સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 09.03.2024
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
- અમારા અસીલ સિમેન્ટ, રેતી, કપચીના બ્લોક બનાવે છે. શું તેઓ કંપોઝીશન સ્કીમ માટે હક્કદાર બને? શું 1% લેખે જી.એસ.ટી. તેઓ ભરવા જવાબદાર બને? ધ્રુવી શાહ, ટેક્સ કન્સલ્ટન્ટ,
જવાબ: હા, આપના અસીલ સિમેન્ટ, રેતી, કપચીના બ્લોક બનાવતા હોય કંપોઝીશન સ્કીમ માટે હક્કદાર બને તથા કુલ ટર્નઓવર ઉપર 1% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.
- અમોએ ઓનલાઈન અપીલ સમયસર દાખલ કરેલ છે. પરંતુ આ અપીલ ઓનલાઈન દાખલ કર્યા બાદ મેન્યુલ ઓફિસ પર રજૂ કર્યું નથી. શું આ ફોર્મ મેન્યુલી હવે રજૂ કારી શકીએ? ધ્રુવી શાહ, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: જી.એસ.ટી. કાયદાના નિયમ 108 મુજબ જે આદેશ સામે અપીલ કરવામાં આવી છે તે આદેશ ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યો હોય તો મેન્યુલ અપીલ કે અન્ય દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેતી નથી તેવો અમારો મત છે. પરંતુ જમીની સ્તરે અપીલ અધિકારીને ઓફિસ ઓનલાઈન અપીલ દાખલ કર્યા બાદ જ APL-2 ની એકનોલેજમેંટ આપે છે તેવું જાણવા મળી રહ્યું છે. આમ, મેન્યુલ રીતે મોકલી આપવું હિતાવહ રહે.
Income Tax
- અમારા અસીલને F & O માં નુકસાન થયેલ છે. આ નુકસાન તેઓ દ્વારા લોંગ ટર્મ કેપિટલ ગેઇન (સિક્યુરિટીઝ) સામે સેટ ઓફ કરેલ છે. શું આ યોગ્ય છે?
જવાબ: હા, ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 71(2) હેઠળ F & O નું નુકસાન લોંગ ટર્મ કેપિટલ ગેઇન (સિકયોરીટીઝ) સામે સેટ ઓફ કરી શકાય તેવો અમારો મત છે.
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.