સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 12th February 2022

Spread the love
Reading Time: 4 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉનાજી.એસ.ટી.

 1. અમારા અસીલ “સ્કિલ ટ્રેનીંગ એજન્સી” છે અને મુંબઈ સ્થિત એનિમેશન, મલ્ટીમીડિયા અંગે ટ્રેનીંગ પૂરી પાડતી કંપનીના ઓથોરાઇઝ ટ્રેનીંગ પાર્ટનર છીએ. મુંબઈ સ્થિત અમારી પેરન્ટ કંપનીએ Ministry of Skill Development & Entrepreneurship સાથે નોંધાયેલ સંસ્થા છે. અમારા દ્વારા આપવામાં આવતી સેવા એ જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન નંબર 12/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 66 માં પડે છે અને અમારી સેવા Exempted Service છે. અમારી કંપની દ્વારા અમોને જી.એસ.ટી. રજીસ્ટ્રેશન નંબર લેવા તથા રિટર્ન ભરવા જાણ કરવામાં આવેલ છે. ખાસ જણાવવાનું કે અમારા અસીલ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાની રકમ પહેલા પેરન્ટ કંપનીના એકાઉન્ટમાં જમા થાય છે. ત્યારબાદ અમારા ઇંવોઇસ સામે કંપની અમોને અમારો શેર તબદીલ કરે છે. આવા કિસ્સામાં શું અમારા અસિલે જી.એસ.ટી. નંબર ફરજિયાત લેવાનો રહે? મિકુલ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ, અમદાવાદ 

જવાબ: જી.એસ.ટી. હેઠળ કરમુક્ત હોય તેવી સેવા માટે ફરજિયાત નોંધણી નંબર લેવાની જરૂર પડે નહીં. પરંતુ કંપનીનો આગ્રહ હોય તો મરજિયાત ધોરણે જી.એસ.ટી. નંબર લઈ નોંધાયેલ વેપારી તરીકેની જવાબદારી નિભાવવી જોઈએ તેવો અમારો મત છે. 

 1. જી.એસ.ટી. કાયદાની કલમ 9(5) હેઠળ ઇ કોમર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી નિર્દિષ્ટ સેવાઑ ઉપરનો જી.એસ.ટી. RCM ધોરણે ઇ કોમર્સ કંપની દ્વારા ભરવાનો થાય છે. મારો પ્રશ્ન એ છે કે આ કલમની ક્લોઝ (ii) મુજબ જ્યારે સેવા પૂરી પાડનાર હોટેલ જી.એસ.ટી. કાયદાની કલમ 22 હેઠળ નોંધાયેલ હોય તો RCM લાગુ પડે નહીં. શું કોઈ હોટેલ કલમ 25 હેઠળ મરજિયાત નોંધાયેલ હોય તો તેવા કિસ્સામાં ઇ કોમર્સ કંપની ઉપર RCM લાગુ પડે કે હોટેલ દ્વારા FCM ધોરણે ટેક્સ ભરવાનો રહે? રોનક પલાણ, CA સ્ટુડન્ટ, કેશોદ

જવાબ: જી.એસ.ટી. કાયદાની કલમ 9(5) હેઠળ સ્પષ્ટ શબ્દો દ્વારા માત્ર જી.એસ.ટી. કાયદાની હેઠળ કલમ 22(1) હેઠળ ફરજિયાત નોંધણી દાખલો મેળવતા કરદાતાને જ “એક્સ્ક્લુડ” (બાકાત) કરવામાં આવેલ હોય, આ સિવાય કલમ 25 હેઠળ એટલેકે મરજિયાત નોંધણી નંબર લીધેલ હોય તેવા કિસ્સામાં પણ જી.એસ.ટી. ભરવાની જવાબદારી RCM ધોરણ પર ઇ કોમર્સ ઓપરેટરની આવે તેવો અમારો મત છે. જો કે જમીની સ્તરે ઇ કોમર્સ ઓપરેટર નોંધણી નંબર ધરાવતા હોય તેવા નિર્દિષ્ટ સેવા પૂરી પડતાં કરદાતા જ્યારે રજિસ્ટર્ડ હોય ત્યારે ફોરવર્ડ ચાર્જ મુજબ ટેક્સ ભરાવતા હોય છે તેમ જાણવા મળી રહ્યું છે.  

 1. અમારા અસીલ ટ્રાન્સપોર્ટર છે. જુલાઇ 2017 થી તેઓ RCM હેઠળ વેરો ભરતા આવ્યા છે. હવે આવતા નાણાકીય વર્ષથી તેઓ ફોરવર્ડ ચાર્જ મુજબ 12% જી.એસ.ટી. ભરવા માંગે છે. આ સંજોગોમાં નીચેના પ્રશ્નો છે:
  1. શું તેઓ હવે RCM ના સ્થાને ફોરવર્ડ ચાર્જ મુજબ ટેક્સ ભરી શકે?

