14 ડિસેમ્બરથી RTGS થઈ શકશે 24*7, બેન્કનો આ નવા નિયમ જાણવો છે તમારા માટે જરૂરી

Spread the love
Reading Time: < 1 minute

NEFT હાલ પણ થઈ શકે છે 24*7, હવે RTGSની સગવડ પણ ગ્રાહકોને મળશે 24 કલાક: દુનિયાના જૂજ એવા દેશોમાં હવે ભારતનો પણ થશે સમાવેશ. 

RBI દ્વારા 14 ડિસેમ્બર 2020 થી RTGS ની સગવડ 24 કલાક કરવા અંગે સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. આ સર્ક્યુલર મુજબ 14 ડિસેમ્બર રાત્રિના 00:30 કલાક થી ગ્રાહકોને RTGS 24 કલાકની સુવિધા બેન્કો દ્વારા આપવાની રહેશે. RTGS ની સુવિધા ભારતમાં 2004 માં શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સુવિધા માત્ર 4 બેન્કો દ્વારા આપવામાં આવતી હતી. આજે ભારતની 237 બેન્કો અંદાજે રોજના 6 લાખથી વધુ વ્યવહારો કરી રહી છે. આ વ્યવહારોની એવરેજ સાઇઝ લગભગ 58 લાખની હોય છે. વાંચકોએ એ જાણવું જરૂરી છે કે બે લાખથી ઉપરના વ્યવહારો માટે RTGSની સગવડ  મળતી હોય છે. RTGS એ IMPS (ઇમિડીએટ પેમેન્ટ સર્વિસ) ની જેમ રિયલ ટાઈમ પેમેન્ટ કરતી સેવા છે. IMPS મોટાભાગે “ચર્જેબ્લ” હોય છે જ્યારે RTGS ની સુવિધા મોટાભાગની બેન્કો દ્વારા  “ફ્રી” આપવામાં આવતી હોય છે. આમ, હાલ જ્યારે આ RTGSની સુવિધા 24 કલાક કરવા અંગે નિર્ણય લેવામાં આવેલ હોય ત્યારે ગ્રાહકોએ IMPS નો ઉપયોગ કરવો પડશે નહીં જે કારણે તેમના બેન્ક ચાર્જની બચત થશે. NEFT કરતાં RTGS નો ઉપયોગ કરી ગ્રાહકો સમય પણ બચાવી શકશે.

ઉલ્લેખનીય છે કે 2019માં NEFT ની સગવડ પણ “રાઉન્ડ ધ ક્લોક” કરવામાં આવી હતી. NEFT તથા RTGS ની સગવડ 365 દિવસ 24 કલાક આપવા વાળા ખૂબ જૂજ દેશોમાં હવે ભારતનો સમાવેશ થઈ જશે. ભારતીય બેંકિંગ સિસ્ટમ વિશ્વમાં સારામાં સારી બેંકિંગ સિસ્ટમ પૈકી એક ગણાય છે. RTGS 24 કલાક કરવા સાથે આ બેંકિંગ સિસ્ટમમાં એક નવા અધ્યાયની શરૂઆત થશે તેવું માનવમાં આવી રહ્યું છે. ભવ્ય પોપટ, એડિટર, ધ ડિજિટલ ન્યૂઝ

error: Content is protected !!