સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)22nd November 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી
1. અમારા અસીલના GSTR 3B ભરતાં સમયે અમો તેઓની ચોપડા મુજબની ખરીદી ધ્યાને લઈ રિટર્ન ભરતાં હોયએ છીએ. GSTR 2B ધ્યાને લેતા નથી. હા અર્ધવાર્ષિક-વાર્ષિક 2A એકાઉન્ટની સાથે મેળવણી જરૂર કરીએ છીએ. હવે, જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફથી આ બાબતે નોટિસ આવેલ છે. આ અંગે શું જવાબ આપી શકીએ? રૂપેશ રાવલ, સાણંદ
જવાબ: આ એક પ્રેક્ટિકલ પ્રશ્ન છે. આ અંગે જવાબ આપવામાં જી.એસ.ટી. કાયદાની કલમ 16 તથા વિવિધ ચૂકાદાઓનો ઉલ્લેખ કરવો જરૂરી છે. આ બાબાતે જરૂર જણાય તો અમારી (ટેક્સ ટુડેની) વ્યાવસાયિક મદદ લઈ શકો છો.
2. અમારા અસીલના પિતા તથા દાદા બન્ને માલિકી ધોરણે ધંધો કરે છે અને જી.એસ.ટી. નંબર ધરાવે છે. અમારા અસીલના દાદાની ઉપર થઈ હોવાના કારણે તેઓ જી.એસ.ટી. નંબર અમારા અસીલના નામે ટ્રાન્સફર કરી આપવા માંગે છે. શું આ જી.એસ.ટી. નંબર ટ્રાન્સફર કરી શકાય? સ્ટોક ટ્રાન્સફર કેવી રીતે કરી શકાય તથા તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કેવી રીતે મેળવી શકાય? રૂપેશ રાવલ, સાણંદ
જવાબ: હા, તમારા અસીલના દાદા તમારા અસીલને જી.એસ.ટી. નંબર ટ્રાન્સફર કરી આપી શકે છે. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તબદીલ કરવા માટે સૌપ્રથમ એ સુનિશ્ચિત કરવાનું રહે કે જી.એસ.ટી. નોંધણી ટ્રાન્સફર સમયે ધંધો તમામ જવાબદારીઓ સાથે નવા માલિક દ્વારા સાંભળવામાં આવ્યો હોય. જો આમ થતું હોય તો જી.એસ.ટી. કાયદાની કલમ 18(3) તથા નિયમ 41 ધ્યાને લઈ ITC 02 ફોર્મ ભરી આ ક્રેડિટ ટ્રાન્સફર કરી શકાય છે.
3. અમારા અસીલ મોટર બોડી રિપેરિંગનું કામ કરે છે. તેમના ધાંધણી જગ્યાએ તેઓએ સોલર પેનલ લગાવી છે. આ સોલર પેનલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળી શકે? રૂપેશ રાવલ, સાણંદ
જવાબ: હા, સોલર પેનલનો ઉપયોગ “ફરધરન્સ ઓફ બિઝનેસ” માં ગણાય અને આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે તેવો અમારો મત છે.
4. અમારા અસીલ વર્કસ કોન્ટ્રાકટર છે. તેઓ ગુજરાતમાં જી.એસ.ટી. હેઠળ નોંધાયેલા છે. હવે તેઓને મહારાષ્ટ્રમાં વર્કસ કોન્ટ્રાક્ટ મળ્યો છે. હવે આ અસીલ અંગે અમારા નીચે મુજબના પ્રશ્નો છે.
શું તેઓ માટે મહારાષ્ટ્રમાં જી.એસ.ટી. નોંધણી દાખલો લેવો ફરજિયાત બનશે?
શું તેઓ મહારાષ્ટ્રમાં નંબર ના લે અને ગુજરાતના જી.એસ.ટી. ઉપર બિલ ટુ શીપ ટુ વ્યવહાર દ્વારા મહારાષ્ટ્રની સાઇટ ઉપર ખરીદી કરે તો ગુજરાતના જી.એસ.ટી. માં તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકે?
જો તેઓ મહારાષ્ટ્રમાં નંબર ના લે તો શું IGST લગાડી “ઇંવોઇસ” ઇસસ્યું કરી શકે?
મહેશ ભેસાણીયા, એડવોકેટ, જુનાગઢ
જવાબ: આપના પ્રશ્નોના જવાબ અમો નીચે મુજબ આપીએ છીએ.
મહારાષ્ટ્રમાં જી.એસ.ટી. નંબર લેવો આપના અસીલ માટે ફરજિયાત નથી તેવો અમારો મત છે.
તેઓ મહારાષ્ટ્રમાં જી.એસ.ટી. નંબર ના લે તો ગુજરાતના રજીસ્ટ્રેશન ઉપર બિલ ટુ ગુજરાત શીપ ટુ મહારાષ્ટ્ર દ્વારા ખરીદી કરે તો ગુજરાતના જી.એસ.ટી. નંબરમાં માલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે. પરંતુ જો સ્થાવર મિલ્કતને સલગ્ન કોન્ટ્રાક્ટ હશે તો પ્લેસ ઓફ સપ્લાય મહારાષ્ટ્ર ગણાશે અને સેવા પૂરી પાડનાર મહારાષ્ટ્રમાં CGST અને SGST નું બિલ આપશે અને આવી સેવાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં તેવો અમારો મત છે.
