સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 25th June 2022

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી.

  1. અમારા અસીલ દ્વારા મ્યુનિસિપાલિટી છે. તેઓ દ્વારા જૂના ડસ્ટબિન, વાહનો વગેરેનું સ્ક્રેપ તરીકે વેચાણ કરવામાં આવતું હોય છે. આ વેચાણ ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે? જો આ વેચાણ ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે તો તેના ઉપર ક્યાં દરે વેરો લાગે, સ્ક્રેપ તરીકે કે જે તે વસ્તુના જી.એસ.ટી. ના દરે? જિગ્નેશ દેત્રોજા, ધોરાજી 

જવાબ: આપના અસીલ મ્યુનિસિપાલિટી પાસે જે ચીજ વસ્તુ બાબતે “સ્ક્રેપ સર્ટિફિકેટ” હોય તો આ વસ્તુ ઉપર સ્ક્રેપના દરે વેરો લાગુ પડે. અન્યથા તેઓ દ્વારા જે તે વસ્તુના દરે જી.એસ.ટી. ભરવાન જવાબદારી આવે તેવો અમારો મત છે.   

  1. અમારા અસીલને ASMT 10 ની નોટિસ મળેલ છે. આ નોટિસમાં GSTR 9 ના ટેબલ 8(D) માં થયેલ ઓટો પોપ્યુલેટેડ ઈન્પુટ તથા અમે ક્લેમ કરેલ ઈન્પુટના તફાવતનું કારણ દર્શાવવામાં આવ્યું છે. અમારી ખરીદી પૈકી બે પાર્ટીના બિલો GSTR 2A માં દર્શાવતા નથી. આ તમામ ખરીદી જેન્યુઇન છે અને તેના ઇંવોઇસ અમારી પાસે ઉપલબ્ધ છે. વેચનારની ક્ષતિના કારણે આ બિલો ચડેલા નથી. શું અમે આ તફાવતના પુરાવા આપી જવાબ આપી શકીએ? આ અંગે કોઈ ચૂકદો કે સર્ક્યુલર હોય તો જણાવશો.                                                 જગદીશભાઈ વ્યાસ, એડવોકેટ, ડીસા

જવાબ: વેચનાર દ્વારા માત્ર GSTR 1 માં ના ચડાવવામાં આવ્યા હોય પરંતુ ખરીદનારની ખરીદી જેન્યુઇન હોય તેવા કિસ્સામાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ડિસએલાવ થઈ શકે નહીં તેવો અમારો મત છે. આ બાબત ઉપર D Y Beathel Enterprise Vs State Tax Officer, મદ્રાસ હાઇકોર્ટ ( WP No. 2127/2021) તથા Onyx Designs Vs ACCT (કર્ણાટક હાઇકોર્ટ) ઉપયોગી બનશે.

  1. અમારા અસીલ કન્સ્ટ્રકસન બિઝનેસ સાથે સંકળાયેલ છે. તેઓ 1% તથા 5% વેરો ભરવા જવાબદાર છે. અમારા અસીલ દ્વારા 50000/- જેવી રકમ ફ્લેટ બુકિંગ તરીકે લીધેલ હતી. આ સોદો રદ્દ થતાં આ પૈકી 40000/- જેવી રકમ પરત કરેલ છે. શું બાકીની 10000/- ની રકમ ઉપર જી.એસ.ટી. લાગુ પડે? જો પડે તો ક્યાં દરે વેરો લાગુ પડે?                                                                            મનોજ સી. પાનસૂરીયા, એડવોકેટ

જવાબ: હા, 10000 ની રકમ ઉપર જી.એસ.ટી. લાગુ પડે. 10000/- ની આ રકમ જી.એસ.ટી. કાયદાના શિડ્યુલ 2 ની એન્ટ્રી 5(e) હેઠળ Agreeing to the obligation to refrain from act or to tolerate an act or a situation or to do an act ગણાય અને 18% જી.એસ.ટી. ની જવાબદારી આવે તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ

  1. હું પગારદાર વ્યક્તિ છું. મને 2004 થી 2015 સુધીના પાછલા વર્ષના એર્રિયસ મળેલ છે. શું આ રકમમાં મને કોઈ લાભ મળે કે મારે આ વર્ષે જ મળેલ એર્રિયસ ઉપર ટેક્સ ભરવાની જવાબદારી આવે?  એક કરદાતા, અમદાવાદ

જવાબ: પાછલા વર્ષોના એર્રિયસ માટે તમે ઇન્કમ ટેક્સ કાયદાની કલામ 89(1) હેઠળ બાયફરકેશનનો લાભ લઈ શકો છો.

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!