સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 19th February 2022
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
જી.એસ.ટી.
- અમારા અસીલનો ધંધો ટ્રેડિંગનો છે. હાલ આ ધંધો પાર્ટનરશિપ ઢોરણે ચાલે છે. આ ધંધો હવે પ્રોપરાઈટરશીપ ધોરણે તબદીલ કરવાનો છે. હાલ ધંધામાં રહેલ સ્ટોક તથા ક્રેડિટ નવા ધંધામાં તબદીલ થઈ શકે? જો હા તો કેવી રીતે? હિત લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ કચ્છ.
જવાબ: હા, પાર્ટનરશિપમાંથી સંપૂર્ણ જવાબદારી સાથે જો પ્રોપરાઇટરશીપમાં ધંધો તબદીલ કરવામાં આવે તો સ્ટોક તથા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તબદીલ થઈ શકે છે. આ માટે જી.એસ.ટી. કાયદાની કલમ 18 (3) જોઈ જવા વિનંતી. ITC-02 ફોર્મ વડે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તબદીલ થઈ શકે છે.
- અમારા અસીલની ખરીદી એવા વેચનાર પાસેથી હોય છે જેમને તેઓ સારી રીતે ઓળખતા હોતા નથી. GSTR 2B માં એન્ટ્રી દર્શાવવામાં આવે પછી તેઓ વેચનારાઓને પેમેન્ટ કરતાં હોય છે. પાછળથી વેચનારા બિલમાં એમેંડમેંટ કરી બિલ શૂન્ય કરે અથવા ક્રેડિટ નોટ દ્વારા અમારા અસીલની જાણ બહાર વેચાણ તથા ટેક્સની રકમ શૂન્ય કરી નાખે તો અમારા અસીલ પાસે શું વિકલ્પ રહે? વિજય પ્રજાપતિ, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: હા, અમુક કિસ્સાઓમાં આવું થતું હોય છે. આ કિસ્સાઓમાં ખરીદનાર પાસે પોર્ટલ ઉપર ખાસ કોઈ વિકલ્પ રહેલો નથી. આ અંગે જાણ થતાં વેચનાર વેપારીના જ્યુરિસડીકશન અધિકારીને તુરંત જાણ કરવામાં આવે તેવો એક વિકલ્પ ખરીદનાર લઈ શકે. આ ઉપરાંત માલ વહનના યોગ્ય પુરાવા, ટેક્સ ઇંવોઇસ જેવા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવાના જરૂરી પુરાવાઓ રાખવાથી ખરીદનાર ભવિષ્યમાં લડત કરી શકે છે તેવો અમારો મત છે.
- અમારા અસીલ ફેક્ટરી ધરાવે છે. સ્ટાફના સભ્યોના વહન માટે તેઓ પાસે બસ (ડ્રાઈવર સહિત 13 થી વધુ લોકો બેસી શકે તેવી બસ) છે. આ ઉપરાંત તેઓ પાસે માલમી હેરફેર માટે ટ્રક પણ રહેલા છે. અમુક બસ તથા ટ્રક અમો લીઝ ઉપર અન્ય કંપનીને વાપરવા આપીએ છીએ જેના ભાડા ઉપર અમો 18 % જી.એસ.ટી. વસૂલીએ છીએ અને તેઓને ટેક્સ ઇંવોઇસ આપીએ છીએ. આ વ્યવહાર બારોબાર છે તે કે કેમ તે અંગે માર્ગદર્શન આપવા વિનંતી. જિગ્નેશભાઈ દેત્રોજા, ધોરાજી
જવાબ: હા, આપનો આ વ્યવહાર બારોબાર છે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- હું એક કોલેજમાં પ્રોફેસર છું. મારી ટેક્સની જવાબદારી 30% રહેતી હોય છે. મે 180000/- જેવો ખર્ચ ગુજરાત સરકારની LTC યોજના માટે કરેલ છે. આ ખર્ચ ઉપર 12% જી.એસ.ટી. લાગેલ છે. જેની સામે મને સરકાર તરફથી 60000/- મારા સેલેરી એકાઉન્ટમાં મળેલ છે. મારો પ્રશ્ન એ છે કે આ LTC ની રકમ ટેકસેબલ બને? મનોજ વી. દવે, પ્રોફેસર, રાજકોટ
જવાબ: ગુજરાત સરકારની LTC કેશ વાઉચર યોજના હેઠળ આપણે 60000 ની રકમ મળેલ છે. કરેલ ખર્ચના 1/3 રકમ જો અન્ય શરતો પુર્ણા થતી હોય તો આપને ઇન્કમ ટેક્સ ઉપર બાદ મળે. આ માટે વ્યક્તિના પરિવારના સભ્યદીઠ 36000/- ની મર્યાદા પણ હોય જે તમે બે કે વધુ સભ્યોના બિલ હોય તો આપને 60000 ની રકમ ઇન્કમ ટેક્સ કલમ 10(5) હેઠળ બાદ મળે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.