હા, તમારા અસીલ IGST લગાડી આંતર રાજ્ય વર્કસ કોન્ટ્રાક્ટ અંગે “ઇંવોઇસ” આપી શકે છે તેવો અમારો મત છે.
5. અમારા અસીલ કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા કરદાતા છે. તેઓ પોતાનો નોંધણી દાખલો રદ કરવા અરજી કરે છે. શું તેઓ કેપિટલ ગુડ્સ ઉપર પણ જી.એસ.ટી. ભરવા જવાબદાર બનશે? મહેશ ભેસાણીયા, એડવોકેટ, જુનાગઢ
જવાબ: ના, કંપોઝીશનની પરવાનગી ધરાવતો વેપારી કેપિટલ ગુડ્સ ઉપર નોંધણી દાખલો રદ્દ કરતાં સમયે જી.એસ.ટી. કાયદાની કલમ 29(5) હેઠળ જી.એસ.ટી. ભરવા જવાબદાર ના બને તેવો અમારો મત છે.
6. અમારા અસીલ એક્સપોર્ટર છે. તેઓ Ocean Freight ની ચુકવણી કરે છે. હાલ આ Ocean Fright ઉપર RCM ભરવાની જવાબદારી આવે? ધ્રુવી શાહ, અમદાવાદ
જવાબ: ના, એક્સપોર્ટ ઉપરના Ocean Freight ઉપર જી.એસ.ટી કાયદાની કલમ 9(3) હેઠળ 30.09.2022 સુધી RCMમાં મુક્તિ આપવામાં આવેલ હોય, RCM ભરવાની જવાબદારી ના આવે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ સંયુક્ત નામે ખેતીની જમીન ખરીદી કરે છે. ત્યારબાદ તેઓ સંયુક્ત નામે બિનખેતી કરવી, બિન ખેતી પ્લોટ્સનું વેચાણ કરે છે. અમારો પ્રશ્ન એ છે કે આ સંજોગોમાં તેઓએ આ વ્યવહારને ધંધાકીય આવક દર્શાવવો ફરજિયાત બને કે કેપિટલ ગેઇન તરીકે પણ દર્શાવી શકે? શું બન્ને વ્યક્તિઑ માં 50% ગ્રોસ રિસીપ્ટ દર્શાવી રિટર્ન ભરી શકાય? ભવિષ્યમાં આકારણીમાં AOP તરીકે આ સંયુક્ત માલિકી જમીનને ગણવામાં આવે તો ઊંચા ટેક્સ દરોનું જોખમ રહે? મહેશ ભેસાણીયા, એડવોકેટ, જુનાગઢ
જવાબ: આ પ્રકારના વ્યવહારોનો હેતુ ધંધાકીય ગણાય. આ વ્યવહારો માટે ભાગીદારી પેઢી બનાવી ધંધાકીય આવક તરીકે દર્શાવવા વધુ હિતાવહ રહે તેવો અમારો મત છે. સંયુક્ત માલિકોમાં 50% લેખે ગ્રોસ રિસીપ્ટ દર્શાવવાનો વિકલ્પ અમારા મતે યોગ્ય ગણાય નહીં કારણકે વેચાણ કરવામાં આવેલ મિલકત અવિભાજ્ય રીતે વેચાણ કરવામાં આવે છે આવા કિસ્સામાં AOP તરીકે ગણાવવાનું જોખમ રહેલું છે. ઊંચા દરે ટેક્સ ના લાગે તે માટે મિલ્કતના દસ્તાવેજમાં સહમાલિકોનો ભાગ સ્પષ્ટ રીતે લખવામાં આવે તે જરૂરી છે.
- અમારા અસીલના પાછલા બે વર્ષના ચોપડા ઓડિટ કરાવ્યા હતા. પણ ચાલુ વર્ષે તેઓનું ટર્નઓવર 15 લાખ જેવુ સામાન્ય હોય, ચોપડા ઓડિટ ના કરાવવામાં આવે અને ITR 3 ભરી આપવામાં આવે તો ચાલે? પિયુષ લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, કચ્છ
જવાબ: આપના અસીલ દ્વારા પાછલા વર્ષોમાં તેઓનું ટર્નઓવર 1 કરોડથી વધુ હોય અને ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AB હેઠળ ઓડિટ કરાવ્યુ હોય તો ત્યાર બાદના વર્ષોમાં 44AD માં કોઈ બાધ નડે નહીં. પરંતુ “એલિજીબલ એસેસી” હોય અને 8% (બેન્ક વ્યવહારના કિસ્સામાં 6%) થી નીચે નફો બતાવવેલ હોય અને ઓડિટ કરાવેલ હોય તો ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD(4) હેઠળ તેઓ કલમ 44AD કલમનો લાભ લઈ શકે નહીં. ઓડિટ કરાવવું ફરજિયાત બને નહીં અને નોર્મલ ઇન્કમ દર્શાવી ITR 3 ભરી શકે છે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.