જી.એસ.ટી.-વન નેશન-વન ટેક્સ: વિસંગતતાઓ અનેક!!

Spread the love
Reading Time: 5 minutes

 

 

 

જતિન ભટ્ટ

(ટેક્સ એડવોકેટ, રાજકોટ)

જી.એસ.ટી. હેઠળ વન નેશન વન ટેક્સ લાવવા થયેલ પ્રયાસ હાલ તો વન નેશન-વન ટેક્સ-ડિફ્રંટ પ્રોબ્લેમ્સ સાબિત થઈ રહ્યો છે. 

જે GST  કાયદા ને અમલ માં આવ્યા ને સાડા 4 વર્ષ થયા હોવા છતાંય ઘણી ખામી એવી છે જે સામાન્ય વેપારીને ઉડીને આખે નો દેખાય પણ વહીવટની દ્રષ્ટિ એ ખુબ મોટી છે. આ ખામીઓના કારણે ટેક્સ પ્રોફેશનલસ ખૂબ હેરાન થઇ રહ્યા છે. ઘણી સમસ્યાઓ એવી છે કે જેનો ઉકેલ SGST કે CGST ના અધિકારી પાસે પણ ઉપલબ્ધ નથી. મારા માટે આ સમસ્યાઓનો ઉકેલ માત્ર CBIC જ લાવી શકે છે. પરંતુ લાગી એવું રહ્યું છે કે આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં કોઈને કોઈ રસ નથી એવું માનવું જોઈએ. આ સમસ્યાઓ આજે એક ટેક્સ પ્રોફેશનલ્સ તરીકે મારા અન્ય ટેક્સ પ્રોફેશનલ મિત્રો સમક્ષ રજૂ કરી રહ્યો છું.

