સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)14 December 2020

Spread the love
Reading Time: 3 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

14th December 2020

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

Experts

જી.એસ.ટી

  1. અમો GTA તરીકે નો ધંધો કરીએ છીએ . અમો જીએસટી નંબર ધરાવીએ છીએ. અમારે ધંધામાં ઘણીવાર બીજાના ટ્રકની માલ પહોચડવા જરૂર પડે છે. જે ટ્રક અમો અન્ય ટ્રક માલિક કે જેઓ જીએસટી નંબર ધરાવતા નથી તેમની પાસેથી મેળવીએ છીએ. જે બિન નોંધાયેલ ટ્રક માલિક પાસેથી ટ્રક મેળવીએ          છીએ જેમાં ડીજલ અમો પુરવીએ છીએ જ્યારે ડ્રાઈવર તથા પાર્ટસ વિ.નો ખર્ચ તે ટ્રક માલિક ભોગવે છે. આ વ્યવહારમાં જે ટ્રીપ થાય તે અંગે તે ટ્રક માલિકઅમોને કોઈપણ પ્રકારનું બિલ/બિલ્ટ્રી આપતા નથી . અમો કિલોમીટર ગણી તે મુજબ તેમને ટ્રકભાડાની રકમ ચૂકવી આપીએ છીએ . ઉપરોક્   વ્યવહારમાંઅમારી જી.એસ.ટી. ની કોઈ જવાબદારી આવે ?                                                                                                                      ધ્રુવી શાહ                                                       

જવાબ: ના, GTA આ પ્રકારની સેવા અન્ય ટ્રક ઓપરેટર પાસેથી મેળવે ત્યારે જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 22 મુજબ જી.એસ.ટી. અંગે કોઈ જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

  1. બિન નોંધાયેલ ટ્રકના માલિકનું ટર્ન ઓવર 20 લાખથી વધુ થઈ જતું હોય છતાં તે જીએસટી નંબર મેળવવાની જવાબદારી આવે ? ધ્રુવી શાહ                         જવાબ : ના, જી.એસ.ટી. હેઠળ RCM દ્વારા જે સેવાઓ ઉપર ટેક્સ ભરવાની જવાબદારી હોય તેવા કિસ્સામાં સેવા આપનારે નંબર લેવાની જવાબદારી આવતી નથી તેવો અમારો મત છે. આમ, 20 લાખ ઉપર પણ ટર્નઓવર હોય તો પણ GTAની રજીસ્ટ્રેશન માટે જવાબદારી આવે નહીં.
  1. જાન્યુઆરીથી શરૂ થતી ત્રિમાસિક રિટર્ન માસિક પેમેન્ટ પદ્ધતિ નો વિકલ્પ પસંદ કરવું ફાયદાકારક છે કે નહીં?                                રાહુલ બાંભણીયા

જવાબ: ત્રિમાસિક રિટર્ન માસિક પેમેન્ટ પદ્ધતિ (QRMP) અમારા મત મુજબ મહદ્દઅંશે ફાયદાકારક ગણાય. ખાસ કરીને જ્યારે B2C વ્યવહાર કરતાં કરદાતાઓ માટે ખૂબ ઉપયોગી થશે. ટેક્સ માસિક ધોરણે ભરવાપાત્ર હોવા છતાં રિટર્ન ત્રિમાસિક ભરવાના આવે આ કારણે લેઇટ ફી માં મોટો લાભ થશે.

  1. અમારા અસીલનો ટ્રક વહન દરમ્યાન ચકાસણી અર્થે ઊભો રાખવામા આવ્યો હતો. અધિકારી દ્વારા અમારા અસીલ ઉપર જી.એસ.ટી. કાયદાની કલમ 130 હેઠળ કાર્યાવહી કરવાની વાત ઉચ્ચારવામાં આવી હતી. અમારા અસીલની ભૂલ માત્ર એ હતી કે તેઓએ દર્શાવેલ ઇ વે બિલમાં, ઇંવોઇસ નંબર લખવામાં ભૂલ થયેલ હતી. શું આ પ્રકારના કિસ્સામાં કલમ 130 લગાવી શકાય?                   

જવાબ: માલ જ્યારે વહન થતો હોય અને ઇ વે બિલ કે ઇંવોઇસ ના હોવાના કિસ્સામાં અધિકારી દ્વારા જ્યારે કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આ પ્રશ્ન ખૂબ સામાન્ય હોય છે. માલ વહન કાયદાકીય રીતે યોગ્ય દસ્તાવેજો સાથે થતું ના હોય ત્યારે જી.એસ.ટી. કાયદાની કલમ 129 લાગે કે 130 એ હકીકત આધારિત નક્કી કરવું પડે. જે કિસ્સામાં કરદાતાનો કરચોરીનો ઇરાદો સ્પષ્ટ થતો હોય ત્યારે કલમ 130 લાગે અને જો આ ઇરાદો સ્પષ્ટ થતો ના હોય તેવા કિસ્સામાં જી.એસ.ટી. કાયદાની કલમ 129 લાગે તેવો અમારો મત છે. કોઈ કિસ્સામાં કલમ 129 લાગે કે 130 એ માટે ગુજરાત હાઇકોર્ટનો “સિનર્જી ફર્ટિકેમ વી. સ્ટેટ ઓફ ગુજરાત (SCA no 4730 of 2019) ખૂબ મહત્વનો હોય જોઈ જવા વિનંતી છે.

 

 

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!