સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 07th December 2020
07th December 2020
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
- જીએસટી નંબર લેવા માટે કેટલા લાખ સુધીની મર્યાદા છે ? પ્રભાબેન કાપડિયા
જવાબ :- જી.એસ.ટી. લેવાની જવાબદારી વસ્તુના વેચાણના સંદર્ભમાં 40 લાખની મર્યાદા લાગુ પડે છે જ્યારે સેવા પૂરી પાડતા કરદાતાઓ માટે આ મર્યાદા 20 લાખની ગણવાની રહે છે. આ બાબતે એ ખ્યાલ રાખવું જરૂરી છે કે ઘણા ખાસ રાજ્યોમાં આ રકમથી ઓછી મર્યાદા પણ આપવામાં આવેલ છે. ગુજરાત માટે ઉપરોક્ત મર્યાદા ધ્યાને લેવાની રહે. આ ઉપરાંત આ મર્યાદા જોવા માટે PAN પ્રમાણે સમગ્ર દેશનું ટર્નઓવર જોવાનું રહે. જ્યારે કોઈ કરદાતા માલ તથા સેવા બંનેનું ટર્નઓવર ધરાવતા હોય ત્યારે સેવાનું ટર્નઓવર જોઈ નોંધણી લેવાની જવાબદારી આવે.
- અમારા અસીલ માલિકી ધોરણે ધંધો કરતા હતા. હવે તેઓ ધંધો બંધ કરે છે. જેમાં સ્ટોક બાકી રહે છે. જેની વેરાશાખ જમા છે. હવે માલિકના પુત્રે ભાગીદારીમાં બીજા શહેરમાં તેજ ધંધો બીજા નામથી ચાલુ કરેલ છે અને નવો નોધણી નંબર મેળવેલ છે. હવે પ્રશ્ન એ છે કે જે માલિકી ધોરણે પિતાશ્રી ધંધો કરતા હતા તેનો સ્ટોક ITC-02 ફાઈલ કરી ભાગીદારીવાળા ધંધામાં લઇ શકાય કેમ? માલિકી ધોરણે ચાલતો નંબર હાલ ચાલુ છે.
જગદીશભાઇ વ્યાસ
જવાબ :- હા, જો જવાબદારી સાથે આ ધંધો ટ્રાન્સફર કરવામાં આવે તો આ નંબર ટ્રાન્સફરી તરીકે નંબર લેવાનો રહે. આ કિસ્સામાં ITC-02 ફાઇલ કરી ક્રેડિટ આગળ ખેચી શકાય છે. આ માટે જી.એસ.ટી. કાયદાની કલમ 18(3) જોવાની રહે.
ઇન્કમ ટેક્સ
- મારા અસીલ નો વર્ષ 2019-20 માં ટીડીએસ ડીડક્ટ કરવાનો રહી ગયો હતો, તો તેમનો ટીડીએસ નવેમ્બર 2020 માં ડિટેક્ટ કરી અને પેમેન્ટ કરેલ છે અને 1 ટકા લેખે ટીડીએસનું વ્યાજ પણ ભરેલ છે પણ ટી ડી એસનું કરેક્શન રિટર્ન ફાઇલ કર્યા બાદ ડિપાર્ટમેન્ટ તરફથી સેકસન 154 ની નોટિસ આવેલ છે. જેમાં એડિશનલ Late Deduction & Collection Processing of interest ની ડિમાન્ડ કરેલી છે. તો અગાઉ ઇન્ટરેસ્ટ પે કરી નાખ્યું હોવા છતાં ફરીથી ઇન્ટરેસ્ટ ની નોટિસ આવવાનું કારણ શું હોઈ શકે? હિત લિંબાની
જવાબ: TDS મોડો ભરાવવાના કિસ્સામાં 1.5% લેખે વ્યાજ ભરવાની જવાબદારી આવે. જે મહિનાથી TDS ની જવાબદારી હતી ત્યારથી TDS ભરવાની જવાબદારી આવે. ઉદાહરણ તરીકે માર્ચ 2020 નો TDS હોય અને નવેમ્બર 2020 માં ભરવામાં આવ્યો હોય તો માર્ચ થી નવેમ્બર 2020 સુધીનું વ્યાજ લાગે. આ પ્રમાણે ગણતરીના કારણે આ નોટિસ આવી હોય તેની શક્યતા છે.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.