સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 30.12.2023

Spread the love
Reading Time: 2 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ ફેક્ટરીમાં સોલર પેનલ ફિટ કરાવે છે. આ સોલર પેનલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે?          ગૌરવ પટેલ, એડવોકેટ, ખેડા

જવાબ: હા, ફેક્ટરીમાં સોલર પેનલ ફિટ કરાવવામાં આવે ત્યારે તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ કંપોઝીશનની પરવાનગી ધરાવે છે. તેઓના દ્વારા પ્લાસ્ટિકની ખરીદી URD કરવામાં આવે તો શું RCM ભરવાની જવાબદારી આવે? નિમેશ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ: ના, પ્લાસ્ટિકની URD ખરીદી કરવામાં આવે તો કંપોઝીશનના વેપારીએ RCM ની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

  1. CMP 08 મોડુ ભરવામાં આવે તો વ્યાજ લાગે છે પરંતુ પેનલ્ટી લાગુ પડે કે નહીં?

જવાબ: ના, CMP 08 મોડુ ભરવામાં આવે તો પેનલ્ટી લાગુ પડે નથી. કોઈ અધિકારી ખૂબ કડક પગલાં લેવા ધારે તો જનરલ પેનલ્ટી (25000/-) લાગુ કરી શકવા અંગે પ્રશ્ન લઈ શકે તેવો અમારો મત છે.

  1. 01.07.2017 થી જી.એસ.ટી. લાગુ થયેલ છે. નાણાકીય વર્ષ 2017 18 ના કંપોઝીશનના ટર્નઓવરની ગણતરી કરવા માટે ટર્નઓવર 01.07 થી ગણવાનું રહે કે 01.04. થી?

જવાબ: અમારા માટે કંપોઝીશનની ગણતરી કરવા માટે ટર્નઓવર 01.04. થી ગણાય તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!