સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 14th January 2023

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી./વેટ

  1. અમારા અસીલ ટ્રાન્સપોર્ટેશનનો ધંધો કરે છે. તેઓની પાસે કોઈ ટ્રક નથી. તેઓ પોતાના ટેક્સ ઇંવોઇસ ટ્રક ભાડેથી લેનાર ગ્રાહકને આપે છે. શું તેઓ બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી ટ્રક ભાડે લે તો તેઓની RCM ભરવાની જવાબદારી આવે? ટ્રક ભાડે આપનાર જી.એસ.ટી. હેઠળ રજિસ્ટર્ડ હોય તો RCM ની જવાબદારી આવે?                                                                                                                  દશરથભાઈ, મહાવીર કન્સલ્ટન્સી

જવાબ:  ના, GTA ને ભાડે આપવામાં આવતા ટ્રક ઉપર RCM ભરવાની જવાબદારી ના આવે તેવો અમારો મત છે.

  1. જી.એસ.ટી. હેઠળ બે પ્રકારની ક્રેડિટ નોટ આપવામાં આવતી હોય છે. એક એવી ક્રેડિટ નોટકે જમા જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો હોય છે અને અમુક ક્રેડિટ નોટમાં જી.એસ.ટી. લગાડવામાં આવ્યો હોતો નથી. આ પ્રાઇસ રેઇટ ડીફરન્સ, ટ્રેડ ડિસકાઉન્ટ, રેઇટ સપોર્ટ ડિસકાઉન્ટ વગેર માટેની ક્રેડિટ નોટ હોય છે. શું આ પ્રકારે જે ક્રેડિટનોટ પર જી.એસ.ટી. ના લગાડવામાં આવેલ હોય તેવી ક્રેડિટ નોટ આવક ગણી જી.એસ.ટી. ની જવાબદારી ખરીદનારની આવી શકે?                                                                                                            જગદીશભાઈ વ્યાસ, એડવોકેટ, ડીસા

જવાબ: જી.એસ.ટી. કાયદાની કલમ 34 હેઠળ ક્રેડિટ કે ડેબિટ નોટ બનાવવાની જવાબદારી વેચનાર (સપ્લાયર) ની આવે. ક્રેડિટ નોટમાં કે ડેબિટ નોટમાં જી.એસ.ટી. ને અસર ના કરતી ક્રેડિટ નોટ કે ડેબિટ નોટ વેચનાર (સપ્લાયર) દ્વારા આપવામાં આવે ત્યારે ખરીદી બાબતની ક્રેડિટ નોટ ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે. આ અંગે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ (CBIC) નો સર્ક્યુલર પણ ઉપલબ્ધ છે.

  1. અમારા અસીલનો જી.એસ.ટી. નંબર સુઓ મોટો રદ્દ થઈ ગયો છે. શું આ સુઓ મોટો કેન્સલ થયેલ નંબર માટે પણ GSTR 10 ભરવું જરૂરી બને?

જવાબ: હા, સુઓ મોટ્ટો કેન્સલ થયેલ જી.એસ.ટી. નંબર ઉપર પણ GSTR 10 ભરવાની જવાબદારી આવે.

  1. શું કન્સ્ટ્રકશન બિઝનેસમાં સિમેન્ટ ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે?

જવાબ: કન્સ્ટ્રક્શન બિઝનેસ જો રેસિડનશિયલ હોય તો કન્સ્ટ્રક્શન બિઝનેસમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં કમર્શિયલ હોય તો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે. જો કે આ વિષય એવો છે જેવા વિગતવાર દરેક કેસની વિગતો જાણી-વાંચન કરી નિર્ણય લેવામાં આવે તે હિતાવહ છે.

  1. અમારા એક અસીલના નાણાકીય વર્ષ 2017 18 ના વર્ષમાં કોઈ અન્ય કરદાતાનું GSTR 1 ફાઇલ થઈ ગયું છે. આ કારણે GSTR 3B તથા GSTR 1 માં ડિફરન્સ આવે છે. હવે જ્યારે જી.એસ.ટી. નંબર રદ્દ કરાવવો છે ત્યારે અધિકારી આ તફાવતની રકમ ઉપર ટેક્સ ભરવા જણાવે છે. શું 2017 18 ના વર્ષ માટે આ સુધારો કરવાનો કોઈ વિકલ્પ રહે?                                                                                          વિજય પ્રજાપતિ, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: ના, હાલ 2017 18 ના વર્ષ માટે હાલ કોઈ સુધારાનો વિકલ્પ રહેતો નથી. હા, 2017-18 ના વર્ષ માટે GSTR-9 ભરી આ સાથે અધિકારીને જવાબ આપવાનો એક વિકલ્પ રહેલ છે. GSTR 1 માં B2C વેચાણ હોય તો તકલીફ ઓછી પડી શકે છે. આ સિવાય માત્ર રિટ પિટિશન દ્વારા GSTR 1 ફરી ભરવા વિકલ્પ બાબતે દાદ માંગવાનો વિકલ્પ રહેલો છે.


ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

4 thoughts on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 14th January 2023

  1. COMPOSITION MA KHARID DETAIL MATE RETURN MA 4A E DAR MAHINE UPDATE THATO RAHE CHHE KE 2B NI JEM FREEZ THAI JAY CHHE?

  2. મારા એક અશીલ મરીન ઇન્ડસ્ટ્રીઅલ એન્જિન ના પાર્ટ્સ નુ ખરીદ વેચાણ કરે છે. જેના HSN કોડ મુજબ ૨૮% અને ૧૮% જી.એસ.ટી. આવે છે. અત્યારે એમને સેન્ટ્રલ ગવેર્નમેન્ટ માં ડિફેન્સ એજંસી ને માલ નુ વેચાણ કરવાનું છે તે લોકો એમ કહે છે કે આમ ૫% જી.એસ.ટી. આવે. તો મારા અશીલ તો રેગ્યુલર ખરીદ વેચાણ માં ૨૮% અને ૧૮% જ જી.એસ.ટી. લગાવે છે. તો શું ડિફેન્સ એજંસી માં કોઈ અલગ જી.એસ.ટી લાગે ? HSN CODE : 85118000,85452000,84139190,40169390,84841090,84879000,

Comments are closed.

error: Content is protected !!