કરદાતાઓ ફરી કોર્ટના સહારે!!! CBDT એ ઇન્કમ ટેક્સ રિટર્નની મુદત વધારવા કર્યો ઇન્કાર
હવે 13 ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટ ઉપર કરદાતાઓ-ખાસ કરી ટેક્સ પ્રોફેશનલ્સની રહેશે નજર
તા. 12.01.2021: ગુજરાત હાઇકોર્ટ દ્વારા 08 જાન્યુઆરીના રોજ AGFTC vs Union of India ના કેસમાં ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા CBDTને કરદાતાઓની મુશ્કેલીઓ અંગે આવેલી વિવિધ રજૂઆતોને ધ્યાને લઈ મુદત વધારવાનો નિર્ણય કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. CBDT એ ગઇકાલે મોડી રાત્રે મુદત વધારાનો ઇન્કાર કરતો આદેશ બહાર પાડી દીધો છે. આ આદેશમાં CBDT દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગાઉ Covid-19 ના કારણે 3 વખત મુદત વધારવામાં આવી છે. હવે મુદત વધારવી જરૂરી લગતી નથી. CBDT ના આદેશમાં રિટર્ન ફાઇલ થયાના અને ઓડિટ રિપોર્ટ ફાઇલ થયાની આંકડાકીય માહિતી બહાર પાડવામાં આવી છે. આટલુજ નહીં આ આદેશમાં USA, UK જેવા વિકસિત દેશોમાં COVID-19 દરમ્યાન કરવામાં આવેલ મુદત વધારાની સરખામણી કરતી માહિતી આપી એ સાબિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ તમામ દેશો કરતાં ભારતમાં ઘણી વધુ મુદત ઇન્કમ ટેક્સ હેઠળ આપવામાં આવેલ છે. આ ઉપરાંત અમુક વડી અદલતો તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા ટાંકવામાં છે જેનો ભાવાર્થ એ છે કે રિટર્નની મુદતમાં વધારો કરવાનું કામ જે તે પ્રશાશનિક સંસ્થાઓનું છે અને કોર્ટ આ અંગે દખલગીરી કરી શકે નહીં.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું કે ઇન્કમ ટેક્સ હેઠળ વિવિધ કર્યો માટે અધિકારીઓ માટેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે તો કરદાતાઓ માટે કેમ તેટલા પ્રમાણમા વધારો કેમ કરવામાં નથી આવ્યો?? એ પ્રશ્ન ઉપર CBDTનો આ આદેશ મૌન છે. આંતરરાષ્ટ્રીય સરખામણી કરવા સમયે એ બાબત અંગે સ્પષ્ટતા કરવામાં નથી આવી કે શું આ દેશોમાં પણ વારંવાર ઓડિટ રિપોર્ટ-ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની “સ્કીમાં” બદલવામાં આવે છે???? આ બાબતે પણ ખુલાસો કરવામાં આવે તેવી આશા કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ સેવી રહ્યા છે.
આ અંગે વાત કરતાં જેતપુરના જાણીતા ટેક્સ એડવોકેટ લલિત ગણાત્રા જણાવે છે કે ” ઓડીટ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15.01.21 છે. આ બાબતે દરેક એશોશીએશન ની રજુઆત અને ગુજરાત હાઇકોર્ટે ના તારીખ બાબતે 12 તારીખ પહેલા યોગ્ય નિર્ણય લો તેવા આદેશ ને CBDT એ એક લેટર થી રીજેકટ કરી નાખ્યું. આવું આટલા સમયમાં ક્યારે પણ નથી જોયું કે CBDT હાઇકોર્ટેની સુચનાને નજરઅંદાજ કરી હોય. ગુજરાત હાઇકોર્ટે મા 13 તારીખે આનું હીયરીગ છે જેમાં ચોક્કસ પણે તારીખ વધારવાનો આદેશ આવશે એવી દરેક સીએ/કરદાતા ને આશા છે.”
ગુજરાત હાઇકોર્ટના 08 જાન્યુઆરી 2021 ના આદેશ બાદ કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ મુદત વધારા અંગે CBDT પાસે આશા માંડીને બેઠા હતા. આ આશા ઠગારી નીવડી છે. હવે કરદાતાઓ માટે 13 જાન્યુઆરીએ ગુજરાત હાઇકોર્ટની સુનાવણી સિવાય બીજો કોઈ આશાનું કિરણ નથી!! આમ, કરદાતાઓ ફરી કોર્ટના સહારે થઈ ગયા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.