 

 1. FCM મુજબ વેરો ભરવાનો શરૂ કરે અને ત્યારબાદ જે ટ્રકની ખરીદી કરે તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે?

 

 1. હાલ સુધી RCM માં હોય હવે FCM માં જઈએ તો શું તકેદારી રાખવી જોઈએ?

                                                સમીર શાહ, ટેક્સ કન્સલ્ટન્ટ, ગાંધીધામ

જવાબ: હા, તમારા અસીલ આવતા નાણાકીય વર્ષથી રિવર્સ ચાર્જના બદલે ફોરવર્ડ ચાર્જ મુજબ વેરો ભરવાનો વિકલ્પ લઈ શકે છે તેવો અમારો મત છે. FCM મુજબ વેરો ભરતા હોય ટ્રકની ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે. RCM માંથી FCM માં જવામાં અન્ય કોઈ ખાસ તકેદારી લેવાની જરૂર રહેતી નથી તેવો અમારો મત છે.            

 

 1. અમારા એક અસીલ પાસે જી.એસ.ટી. નંબર નથી. તેઓ ટ્રાન્સપોર્ટની સેવાઓ લે છે. શું તેઓની રિવર્સ ચાર્જ મુજબ ટેક્સ ભરવાની જવાબદારી આવે? કે ટ્રાન્સપોર્ટર દ્વારા આવા સંજોગોમાં ટેક્સ ભરવાનો રહે?    પુનિત ખુશાલભાઈ મચ્છર, એકાઉન્ટન્ટ, જેતપુર

જવાબ: આપના અસીલ જો માલિકી ધોરણે ધંધો ચલાવતા હોય અને બિન નોંધાયેલ હોય તેવા કિસ્સામાં ટ્રાન્સપોર્ટેશનના વ્યવહાર માટે RCM ભરવાની જવાબદારી તેઓની કે ટ્રાન્સપોર્ટરની કોઇની આવે નહીં. પરંતુ જો તેઓ માલિકી સિવાયના બંધારણ મુજબ ધંધો ચલાવતા હોય તો ટ્રાન્સપોર્ટ સેવા મેળવવાના કારણે તેઓ RCM ભરવા જવાબર થતાં હોય, જી.એસ.ટી. કાયદાની કલમ 23 હેઠળ ફરજિયાત નોંધણી દાખલો લેવા જવાબદાર બને અને ત્યારબાદ RCM ભરવા પણ જવાબદાર બને તેવો અમારો મત છે.  

ઇન્કમ ટેક્સ

1. અમારા અસીલ પાસે ભાડૂત કબ્જાની એક દુકાન હતી. આ દુકાન વાળા બિલ્ડીંગનું રી ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું હતું. આ નવી તૈયાર થયેલ બિલ્ડીંગમાં મારા અસીલને બિલ્ડર દ્વારા દસ્તાવેજ કરી આપવામાં આવેલ છે. આ દસ્તાવેજમાં 1 લાખની રકમનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ રકમના વ્યવહાર ચેક દ્વારા થયેલ નથી. જ્યારે સ્ટેમ્પ ડ્યૂટી 13 લાખની જંત્રી મુજબ વાપરવામાં આવી છે. અમારા અસિલે ભાડાની દુકાન એ હાલના બિલ્ડર પાસેથી લીધી ના હતી. આ સંજોગોમાં અમારે ચોપડા ઉપર કઈ કિંમત બતાવવાની રહે? શું આ વ્યવહાર ઉપર હાલ ઇન્કમ ટેક્સની કલમ 56 હેઠળ ગિફ્ટની જોગવાઈ લાગુ પડે? જો આ રકમ ગિફ્ટ તરીકે ગણાય તો ભવિષ્યમાં પડતર તરીકે બાદ મળે? રાજ ધનેશા, ટેક્સ કન્સલ્ટન્ટ, વેરાવળ

જવાબ: હા, તમારા અસીલ માટે  13 લાખની રકમ ગિફ્ટ તરીકે ટેક્સેબલ બને તેવો અમારો મત છે. આ 13 લાખની રકમ ભવિષ્યમાં પડતર તરીકે બાદ મળે નહીં કારણકે કોઈ રકમ કરદાતા દ્વારા ચૂકવવામાં આવી નથી.

ખાસ નોંધ:

 1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
 2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
 3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!