ઇન્કમટેક્ષના એકાઊંટનાં ડેઈલી બેકઅપ લેવાના નિયમની સરળ ભાષામાં સમજુતી

0
Spread the love
Reading Time: 3 minutes

By Prashant Makvana, Tax Consultant

  • પ્રસ્તાવના

ઇન્કમટેક્ષ એક્ટ-2025 જે 01/04/2026 થી અમલમાં આવી ગયો છે જે અંતર્ગત ઇન્કમટેક્ષ રુલ 2026 માં RULE 46(8) છે જેમાં ઇલેક્ટ્રોનીક્સ બુક્સ ઓફ એકાઉન્ટ નું ડેઈલી બેકઅપ અને ભારતમાં લોકેટેડ હોય તેવા સરવર માં સેવ કરવા માટે નો છે આ આર્ટીકલ માં આપણે RULE-46(8) ની સરળ ભાષામાં સમજુતી આપવામાં આવી છે.

  • RULE-46(8)

RULE-46(8) મુજબ જે કરદાતા સેક્શન 62 મુજબ બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ ઈલેક્ટ્રોનિક મોડમાં રાખતા હોય તો તે ભારતમાં દરેક સમયે ઉપલબ્ધ રહેવા જોઈએ અને આવા બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ નું દરરોજ એક નિયત સમયે બેકઅપ લેવાનું અને આ બેકઅપ નું સરવર ફરજીયાત ભારતમાં જ હોવું જોઈએ.

  • સેક્શન-62 મુજબ બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ કોને રાખવા ફરજીયાત છે?
  1. કરદાતા ઇન્ડીવીજ્યુઅલ અને HUF હોય તો પાછલા ત્રણ વર્ષ માંથી કોઈ પણ એક વર્ષ માં જો ઇન્કમ 2.5 લાખ થી વધુ હોય

           અથવા

ટર્ન ઓવર 25 લાખથી વધુ હોય તો બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ મેન્ટેઈન   કરવા ફરજીયાત છે.

  1. ઈન્ડીવિજ્યુઅલ અને HUF સિવાયના કરદાતાની પાછલા ત્રણ વર્ષ માંથી કોઈ પણ એક વર્ષમાં ઇન્કમ 1.2 લાખ થી વધારે થાય,

                  અથવા

સેલ્સ/ટર્નઓવર/ગ્રોસ રીસીપ્ટ 10 લાખથી વધારે થાય તો.

બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ મેન્ટેઈન કરવા ફરજીયાત છે.

  1. કોઈપણ કરદાતા નીચેનામાંથી કોઈપણ સ્પેસિફિક વ્યવસાયમાં જોડાયેલ હોય તો ઉપરોક્ત ઇન્કમ અથવા ટર્નઓવર ની લીમીટ ને ધ્યાન રાખ્યા વગર ફરજીયાત બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ મેન્ટેઈન કરવાના.

સ્પેસીફાઇડ વ્યવસાય

  • એડવોકેટ
  • ડોક્ટર
  • અન્જિનિયર
  • આર્કિટેક્ચર
  • કોસ્ટ એકાઉન્ટન્ટ
  • કંપની સેક્રેટરી
  • ટેકનીકલ કન્સલ્ટન્ટ
  • ઇન્ટેવિયર ડેકોરેટર
  • ઇન્ફોર્માસન ટેકનોલોજી પ્રોફેસનલ
  1. ઈન્ડીવિજ્યુઅલ અને HUF કરદાતા જો નવો ધંધો શરુ કરતા હોય તો જે વર્ષમાં ધંધો શરુ કરે છે તે વર્ષ ના અનુમાન મુજબ જો ઇન્કમ 2.5 લાખ થી વધુ હોય

અથવા

ટર્નઓવર 25 લાખથી વધુનું હોય તો ફરજીયાત બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ મેન્ટેઈન કરવા પડે.

  1. ઈન્ડીવિજ્યુઅલ અને HUF સિવાયના કરદાતા જો નવો ધંધો શરુ કરતા તો જે વર્ષમાં ધંધો શરુ કરે છે તે વર્ષના અનુમાન મુજબ જો ઇન્કમ 1.2 લાખ થી વધુ હોય.

અથવા

ટર્નઓવર 10 લાખથી વધુ હોય તો બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ ફરજીયાત મેન્ટેઈન કરવા પડે.

  1. ઇન્કમટેક્ષ એક્ટ-2025 ની સેક્શન 58(2) અથવા 61(2) મુજબ કોઈ કરદાતા PRESUMPTIVE TAXATION SCHEME મુજબ જે મીનીમમ નફો રાખવાનો છે તેનાથી ઓછો નફો હોય તો ફરજીયાત બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ મેન્ટેઈન કરવા પડે.

આપણે જોયું તે મુજબ કરદાતા ફરજીયાત બુક્સ ઓફ એકાઉન્ટ રાખવા જવાબદાર છે,તે કરદાતા એ જો ઇલેક્ટ્રોનીક મોડમાં બુક્સ ઓફ એકાઉન્ટ મેન્ટેઈન કરતા હોય તો તે ભારતમાં દરેક સમયે ઉપલબ્ધ રહેવા જોઈએ અને તેની ડેઈલી એક નિયત સમયે બેકઅપ ભારતમાં સરવર હોય તેમાં લેવું ફરજીયાત છે.

  • RULE-46(8) નહિ ફોલો કરવાની પેનલ્ટી.
  1. કરદાતા ઉપર પેનલ્ટી

જો કરદાતા સેક્શન 62 અને RULE-46(8) મુજબ બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ મેઈનટેઈન નો કરે તો એસેસિંગ ઓફિસર અથવા જોઈન્ટ કમીશનર અથવા કમીશનર દ્વારા 25 હજાર ની પેનલ્ટી લગાડી શકે.

આ 25000 ની પેનલ્ટી એક ડીફોલ્ટ માટે ગણવામાં આવે એટલે જો વર્ષ 365 દિવસ બેકઅપ લેવાનું હોય અને તેમાંથી 50 દિવસ બેકઅપ નથી લીધું તો 25000*50=12,50,000 ની પેનલ્ટી લાગી શકે.

  1. ઓડીટર ઉપર પેનલ્ટી.

ઇન્કમટેક્ષ એક્ટ 2025 મુજબ ઓડીટ માટેનું ફોર્મ 26 છે જેમાં RULE-46(8) મુજબ નું રીપોર્ટીંગ કરવાની અલગ કોલમ છે જો ઓડીટર આ ફોર્મ માં ખોટું રીપોર્ટીંગ કરે તો ઓડીટર ને પણ 10000 ની પેનલ્ટી લાગી શકે છે.

ટેક્ષ પેયર 2026-27 માં એટલે કે 01/04/2026 થી આ નિયમ અમલમાં છે એટલે કે દરેક એકાઉન્ટન્ટ અને વેપારી મિત્રોએ ખાસ કાળજી લેવી જોઈએ કે RULE નું પાલન થાય જેથી કરીને પેનલ્ટી થી બચી સકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!