સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 19.08.2023

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

 1. અમારા અસીલ SEZ માં ધંધો ધરાવે છે. આ SEZ યુનિટ દ્વારા DTA (ડોમેસ્ટિક ટેરિફ એરિઆ) માં વેચાણ કરવામાં આવ્યું છે. આ વ્યવહાર માટેનો IGST ફોર્મ GAR 7/TR 6 દ્વારા ભરી આપવામાં આવ્યો છે. આ વ્યવહાર GSTR 3B માં 3.1 (A) અને GSTR 1 માં B2B સપ્લાયમાં યોગ્ય રીતે દર્શાવી આપવામાં આવ્યા છે. આ વ્યવહારમાં ભરવામાં આવેલ IGST ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે? અને જો હા, તો IGST કાયદાની કઈ કલમ હેઠળ આ ક્રેડિટ મળે. આ ઉપરાંત આ અંગે નીચેના પ્રશ્ન પણ છે.
  1. IGST કાયદા હેઠળ SEZ દ્વારા DTA ને વેચાણ કરવામાં આવે તે અંગે કોઈ ખાસ જોગવાઈ છે?
  2. શું તમને લાગે છે કે આ સ્થિતિમાં “ડબલ ટેક્સેશન” ની સ્થિતિ ઊભી થાય છે?

જવાબ: આપના અસીલ જે SEZ માં ધંધો ધરાવે છે એ જ્યારે DTA માં વેચાણ કરે ત્યારે તેઓ (SEZ યુનિટ) IGST ભરવા જવાબદાર થશે અને આ ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.  આ સ્થિતિમાં અમારા મત મુજબ ડબલ ટેક્સેશન ની પરિસ્થિતી ઊભી ના થાય કારણકે DTA માં ખરીદનારને આ વ્યવહારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી રહેવાની છે.  

 1. અમારા અસીલના કેસમાં 2017 18 ના વર્ષમાં ASMT 10 બાદ DRC 01 ની નોટિસ આપી ડિમાન્ડ ઊભી થયેલ છે. મે. મેધા એંજિનયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી ના કેસમાં નામદાર હાઇકોર્ટના ચુકાદા મુજબ GST કાયદાની કલમ 50(1) માં થયેલ સુધારા મુજબ “ક્રેડિટ લેજર” માંથી કોઈ રકમ ભરવામાં આવે તો વ્યાજ લાગે નહીં. અમારા અસીલના કેસમાં નાણાકીય વર્ષ 2017 18 માં કે જ્યાં ડિમાન્ડ ઊભી થઈ છે, ત્યાં “ક્રેડિટ લેજર” માં બેલેન્સ છે જ. આકારણી આદેશ પસાર કરવામાં આવ્યો છે ત્યારે પણ ક્રેડિટ લેજરમાં પૂરતું બેલેન્સ છે જ. આ ક્રેડિટ લેજરમાંથી જ ડિમાન્ડની રકમની ચુકવણી કરવામાં આવેલ છે. પરંતુ 2017-18 બાદ, ડિમાન્ડ ઊભી થઈ છે તે દરમ્યાન ક્યારેક આ “ક્રેડિટ લેજર” બેલેન્સમાં ઘટાડો આવ્યો છે. આવા સંજોગોમાં પ્રશ્ન એ છે કે વ્યાજની ગણતરી માટે ક્યાં બેલેન્સને ધ્યાને લેવાનું રહે?                                  જે.વી. પટેલ એન્ડ કૂ, જેતપુર

જવાબ: ASMT 10 માં જે ટેક્સ પિરિયડમાં ડિમાન્ડ ઊભી થઈ છે તે સમયે જો ક્રેડિટ લેજરમાં બેલેન્સ હોય તો જી.એસ.ટી. કાયદાની કલમ 50 હેઠળ વ્યાજ લાગુ થશે નહીં. સરળ ભાષામાં કહીએ તો જે તે સમયે જો આ વેરો ભરવાનો આવ્યો હોય તે ભરવા માટે કેશ લેજરમાંથી ભરવાનો થતો હોય તો જ વ્યાજ ભરવા જવાબદારી આવશે તેવો અમારો મત છે.

  1. SEZ યુનિટને કરવામાં આવેલ વેચાણ “ડીમ્ડ એક્સપોર્ટ ગણાય કે નહીં? SEZ ને કરવામાં આવેલ વેચાણ 01.% અથવા પૂરો જી.એસ.ટી. નો દર ઉઘરવી કરવી શકાય કે નહીં?                                                                                                                              જે.વી. પટેલ એન્ડ કૂ., જેતપુર

જવાબ: ના, SEZ યુનિટને કરવામાં આવેલ વેચાણ એ “ડીમ્ડ એક્સપોર્ટ” ગણાય નહીં પરંતુ “ઝીરો રેટેડ સેલ” ગણાય. આપ, LUT હેઠળ અથવા તો “વિથ પેમેન્ટ” “ઝીરો રેટેડ” સપ્લાય કર્યો છે તેમ ગણાય. ડીમ્ડ એક્સપોર્ટ માટે જી.એસ.ટી. કાયદાની કલમ 147 જોઈ જવા વિનંતી.

 1. અમારા અસીલ સાડીનું ટ્રેડીંગ કરે છે. એમને સાડી પેકિંગ માટે “પેકિંગ મટિરિયલ” ખરીદી કરવાનું થાય છે જેના ઉપર 18% જી.એસ.ટી. લાગે છે. જ્યારે સાડી ઉપર 5% જી.એસ.ટી. ભરવા પાત્ર છે. તો શું તેઓ પાસે જમા રહેતી જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નું રિફંડ તેઓ માંગી શકે?                                                                                                                                                                                                      ધર્મેશ જરીવાલા , સુરત

જવાબ: હા, ઇનવરટેડ ડ્યૂટી હેઠળ આ રિફંડ માંગી શકાય તેવો અમારો મત છે. માત્ર એ બાબત કે સાડીના ટ્રેડીંગમાં “પેકિંગ મટિરિયલ” ઈન્પુટનો એક ખૂબ ન્યૂન ભાગ ગણાય, આમ છતાં આ ક્રેડિટ વધે તે અંગે ચકાસણી કરી લેવી જરૂરી બને.


  ખાસ નોંધ

 1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
 2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
 3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!