1. કાયદા ના બે હાથ સમાન SGST અને CGST માં કામ કરવા ની પદ્ધતિ નો વિરોધાભાસ

 • SGSTને પોતાનું સર્વર છે એટલે કોઈ ડોક્યુમેન્ટ કોઈ પ્રોફેશનલ કે વેપારી અપલોડ કરે એટલે જે તે અધિકારી પોતાના કોમ્પ્યુટર દ્વારા જોઈ શકે જયારે CGST નું પોતાનું સર્વર નથી એટલે પેલા GSTN એટલે કે મૂળ સર્વર માં  જાય અને પછી ત્યાંથી CGST ના સર્વર માં આવે એટલે જે તે અધિકારી જોઈ શકે ત્યાં સુધી તેઓને કોઈ ડોક્યુમેન્ટ દેખાય નહીં.
 • નવા નંબર માટે ની અરજી આપમેળે જ GSTN  ના સર્વર માંથી વારા ફરતી SGST અને CGST માં જાય છે. જો અરજી SGST માં જાય તો જે તે અધિકારી તરત જ જોઈ શકે જયારે CGST  માં જાય તો અમદાવાદ ખાતે તેઓ નું એક CPC  સેન્ટર આવેલ છે ત્યાંથી આ બધી કાર્યવાહી થાય છે.
 • SGSTમાં નવા નંબર અરજી કરો તો તેમાં કાયદા બહારની વિગત માંગે છે જેવી કે માલ સ્ટોરેજ કેપેસિટી બતાવો અનુભવનું પ્રમાણ પત્ર આપો માતા પિતા કે પતિ,પત્ની ની મિલ્કત હોય અને સહમતી પત્ર આપ્યો હોય તો તેને નોટરી કરાવવો વગેરે જયારે CGST માં જો નવા નંબર ની અરજી જાય તો લેટિટ્યૂડ આપવાનું ધંધા ના સ્થળ કોમ્પ્લેક્સનું નામ આપવાનું, દુકાન ના નંબર પણ આપવા જણાવવામાં આવે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આ દુકાનોમાં દુકાન નંબર એલોટ થયા હોતા નથી. ઉ.દા. ધર્મેન્દ્ર રોડ, રાજકોટ. કે મણિનગર,અમદાવાદ.  પરની દુકાન એમાં ક્યા કોમ્પ્લેક્સ કે દુકાનના નંબર હોય.આ બધું શક્ય હોય તેટલું આપ્યા બાદ પણ બંને ડિપાર્ટમેન્ટના અધિકારી ને સંતોષ ના થાય તો અરજી રિજેક્ટ કરવામાં આવે છે.
 • SGST માં અપીલ નવા નંબર એટલે કે રિસ્ટોરેશન માટે કરો તો ચલાવાય છે બાકી ની પેન્ડિંગ રખાય છે જયારે CGST અમુક અપીલ (દા.ત.રીવૉકેશન,રીફન્ડ,ઇ વે બિલ) નો નિકાલ થાય છે.
 • SGST માં અપીલ ઓનલાઇન કરો ત્યારબાદ મેઈલ કરવા નો અને ત્યાર બાદ જરૂરી કાગળ સાથે હાર્ડ કોપી આપવા નું અને રૂબરૂ હાજર થવાનું જયારે CGST  માં અપીલ ફાઈલ કરી  કરીએ તેની 2 નકલ માં હાર્ડ કોપી આપવાની અને ત્યાર બાદ ઓનલાઇન જ હીયરીંગ થાય છે.
 • SGST અપીલ નો નિર્યણ તાત્કાલિક ખબર પડે જયારે CGST માં અપીલ નો નિર્યણ નો પત્ર વેપારીને જાઇ છે, હીયરીંગમાં કશી જાણ કરવામાં આવતી નથી.
 • SGST માં અપીલમાં સોગંદનામું. ક્રેડિટ લેજર, ચલણની પહોંચ,ટેક્સનું પત્રક વિગેરે વિગત માંગવામાં આવે છે જયારે CGST  માં એવું કોઈ ફરજીયાત નથી  GST રદ થવા ના કારણો અને તેને આનુસંગીક પુરાવા જોડીએ તો ચાલી જાય છે.
 • SGST નવા નંબરની અરજી માટે કોઈ માપદંડ નથી. જે અધિકારી લાગે તે મુજબની કવેરી કાઢે જયારે CGST માં કાયદા ના પાલન નો આગ્રહ દર્શાવી કોઈ પ્રેક્ટિકલ વિકલ્પ અપનાવવા તૈયાર નથી. અને ત્યા રૂબરૂ કે ફોનથી સંપર્ક  શક્ય નથી.
 • SGST માં રીવૉકેશન માં તે અરજી કરીએ ત્યારે અધકારી જરૂરી પુરાવા માંગે,સ્થળ તપાસ થાય ત્યાર બાદ તેમના ડેપ્યુટી કમિશનરની પરમિશન માટે મોકલે, ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ને ત્યાંથી ફરીથી તપાસ થાય ફરીથી બધી વિગત મંગાવાય છે ત્યાર બાદ રીવૉકેશન મંજુર થાય છે જયારે SGST માં આવી કોઈ પદ્ધતિ નથી ઇન્સ્પેકટર લેવલ થી જ પ્રોસિજર થાય છે.
 • GST માં નવા નંબરની અરજી CGST અને SGST મા એક સમાન મંગાવાય છે જે  તદ્દન પાયા વિહોણો છે. વેપારીના પાન નંબર અને આધારકાર્ડની ઓરીજનલ કોપી અપલોડ કરવાની આ સૌથી હાસ્યાસ્પદ બાબત છે કારણ કે જયારે કોઈ વેપારી નવા નંબરની અરજી કરે ત્યારે પાન નંબર નાખી અરજી થાય છે, જે પાન નંબર છે તેમાં સ્પેલિંગ ભૂલ છે કે નથીઆ બધું ચેક થયા પછી TRN નો.જનરેટ થાય છે અને આધાર ઓથેન્ટિક થયા પછી જ ARN જનરેટ થાય છે. મતલબ કે GSTN ની સાઈટ ઇન્કમટેક્સ ને UDIN ની સાઈટ પર જઈ વેપારીનું આધાર પાનની ખરાઈ કરે છે. GSTN ની સાઈટ જે વસ્તુ ચેક કરી ને જે તે ડિપાર્ટમેન્ટ ને મોકલે તે ફરી થી ચેક કરવા નો અર્થ શું? તો પછી આ અધિકારી આ ફરી ચેક કરી શું સાબિત કરવા માંગે છે, ?
 • તેમજ નવા નંબર ની અરજી CGST અને SGST દ્વારા માં વેપારી ના ઘરની વિગતો તેના પુરાવા મંગાવાય છે તેમજ અમુક ડોક્યુમેન્ટ નોટરી કરાવીને પણ મંગાવાય છે જયારે કાયદા માં ક્યાંય એવું માંગવાનું જણાવાયેલ નથી. છતાંય અધિકારી શું સાબિત કરવા આ પુરાવા માંગે છે, આ ક્ષતિઓના આધારે ઘણા નવા નંબરની અરજી રિજેક્ટ કરે છે જે કાયદા વિરુદ્ધ છે.
 • ઘણા કિસ્સા માં વેપારી એ ઘર સરનામાથી નવા નંબરની  અરજી કરી હોય તો તમને નંબર નથી મળતો અને કારણ એવું અપાય છે કે સ્ટોરેજ કેપેસીટી નથી કે ઘેરથી ધંધો કરી ના શકે. આજે આ કોરોના મહામારી માં વર્ક ફ્રોમ હોમ હોય ત્યારે અને ઘણા કિસ્સામાં માલ રાખવા નો હોતો જ નથી. આ બધી વિગત તપાસ્યા વગર જ અરજી રિજેક્ટ કરી દેવા માં આવે છે.
 •  નવા નંબર મેળળવા આટલી જટિલ પ્રક્રિયાને બદલે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા એક SOP બહાર પાડવા માં આવે અને તે મુજબ દરેક અધિકારી વિગત માંગે તો કાયદાનું એક શિસ્ત જળવાશે અને કાયદાની આ બિન જરૂરી આટીઘુંટી માંથી વેપારીને અને ખાસ પ્રોફેશનલને રાહત થશે. આજે એક વેપારીનો નંબર લેવા ઓછા માં ઓછી બે વાર અરજી કરવી પડે છે. એક ને એક પ્રોસિજર ફરીથી કરવી પડે છે અને ફરી વેપારી અને પ્રોફેશનલ ના સમય નો વ્યય થાય છે.
 • ત્યાં સુધી વેપારી ધંધો નથી કરી શકતો તો સરકાર કોઈ નક્કર પગલાં લે તેવી આશા રાખીએ

