવ્ય પોપટ મુખ્ય પેનલિસ્ટ તરીકે સેવા આપશે. ભવ્ય પોપટ, એડિટર

ઝુમ મિટિંગ અંગે વિગતો:

Join Zoom Meeting
https://us02web.zoom.us/j/86491970718?pwd=bW9iZEhpVk04ZnM1MllnVlRDZTRtdz09

Meeting ID: 864 9197 0718
Passcode: TaxToday

 

 

 

2 thoughts on “ટેક્સ ટુડે દ્વારા આવતા શનિવારે યોજાશે “ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ રોજબરોજની પ્રેક્ટિસમાં ઉપયોગી ચુકાદાઓ” અંગે વેબીનાર. ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ વિવેક ચાવડા આપશે માર્ગદર્શન

  1. Details of Tex today is most worthful and it is blessing to the clients in Taluka level, moreover it is more helpful to get required details from it without consulting most busy consultant

Comments are closed.

error: Content is protected !!