સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 02.09.2023

Spread the love
Reading Time: 2 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ દ્વારા માત્ર બિલ લેવામાં આવ્યું હતું, માલ લેવામાં આવ્યો ના હતો. આ અંગે DRC 03 ફોર્મ દ્વારા ટેક્સ તથા વ્યાજ અમારા અસીલ દ્વારા નોટિસ આવ્યા પહેલા જ ભરી આપ્યા છે. શું હવે અધિકારી આ રકમ ઉપર 15% દંડ વસૂલી શકે છે? ઝલક દલાલ, એડવોકેટ

જવાબ: હા, અધિકારી દ્વારા આ બિલિંગ પ્રવૃતિ પકડવામાં આવેલ હોય, DRC 03 દ્વારા કરદાતા ટેક્સ તથા વ્યાજ ભરી આપેલ હોય આમ છતાં અધિકારી આ વ્યવહારને જી.એસ.ટી. કલમ 74 હેઠળ પેનલ્ટી વસૂલી શકે તેવો અમારો મત છે.

  1. અમે હોટેલ ધરાવીએ છીએ. આ હોટેલમાં રેસ્ટોરન્ટ પણ છે. દિવાળી જેવી સિઝનમાં અમારી હોટેલનું ભાડું 7500 કે તેથી વધુ રહેતું હોય છે. શું આ બે થી 5 દિવસના 7500 થી વધુ ભાડાના કારણે અમારા રેસ્ટોર્ંટ માટે સમગ્ર વર્ષ માટે વેરનો દર 18% થઈ જાય? વિશાલ તિવારી, હોટેલ મેનેજર

જવાબ: હા, રેસ્ટોરંટનો વેરાનો દર નક્કી કરવા માટે જો રેસ્ટોરન્ટ કોઈ હોટેલના “પ્રિમાઈસિસ” માંજ આવેલ હોય ત્યારે તે હોટેલના રૂમના “ડિકલેર્ડ ટૅરિફ” જોવાનો રહે. જ્યારે રૂમના દરો 7499/પ્રતિદિવસથી વધુ “ડિકલેર” કરવામાં આવ્યો હોય ત્યારે રેસ્ટોરન્ટ માટેનો વેરનો દર 18% લાગુ થઈ જાય તેવો અમારો મત છે. આ દર આ મૂક દિવસોમાં પણ ડિકલેર્ડ ટેરિફ 7499 થી વધુ રાખવામા આવ્યું હોય તો સમગ્ર વર્ષ માટે 18% થઈ જાય તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!