અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. અંગે વેપારીઓને માહિતી આપવા વેબીનારનું આયોજન
વેપારીઓને જી.એસ.ટી. તથા ઇન્કમ ટેક્સ અંગેની માહિતી સરળ ભાષામાં આપવામાં આવી.
તા. 12.01.2021: જી.એસ.ટી. અને ઇન્કમ ટેક્સ કાયદાઑમાં ખૂબ મહત્વના ફેરફારો હાલના સમયમાં કરવામાં આવ્યા છે. આ ફેરફારો વેપારીઓ એ જાણવા ખૂબ જરૂરી રહેતા હોય છે. વેપારીઓને ટેક્સ અંગેના જરૂરી નિયમોની સરળ ભાષામાં સમજૂતી આપવા એક વેબીનારનું આયોજન અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં ગુજરાતના જાણીતા એડવોકેટ વારીશ ઈશાની તથા ટેક્સ કન્સલ્ટન્ટ નિગમ શાહ દ્વારા વેપારીઓને સરળ ભાષામાં ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ના કાયદાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. વેબીનારમાં અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશનના ચેરમેન જયેન્દ્ર તન્ના દ્વારા ટેક્સ પ્રોફેશનલ્સના વિવિધ સંગઠનોનો વેપારીઓ વતી સતત રજૂઆતો કરવા બદલ આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો. સાથે સાથે તેઓએ વેપારીઓને પણ જાગૃત થવા અપીલ કરવામાં આવી હતી. આ વેબીનારનો લાભ 200 થી વધુ વેપારીઓએ લીધો હતો. વેબીનારના મૉડરેટર તરીકે ટેક્સ ટુડેના એડિટર ભવ્ય પોપટ દ્વારા સેવા આપવામાં આવી હતી. બ્યૂરો રિપોર્ટ , ટેક્સ ટુડે