સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 11th January 2021

Spread the love
Reading Time: 4 minutes


[speaker]

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના

 11th January 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. અમારા અસીલ કોચિંગ ક્લાસ ચલાવે છે. તેઓ સાથે પ્રિન્ટ કરેલ સ્ટડી મટીરિયલ સપ્લાય કરે છે. મારા મતે આ વ્યવહારમાં કોચિંગ ક્લાસની સેવા મૂળ સેવા ગણાય અને કંપોઝીટ સપ્લાય ગણાય. અમારા અસીલ કોચિંગ ફી ઉપર 18% જી.એસ.ટી. ભરીએ છીએ. શું કરમુક્ત સ્ટડી મટીરિયલ સપ્લાય કરવા બદલ કોઈ ITC રિવર્સ કરવાની થાય?                                                                                                                ઋષિ શર્મા, વડોદરા

જવાબ:  તમારા અસીલ જો સ્ટડી મટિરિયલની રકમ અલગ ઉઘરાવતા હોય તો આ સપ્લાય કરમુક્ત ગણી શકાય. આવા કિસ્સામાં આ સ્ટડી મટિરિયલની ઇનવર્ડ સપ્લાયની ક્રેડિટ રિવર્સ કરવી પડે. જ્યારે તમે એક સાથેજ રકમ લેતા હોય તેવા કિસ્સામાં આ  “કંપોઝીટ સપ્લાય” ગણાય અને કોઈ ક્રેડિટ રિવર્સ કરવાની રહે નહીં તેવો અમારો મત છે.

 

  1. મારા એક અસીલગવર્નમેન્ટનો રોડ ખોદવાનો કોન્ટ્રાક્ટ રાખે છે. આ વ્યવહાર ઉપર ક્યાં દરે જી.એસ.ટી. લાગુ પડે? આ વ્યવહારમાં બિલ કેવી રીતે બનાવવાનું રહે?                                                                                                                                                 વિજય પ્રજાપતિ, એડવોકેટ

જવાબ: તમારા અસીલની સેવા જો માત્ર સર્વિસ (પ્યોર સર્વિસ) માં પડતી હોય તો જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017, તા. 28 જૂને 2017 ની એન્ટ્રી 3 માં પડે અને NIL જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.

ઇન્કમ ટેક્સ

 

  1. શું ઇન્કમ ટેક્સ ઓડિટ ભાગીદારી પેઢી માટે ફરજિયાત ગણાય?                                                                                          એક વેપારી, ઉના

જવાબ: ભાગીદારી પેઢી માટે પણ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD મુજબ ટર્નઓવરના 8% / 6 % નફો બતાવવો ફરજિયાત છે. જો આ રકમથી ઓછો નફો દર્શાવવામાં આવે તો ઇન્કમ ટેક્સ હેઠળ ઓડિટ કરાવવું ફરજિયાત બને. આ બાબતે યાદ રાખવું જરૂરી છે કે ભાગીદારી પેઢી માટે નફો એટ્લે “નેટ પ્રોફિટ” કે જેના ઉપર તેમણે ટેક્સ ભરવાનો થાય તે. બીજા શબ્દોમાં કહીએ તો મહેનતાણું તથા વ્યાજ ચુકવ્યા પછી પણ નફો 8% / 6% બેસવો જોઈએ અન્યથા ઓડિટ ફરજિયાત કરાવવું પડે તેવો અમારો મત છે.

  1. બજેટ 2020 માં સુધારા થયા પછી,04.2001 ના રોજ વેલ્યૂઅરનું વેલ્યૂએશન કરાવવું જરૂરી બને કે માત્ર જંત્રી કિમતને વેલ્યૂ ગણી શકાય?                                                                                                                                                                                                     ઋત્વિક કવા, ઉના

જવાબ: બજેટ 2020 માં જે ફેરફારો થયા છે ત્યાર બાદ પણ ઇન્કમ ટેક્સ કાયદાની સેક્શન 55 મુજબ વેલ્યૂઅરનો રિપોર્ટ લેવો જરૂરી ગણાય. જંત્રી વેલ્યૂ અંગે જે જોગવાઈ થયેલ છે તે માત્ર વેલ્યૂએશનની ટોંચની સીમા નક્કી કરવા માટે કરવા માટે કરવામાં આવેલ છે તેવો અમારો મત છે.

  1. શું ધંધાકીય નફા સામે શેર બજારમાં થયેલ નુકસાન બાદ મળે?                                                                                       રવિ સખનપરા, ઉના

જવાબ: શેર બજારમાં થયેલ આવક કેપિટલ આવક પણ ગણી શકાય અને ધંધાકીય આવક પણ ગણી શકાય. આ આવક ક્યાં હેડમાં પડે તે જે તે વ્યવહારો જોઈ અને ઇન્કમ ટેક્સ હેઠળના CBDT ના ખુલાસા જોઈ નક્કી કરી શકાય. જો શેર બજારની આવક ધંધાકીય આવક હોય (ઇન્ટ્રાડે જેવ સ્પેકયુંલેશન ધંધા સિવાય) તો અન્ય ધંધાકીય આવક સામે બાદ મળે. પરંતુ જો કેપિટલ ગેઇન તરીકે આ આવક ગણેલ હોય તો ધંધાકીય આવક ના નફા સામે નુકસાન બાદ મળે નહીં તેવો અમારો મત છે.

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છેઆ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!