2. હવે જોઈએ કાયદા શું છે અને સિસ્ટમ શું કેહે છે

 • કોઈ માલ ઈમ્પોર્ટ કરીએ ત્યારે તે માલ ઓટોમેટિક તમારા 2B માં દેખાય છે,જયારે અત્યારે ઘણા કિસ્સામાં તે ઈમ્પોર્ટ કરેલ માલ 2B માં દેખાતોય નથી. તમે જયારે માલ ખરીદ કરો તેનું e way બિલ હોય, માલ આવ્યાના પુરાવા હોય ઓરીજીનલ ખરીદ બિલ હોય અને સામે વાળાને GSTR 1 માં ચડાવેલ હોય તેની ઇનપુટ ક્રેડિટ મળે આવું કાયદો કહે છે પરંતુ આ કેસ માં માત્ર સિસ્ટમની ભૂલ ને કારણે 2B માં ખરીદી ના દેખાતી હોય તો વેપારી ને ક્રેડિટ આપવામાં આવતી નથી.
 • નોટોફિકેશન નો.94/2020 મુજબ રૂલ્સ 8 ના સબ રુલમાં ફેરફાર કરેલ છે કે નવા રજીટ્રેસન માટે આધાર ઓથેન્ટિકેશન માટે બાયોમેટ્રિકથી કરવાનું રહેશે. હજુ સુધી આ નોટિફિકેશન નોટીફાઈ પણ નથી થયું અને સિસ્ટમ માં પણ ઉપલબ્ધ નથી.
 • જયારે કોઈ વેપારી જો એક કે 2 માસ ના રિટર્ન ના ભરે તો સિસ્ટમ માં વેપારી નો GST નો. સસ્પેન્ડ બતાવે છે એટલે પછી તમે રિટર્ન ભરી સકતા નથી અને પરિણામે તમારો GST નો. વધુ રિટર્ન ડિફોલ્ટર ને કારણે અધિકારી દ્વારા રદ કરવામાં આવે છે. જયારે કાયદા આવું પ્રોવિઝન છે જ નહીં.
 • આમ, સિસ્ટમ અને કાયદા વચ્ચે પણ ઘણી વિસંગતા છે જે ને પરિણામે વેપારી અને પ્રોફેશનલ્સે ઘણું સહન કરવું પડી રહ્યું છે. મારા ધ્યાનમાં રોજ બરોજ ના કાર્યના આવા કિસ્સા ધ્યાને પડેલ જે આપણી સમક્ષ આ લેખમાં રજુ કરવામાં આવ્યા છે. આ લેખનો મૂળ ઉદેશ સરકાર સુધી આ ખામી પહોંચે અને તેમાં સુધારો થાય તે અંગેનો છે. આ સુધારાઓ કરવામાં આવે તો સાચા અર્થમાં જી.એસ.ટી સરળ બને. અન્યથા હાલની પરિસ્થિતીમાં ક્યાંય વન નેશન વન ટેક્સ કે સરળ GST ફલિત થતું દેખાતું નથી. આ લેખમાં શબ્દો મારા છે પરંતુ હું ચોક્કસ પણે માનું છું કે આ લેખના મુદ્દાઓ સાથે આપ સૌ ટેક્સ પ્રોફેશનલ્સ સહમત થશો. આ લેખ અંગે આપના અભિપ્રાય નીચે કોમેન્ટમાં લખી શકો છો.
 • ચાર વર્ષનો લાંબો સમય વીતી ચૂક્યો હોવા છતાં જી.એસ.ટી. ટ્રિબ્યુનલ આજે પણ અસ્તિત્વમાં આવી નથી.

(લેખક જાણીતા ટેક્સ એડવોકેટ છે અને રાજકોટ ખાતે ટેક્સ પ્રેક્ટિસ કરે છે. તેઓ ગુજરાતના જી.એસ.ટી. પ્રેકટિશનર્સના સૌથી મોટા એસોશીએશન ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો. ના ભુતપૂર્વ સેક્રેટરી રહી ચૂક્યા છે)

2 thoughts on “જી.એસ.ટી.-વન નેશન-વન ટેક્સ: વિસંગતતાઓ અનેક!!

 1. તમારા દ્વારા કરાયેલ સૂચનો યોગ્ય છે પરંતુ તેની રજૂઆત લગતા વળગતા આધિકારીઓ સામે આથવા આપના દ્વારા ચુંટાએલ સભ્યો સામે રજુ થાય તો સરળ બનાવી શકાય. આપે આપેલ યોગ્ય માર્ગદર્શન ખરેખર સાચું છે. આભાર

Comments are closed.

error: Content is protected !!